________________
અભિજ્ઞાનશકુન્તલ'ની અપૂર્વ નવીનતા
વસન્તકુમાર મ. ભટ્ટ
ભૂમિકા
સંસ્કૃત રૂપકોના આરંભે નાન્દીશ્લોક અને પ્રસ્તાવના જેવા અંશો આવેલા હોય છે, જેમાં સૂત્રધાર અને નટી કે પારિપાર્થક જેવાં એક-બે પાત્રો પરસ્પર વાતચીત કરીને, રૂપક જોવા બેઠેલા સામાજિકોને કવિ વિશે અને તેની નાટ્યકૃતિ વિશે કેટલીક માહિતી પૂરી પાડે છે. નાટ્યકૃતિની કથાવસ્તુ તથા કવિનાં કુળ, વિદ્વત્તા અને અમુક પ્રકારની વિશેષ સજ્જતા વગેરે વિશે સાંભળીને, પ્રેક્ષકોનાં ચિત્તમાં તે નાટ્યકૃતિને જોવાની રુચિ જાગતી હોય છે અને જેના પરિણામે તેઓ સાવધાનચિત્ત થઈને રંગભૂમિ તરફ ઉન્મુખ થતા હોય છે. આ દષ્ટિએ ‘અભિજ્ઞાનશકુન્તલ'ની પ્રસ્તાવનામાં જે થોડીક પ્રરોચનાત્મક વિગતો આપવામાં આવી છે તેનો અભ્યાસ કરીએ તો જણાય છે કે મહાકવિ કાલિદાસે પોતાનાં અગાઉનાં બે નાટકોની અપેક્ષાએ અભિજ્ઞાનશાકુન્તલમાં બહુ થોડીક–બલકે માત્ર બે શબ્દોમાં જ–પોતાની કૃતિની પ્રશંસા કરી છે. જેમકે, નાન્દી બ્લોક પૂરો કર્યા પછી સૂત્રધાર નટીને બોલાવીને કહે છે કે
आर्ये, अभिरूपभूयिष्ठा परिषदियम् । अद्य खलु कालिदासग्रथितवस्तुना नवेनाभिज्ञानशकुन्तलाख्येन नाटकेनोपस्थातव्यमस्माभिः । तत्प्रतिपात्रमाधीयतां यत्नः॥२
અહીં કવિએ બહુ નમ્રતાથી અને પૂરા આત્મવિશ્વાસથી કેવળ પોતાનો નામોલ્લેખ -તિલાસથતવસ્તુના- જ કર્યો છે, તેની આગળ બીજા કોઈ વિરોષણની જરૂર જોઈ નથી. પણ, પોતાની નાટ્યકૃતિ અમિજ્ઞાનરકુન્તન ને માટે તેમણે એક નવેન નાટન એવા વિરોષણનો પ્રયોગ જરૂરી ગણ્યો છે.
ત્યાર પછી સૂત્રધાર નટીને ગ્રીષ્મ ઋતુને અનુલક્ષીને એક ગીત ગાવાનું કહે છે, જે સાંભળીને તે ઘડીક ભૂલી જાય છે કે એણે ક્યા પ્રકરણને અભિનીત કરવાનો સંકલ્પ કર્યો છે. આથી નટી સૂત્રધારને યાદ કરાવતાં કહે છે કે
नटी - नन्वार्यमित्रैः प्रथममेवाज्ञप्तमभिज्ञानशकुन्तलं नामापूर्वं नाटकं प्रयोगेऽधिक्रियताम् ॥ અહીં નટીએ ‘અભિજ્ઞાનશકુન્તલ' કૃતિને ‘અપૂર્વ નાટક' રૂપે ઓળખાવેલ છે. આમ કવિ કાલિદાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org