________________
Vol. XXIV, 2001
અભિજ્ઞાનશકુન્તલ’ની અપૂર્વ નવીનતા
પિતા કર્વનું શકુન્તલા માટેનું વાત્સલ્ય ભલે એક ચોથા અંકમાં રંગભૂમિ ઉપર દશ્યમાન થતું હોય, પણ નાટકના આરંભથી જ આપણને તો જાણવા મળ્યું જ છે કે દુહિતા શકુન્તલાને માથે ભવિષ્યમાં આવનારા કોઈક દૂતિનું શમન કરવા તેઓ (તપશ્ચર્યાનું સ્વાભીષ્ટ કર્મ છોડીને) સોમતીર્થની યાત્રાએ ગયા હતા. તીર્થયાત્રાએથી પાછા ફર્યા પછી, પોતાનાં આર્ષચક્ષુથી દુષ્યન્ત-શકુન્તલાના પરિણય વિશે જાણીને તેઓ પ્રસન્નચિત્ત થાય છે. જેવી રીતે કોઈ ગુરુને પોતાની વિઘા યોગ્ય શિષ્યને વિશે સંક્રાન્ત કર્યાનો સંતોષ હોય છે, તેમ યોગ્ય જમાઈને પોતાની દીકરી આપીને, પિતાને પણ આનંદ અને સંતોષ જ થતો હોય છે."
આ પિતા-પુત્રી વચ્ચેના અનુરાગવિશેષને કવિએ જે રીતે ૪થા અંકમાં વાચા આપી છે તે જોઈએ તોકણવમુનિ આરણ્યક તપસ્વી હોવા છતાંય દીકરીને સાસરે વળાવતી વખતે (પોતે પાલક પિતા હોવા છતાંય) જે લાગણીઓ અનુભવે છે તેના શબ્દો નોંધપાત્ર છે :
. यास्यत्यद्य शकुन्तलेति हृदयं संस्पृष्टमुत्कण्ठया . . कण्ठः स्तम्भितबाष्पवृत्तिकलुषश्चिन्ताजडं दर्शनम् । वैक्लव्यं मम तावदीदृशमिदं स्नेहादरण्यौकसः
पीड्यन्ते गृहिणः कथं नु तनयाविश्लेषदुःखैर्नवैः ॥ અહીં ટીકાકાર રાઘવભટ્ટ કહે છે કે હજી શકુન્તલા ગઈ નથી કે જઈ રહી પણ નથી; પણ ભવિષ્યમાં) જવાની છે એટલા વિચારમાત્રથી (પિતાનું) હૃદય ઉત્કંઠાથી સ્પર્શાઈ ગયું છે. પુત્રીસ્નેહથી એક અરણ્યવાસી તપસ્વીનું હૃદય જો આવું આકળવિકળ થઈ જતું હોય તો પોતાની પુત્રીના નવા (પ્રથમ) વિશ્લેષનાં દુઃખોથી ગૃહસ્થી પિતાઓ તો કેટલા પીડાતા હશે ???
પુત્રીવિયોગે દુઃખી થતા પિતાને પોતાની દીકરી સાસરે વળાવ્યાનો એક અવર્ણનીય સંતોષ અને આનંદ પણ હોય છે, જેને આ ૪થા અંકમાં નીચે મુજબ રાબ્દબદ્ધ કરવામાં આવેલ છે :
अर्थो हि कन्या परकीय एव तामद्य संप्रेष्य परिग्रहीतुः। जातो ममायं विशदः प्रकामं
प्रत्यर्पितन्यास इवान्तरात्मा ॥८॥ અર્થાત્ “કન્યા એ તો ખરેખર પારકું જ ધન છે. તેને આજે પરિગ્રહીતા-પતિ-ની પાસે વળાવીને, મારો (પાલક પિતાનો) અન્તરાત્મા, જાણે કે પારકી થાપણ (એના મૂળ માલિકને) પાછી સોંપી હોય
તેમ, અત્યંત પ્રસન્ન થઈ ગયો છે.” આમ કવિ કાલિદાસે પિતા-પુત્રીના આવા દિવ્ય સાત્ત્વિક પ્રેમને ' કાવ્યનો વિષય બનાવીને અપૂર્વ નવીનતા બક્ષી છે એ નિર્વિવાદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org