________________
Vol. XXIV, 2001
‘અભિજ્ઞાનશાકુન્તલ’ની અપૂર્વ નવીનતા છે કે ૪થા અંકના ક્યા ચાર શ્લોકને હૃદયસ્પર્શી ગણવામાં આવતા હરો? પ્રત્યેક ભાવકની પસંદગી અલગ અલગ હોઈ શકે છે. પરંતુ ઉપર ૧માં દર્શાવ્યા અનુસાર અ..માં પિતા-પુત્રીના વાત્સલ્યનું મર્મસ્પર્શી અપૂર્વ આલેખન છે-એ વાતને ધ્યાનમાં લઈને વિચારીએ તો કણવની ઉક્તિઓમાંથી એ ચાર શ્લોકને પસંદ કરવાના થાય ! જેમકે, () યાત્ય (૪-૬), (૨) ઉત્પફાળો ૦ (૪-૨૫) અથવા મર્માનું સાધુ (૪-૭), (૨) શશ્નપસ્વ ગુરૂનું (૪-૨૮) અને (૪) અર્થો દિ ન્યા. (૪-૨૨).
પણ, જો આ અંકમાં માનવ અને પ્રકૃતિનું અદ્વૈત સધાયું છે, તે રમાં આલેખાયેલા મુદ્દાને ધ્યાનમાં લઈને વિચારીએ તો જુદા જ ચાર શ્લોકોને ઉત્તમ કહેવાના પ્રાપ્ત થાય. જેમકે, (૨) ક્ષૌમ ન૦િ (૪-૧), (૨) અમી વેતિ (૪-૮), (૩) પાતું ન પ્રથમ (૪-) અને (૪) પાન્તરઃ મતિનીતૈિ૦ (૪-૨૨)
અથવા, યપની પિતા તરીકેની હૃદયસ્પર્શી ત્રણ ઉક્તિઓ (૪-૬, ૧૮ અને ૨૨) અને શકુન્તલાનો પ્રકૃતિ તરફનો આત્મીયતાભર્યો ભાવ દર્શાવતો પતું ન પ્રથમ (૪-૧) એમ કુલ ચાર શ્લોકોને જુદા-ઉત્તમ શ્લોક્યતુદય તરીકે- તારવી શકાય. ટૂંકમાં, ચોથા અંકના ઉત્કૃષ્ટ અમુક ચાર શ્લોકોનો નિર્ણય પણ, .ર.ની ઉપર્યુક્ત દ્વિવિધ અપૂર્વ નવીનતાઓને ધ્યાનમાં લઈને જ કરવાનો રહેશે.
.ર.ની એક ત્રીજી અપૂર્વતા અને નવીનતાને પણ અત્રે ઉદ્ઘાટિત કરવાની છે. મહાકવિ કાલિદાસે તેમનાં અગાઉનાં બે નાટકો-માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય-માં નાયક અગ્નિમિત્ર અને પુરૂરવાને અનુક્રમે નવયૌવના રાજકુંવરી માલવિકાના અને નિત્યયૌવના અપ્સરા ઉર્વશીના પ્રેમમાં આકર્ષાયેલા નિરૂપ્યા છે. તે બન્ને નાયકો અગાઉથી પરણેલા છે અને જ્યારે નવી નાયિકાના પ્રેમમાં ખેંચાય છે ત્યારે મહાદેવી તરફથી નાના-મોટા અંતરાયો ઊભા થતા રહે છે. (આવા પ્રસંગોએ, વચ્ચે વચ્ચે નર્મસચિવ વિદૂષક તરફથી નાયકને જુદી જુદી મદદ પણ મળતી રહે છે અને તેના માર્ગથી તકલીફોમાં ઉમેરા પણ થતા રહે છે.) અલંકારશાસ્ત્રીય પરિભાષામાં વિચારીએ તો શૃંગારરસના નિરૂપણમાં કવિએ ઉદ્દીપનપ્રશમનની યુક્તિથી પ્રસંગાલેખન કરવાનું હોય છે. એટલે કે રંગભૂમિ ઉપર શૃંગારની સતત જમાવટ કરવાને બદલે વચ્ચે વચ્ચે કોઈક અંતરાયથી, તે પ્રેમપ્રસંગોમાં વિક્ષેપ પણ પડવો જોઈએ અને શૃંગારને પરિપુષ્ટ કરવા, પાર્શ્વભૂમાં (વિદૂષકાદિ દ્વારા) હાસ્યને પણ ગીણ ભાવે સ્થાન મળવું જોઈએ. આમ મુખ્ય રસની સાથે કોઈક રીતે રસાન્તર પણ મૂકતા રહેવું-તે મુખ્ય રસની સિદ્ધિમાં ઉપકારક ગણવામાં આવ્યું છે. આ દષ્ટિએ વિચારીએ તો કવિ કાલિદાસના પહેલા નાટક “માલવિકાગ્નિમિત્ર'માં ધારિણી અને ઇરાવતી નામની બે પૂર્વપત્નીઓ અગ્નિમિત્ર અને માલવિકાના પ્રણયમાર્ગમાં અન્તરાયરૂપ બનીને ઊભી છે. જ્યારે બીજા, વિક્રમોર્વશીય નાટકમાં પુરૂરવા અને ઉર્વશીના પ્રેમપ્રસંગોમાં, શરૂઆતમાં (ત્રીજા અંક સુધી), કાશીરાજપુત્રી ઔશીનરી તરફથી અન્તરાય નડ્યા કરે છે (અને પછીથી, ઉર્વશીનું ઇન્દ્રપરાધીનત્વ જુદી રીતે અન્તરાય સર્જવા ઉઘત થાય છે.) પરંતુ મહાકવિ કાલિદાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org