________________
39
Vol. XXIV, 2001
અભિજ્ઞાનશાકુન્તલ’ની અપૂર્વ નવીનતા कालिदासस्य सर्वस्वम् अभिज्ञानशकुन्तलम् ।
तत्रापि च चतुर्थोऽङ्को यत्र याति शकुन्तला ।। અ.શ.ના સાતેય અંકોના કલાત્મક સંવિધાનમાં જે ચોથો અંક જુદો તરી આવે છે તે નાયિકા શકુન્તલાની હાજરીથી નહીં, પણ કેવળ દુહિતા શકુન્તલાની ઉપસ્થિતિથી જુદો તરી આવે છે ! એમાં પિતા કવનો રતિરૂપ સ્વાદિયભાવ વાત્સલ્યરસરૂપે વિલસી રહ્યો છે તે એનું ખરું વિશિષ્ટય છે."
ઉપર્યુક્ત દષ્ટિકોણથી તો અશ.ના ૪થા અંકનું અપૂર્વ નાવીન્ય છે જ, પણ તે ઉપરાંત બીજો પણ એક દૃષ્ટિકોણ સાહિત્યરસિકોમાં પ્રચલિત છે, અને તે છે : ૪થા અંકમાં આવતું કાલિદાસનું નિસર્ગનિરૂપણ. મહાકવિ કાલિદાસ જેમ શૃંગારરસના નિરૂપણમાં સર્વોત્કૃષ્ટ સ્થાને વિરાજે છે, તેમ નિસર્ગ (પ્રકૃતિ)નિરૂપણની બાબતમાં પણ અજોડ છે. તેમની કૃતિઓમાં આવતાં પ્રકૃતિ-ચિત્રણને વર્ગીકૃત કરવું હોય તો તે ચાર-પાંચ પ્રકારનું જણાય છે. જેમ કે, (૧) ઋતુસંહાર જેવી કૃતિમાં પ્રકૃતિ-વર્ણનને ખાતર પ્રકૃતિવર્ણન નજરે ચઢે છે. એટલે કે તેમાં પ્રકૃતિ પોતે જ–ભારતવર્ષમાં અનુભવવા મળતી ગ્રીષ્માદિ પડ્ડ ઋતુઓનો સમૂહ – કાવ્યનો વિષય છે. (૨) જ્યારે કુમારસંભવાદિ અન્ય કાવ્યોમાં પ્રકૃતિચિત્રણ ક્યાં તો માનવમનની ઉપર એક ચોક્કસ પ્રકારનો પ્રભાવ પાડવા માટે રજૂ કરવામાં આવેલ છે. અથવા તો (૩) માનવમનના ભાવોનું પ્રતિબિંબ ઝીલતી, એટલે કે માનવમનની લાગણીઓથી પ્રભાવિત થતી એવી પ્રકૃતિનું ચિત્ર પણ આકારિત કરવામાં આવેલ છે. (૪) “મેઘદૂત’ જેવી કૃતિમાં માનવભાવોનું પ્રકૃતિમાં આરોપણ કરીને કવિએ પ્રકૃતિ-વર્ણન કર્યું છે. વિરહી યક્ષનો અતૃપ્ત કામ સમગ્ર પ્રકૃતિમાં કામુક્તાને ભરી દે છે ! આવી જ સ્થિતિ વિક્રમોર્વશીય નાટકના કયા અંકમાં પણ જોવા મળે છે. (૫) પરંતુ આ બધા પ્રકારના પ્રકૃતિવર્ણનને જે અતિક્રમી જાય છે, તે છે અ.ર.ના ચોથા અંકમાંનું પ્રકૃતિ-વર્ણન. અહીં મહાકવિએ માણસ અને પ્રકૃતિનું દ્રત મિટાવી દીધું છે. પ્રોફે. તપસ્વી નાન્દી જણાવે છે તે મુજબ સર્વ વતુ હૂં વ્રહ | એમ કહેનારી ઉપનિષદકાલિક અદ્વૈતાનુભૂતિને જો કોઈપણ કવિએ કાવ્યસાહિત્યમાં સિદ્ધ કરી હોય, સાકાર કરી બતાવી હોય તો તે આ મહાકવિએ કરી છે. “શકુન્તલા’ શબ્દનો અર્થ સૂચવે છે તે મુજબ રાકુન્તલા પોતે તો પ્રકૃતિનું સંતાન છે. શકુન્તલાએ પ્રકૃતિ સાથેની પોતાની આવી આત્મીયતા પ્રમાંકમાં જ વ્યક્ત પણ કરી છે. જેમકે, શકુન્તલા અનસૂયાને કહે છે કે, કેવળ પિતાના કહેવાથી જ હું વૃક્ષોને જળસિંચન કરું છું એવું નથી. પરંતુ મને પણ આ વૃક્ષોને વિશે સહોદર ભાઈબહેનો જેટલો જ સ્નેહ છે.“ એ પછી થોડી વાર, અનસૂયા કહે છે કે તું નવમાલિકાને જળસિંચન કરવાનું ભૂલી ગઈ, ત્યારે તે કહે છે કે- તરાત્માનમાં વિષ્યમા (ઉ. ૨૨). શકુન્તલા જો પોતાની જાતને પાણી પાવાનું ભૂલી જાય તો જ, નવમાલિકાને પણ પાણી પિવડાવવાનું ભૂલી શકે. અર્થાત્ શકુન્તલા નવમાલિકાને ભૂલી જાય તે સંભવિત નથી. કવિએ નિસર્ગ સાથેની શકુન્તલાની આવી આત્મીયતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ૪થા અંકમાં કર્યું છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org