________________
વસન્તકુમાર મ. ભટ્ટ
SAMBODHI
પતિએ પોતાની પત્ની તરફ સહાનુભૂતિપૂર્વક કેવું વર્તન રાખવું, એ વિરો ઓછામાં ઓછી દીકરીના પિતાની કેટલી અપેક્ષા છે ? એ વાત અસ્માનું સાધુ વિવિત્ત્ત સંયમધનાન્॰ (૪-૧૭) શ્લોકમાં કહ્યા પછી, કણ્વમુનિએ પુત્રીએ પતિના ઘેર જઈને પત્ની તરીકે કેવું વર્તન કરવું જરૂરી છે એનું પણ સુંદર માર્ગદર્શન આપ્યું છે. જેમકે,
38
शुश्रूषस्व गुरून्कुरु प्रियसखीवृत्तिं सपत्नीजने भर्तुर्विप्रकृतापि रोषणतया मा स्म प्रतीपं गमः ।
भूयिष्ठं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी
यान्त्येवं गृहिणीपदं युवतयो, वामाः कुलस्याधयः ॥९॥
આવા શ્લોકો દ્વારા પણ પિતાનો પુત્રી તરફનો સ્નેહ જ સૂક્ષ્મ રીતે વ્યક્ત થઈ રહ્યો છે. પતિ તરીકે જમાઈના અને પત્ની તરીકે પોતાની દીકરીના અનુશાસિત વર્તન થકી જ કુટુંબજીવનમાં સંવાદ રચાતો હોય છે. જો તે સંવાદ ના હોય તો કુટુંબજીવનમાં સુખની સંભાવના નથી. પિતાના મનમાં દીકરીના સંવાદી સંસાર અંગે જે સતત ચિંતા રહેતી હોય છે તેની તેઓ જે રીતે કાળજી લે છે, તેમાં પણ તેમનો પુત્રીસ્નેહ જ વ્યક્ત થઈ રહ્યો છે.
દીકરીના સંવાદી સુખી કુટુંબજીવન ઉપર પિતાની જે દીર્ઘદષ્ટિ હોય છે, તેને વાચા આપતો એક બીજો પણ શ્લોક અત્રે નોધનીય છે ઃ દીકરી શકુન્તલા પિતાને પૂછે છે કે હું ફરી ક્યારે આ તપોવનમાં-પિયરમાંપાછી ફરીરા ? ત્યારે પિતા કણ્વ કહે છે કે
भूत्वा चिराय चतुरन्तमहीसपत्नी दौष्यन्तिमप्रतिरथं तनयं निवेश्य । भर्त्रा तदर्पितकुटुम्बभरेण सार्धं
शान्ते करिष्यसि पदं पुनराश्रमेऽस्मिन् ॥१०॥
અર્થાત્- ‘‘લાંબા સમય સુધી ચાર છેડાઓવાળી પૃથિવીની સપત્ની બનીને, દુષ્યન્તપુત્રને અપ્રતિમ રાજા તરીકે (ગાદીએ) સ્થાપીને, જેણે પુત્રને કુટુંબના ભરણપોષણનો ભાર સોપી દીધો છે એવા પતિની સાથે તું આ શાન્ત' આશ્રમમાં ફરીથી પાછી આવી શકીશ.’
આ ચારેય શ્લોક જોયા પછી એવું કહેવાનું પ્રાપ્ત થાય છે કે કાલિદાસ-પૂર્વેના કે તેમની પછીના કોઈ કવિએ, એક દીકરી તરફના પિતાના આવા વત્સલભાવને કદાપિ નિરૂપ્યો નથી. પરંપરામાં આ વાત યોગ્ય રીતે જ કહેવાઈ છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org