________________
36 વિસન્તકુમાર મ. ભટ્ટ
SAMBODHI સૂત્રધાર અને નટીના મુખે પોતાની નાટ્યકૃતિને માટે કેવળ બે વિરોષણો ૧. નવેર અને ૨. અપૂર્વ - નો પ્રયોગ કરાવીને, સૂચક પ્રરોચના પ્રસ્તુત કરી છે. પરંતુ કૃતિના આરંભે મૂકેલી આવી પ્રરોચના કૃતિના અન્ત સુધી જતાં સર્વથા ચરિતાર્થ થાય છે કે નહીં? તે તપાસવાનું મન કોઈપણ જમાનાના સાહિત્યરસિકને થાય એ સ્વાભાવિક છે. આથી પ્રસ્તુત લેખમાં, અભિજ્ઞાનશાકુન્તલની કઈ કઈ બાબતે નવીનતા અને અપૂર્વતા રહેલી છે ? એની મીમાંસા કરવાનો ઉપક્રમ હાથ ધર્યો છે.
અભિજ્ઞાનશાકુન્તલ એ “નાટક પ્રકારનું રૂપક હોઈ તેમાં સાત અંકો આવેલા છે. આ અંકોનું કલાત્મક સંવિધાન જ પહેલે તબદ્ધ કૃતિની નવીનતાનું પરિચાયક બની રહે છે. અ.શ.ના અંકોનું કલાવિધાન ચર્ચતાં પ્રોફે. શ્રી પી. સી. દવેસાહેબે લખ્યું છે કે-“નાટકની અંદરચનામાં એક સુંદર ભાત ઊપસી આવી છે. પહેલા, ત્રીજા, પાંચમા અને સાતમા અંકોમાં બન્ને નાયક-નાયિકા આવે છે. જ્યારે વચ્ચેના બીજા, ચોથા - અને છઠ્ઠા અંકોમાં તેમાંથી એક જ પાત્ર આવે છે. તેમાંયે બીજા અને છઠ્ઠા અંકોમાં માત્ર નાયક જ છે, જ્યારે વચ્ચેના ચતુર્થ અંકમાં માત્ર નાયિકા જ છે. આમ અંકોની સુંદર બુટ્ટાવાળા હાર જેવી સમતુલાવાળી આકૃતિ ઊભી થઈ છે.” આમ .સ.ના ચતુર્થ અંકમાં કેવળ નાયિકાનું જ પાત્ર આવે છે તે તેની તરત જ ધ્યાન ઉપર આવતી એક વિશિષ્ટતા છે. (અહીં ઉમેરવું જોઈએ કે કાલિદાસની અન્ય નાટ્યકૃતિઓમાં આવી પરિસ્થિતિ આકારિત કરવામાં આવી નથી.) પરંતુ આ વૈશિસ્ત્રમાં અન્તહિત રહેલા નાવીન્યનો અને અપૂર્વતાનો બોધ કરાવવો અત્રે અભીષ્ટ છે :
અ.ર.ના પ્રથમ અંકમાં દુષ્યન્ત અને શાકુન્તલા વચ્ચે પ્રેમોદ્ભવની ક્ષણથી શરૂ કરીને, ક્રમશઃ તેનો ઉત્કર્ષ વર્ણવતાં વર્ણવતાં કવિવર કાલિદાસે તૃતીય અંકમાં તેમના ગાંધર્વવિવાહ સુધીની પરાકાષ્ટા નિરૂપી છે. પહેલા ત્રણ અંકમાં નાયક-નાયિકા વચ્ચેના-સ્ત્રીપુરુષ વચ્ચેના-પ્રેમનું (સંભોગ શૃંગારનું) મનોહારી નિરૂપણ જોવા મળે છે. તે પછી પાંચમા અને છઠ્ઠા અંકમાં અનુક્રમે શકુન્તલાપ્રત્યાખ્યાન અને અભિજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી શકુન્તલાની યાદથી સંતપ્ત થતા નાયકનું ચિત્ર જોવા મળે છે. આમ નાટકના ઉત્તરાર્ધમાં યથાર્થ એવો વિપ્રલંભ શૃંગાર પણ નિરૂપાયો છે. પરંતુ આ બે વિભાગની વચ્ચે ચતુર્થ અંકમાં કવિએ કન્યાવિદાયનો જે પ્રસંગ મૂક્યો છે તે અપૂર્વ છે.
કાવ્યસાહિત્યમાં સામાન્ય રીતે તો સ્ત્રીપુરુષના પરસ્પરનાં આકર્ષણો, તથા મિલન અને વિરહથી ભરેલા પ્રેમપ્રસંગો સર્વદા સર્વત્ર નિરૂપાતા હોય છે. પણ સ્ત્રી એ કેવળ પ્રિયતમા કે પત્ની જ નથી હોતી; અથવા કહો કે સ્ત્રી એ કોઈની પ્રિયતમા કે પત્ની બને તે પૂર્વે, કોઈક પિતાની પુત્રી પણ હોય છે, અને પિતૃગૃહે તે પિતાનો પણ અવિસ્મરણીય પ્રેમ મેળવતી હોય છે. આવો પ્રેમ પણ કાવ્યનો વિષય તો બનાવો જોઈએ ને ?! મહાકવિ કાલિદાસ સિવાય બીજા કોઈ પણ કવિએ પિતા-પુત્રીના આવા વાત્સલ્યપૂર્ણ પ્રેમને આવી ઉત્કૃષ્ટતા સાથે અને ઉત્કટતાપૂર્વક કાવ્યનો વિષય બનાવ્યો હોય એવું જાણમાં નથી; અ.શ.ની આ એક અપૂર્વતા છે, નવીનતા છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org