SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 170 હરિપ્રસાદ શાસ્ત્રી SAMBODHI કામનું ? એનુ તાબુ કેટલુ સરસ છે ! મે એમને થોડી રકમ વધુ આપી એમની પાસેથી એ પતર ખરીદી લીધુ ને એમા કોતરેલા લખાણ અને કેટલેક સ્થળે પત્ર લખ્યા મે આ તામ્રપત્ર પરનો લેખ વાચ્યો, એનો ફોટો લીધો, એનું સંપાદન અને વિવેચન કર્યું ને એનો લેખ પ્રકાશિત કર્યો વયોવૃદ્ધ ધનજીભાઈને તામ્રપત્ર-લેખના ઐતિહાસિક મૂલ્યની સૂઝ હતી, જ્યારે પેલા યુવાન કસારાને માત્ર એ તામ્રપત્રની ધાતુમાં જ રસ હતો ! તામ્રપત્ર લેખ હોય કે પ્રતિમાલેખ હોય, સિક્કાલેખ હોય કે તકતી લેખ હોય, પાળિયાલેખ હોય કે કબરલેખ હોય, સ્મારકલેખ હોય કે શહીદલેખ હોય—એને જાળવવો એ આપણી સહુની ફરજ છેઆપણે ત્યાં રહેલા એવા અભિલેખને અગત માલિકીની ન રાખતા કોઈ મ્યુઝિયમને આપવો જોઈએ, જેથી એ બરાબર જળવાઈ રહે બને તો ભેટ આપવો અથવા વેચાતો આપવો જાહેર સ્થળે કે મ્યુઝિયમમાં કે અન્યત્ર જળવાયેલા અભિલેખનો પાઠ સંપાદિત થઈ વિવેચન સાથે પ્રકાશિત થાય, તો જ એનો મુખ્ય હેતુ સાર્થક થાય છે, સસ્કૃત, ફારસી વગેરે ભાષામાં લખેલા બધા વાચી ન શકે અરે સસ્કૃત કે પ્રાકૃત લેખ અતિપ્રાચીન હોય, તો એને સસ્કૃતના શિક્ષક કે અધ્યાપક કે પડિત પણ ન વાચી શકે, કેમ કે એના લિપિસ્વરૂપમાં સમય જતા ભારે પરિવર્તન થયુ હોય છે. આથી અભિલેખ વાચવામાં પહેલી જરૂર રહે છે તેની લિપિ જાણવાની ને પછી એની ભાષા જાણવાની અભિલેખની લિપિ તથા ભાષા જાણતા હોઈએ, તો જ એનો પાઠ સંપાદિત કરી શકીએ ને એનુ લિપ્યતર તથા ભાષાતર કરી શકીએ પછી જરૂર રહે છે તે તે દેશકાલના ઇતિહાસની જાણકારીની ઐતિહાસિક ભૂગોળ તથા કાલગણના-પદ્ધતિઓની જાણકારી પણ જરૂરી બની રહે છે આ સર્વ માટે અભિલેખ વિદ્યાનો અભ્યાસ જરૂરી છે એ જાણનાર વિદ્વાનો અપ્રકાશિત અભિલેખોન સંપાદન અને વિવેચન પ્રકાશિત કરે, તો જ તે ઈતિહાસમાં ઉપયોગી નીવડે છે મને પરિચિત તથા અપરિચિત વ્યક્તિઓ પાસેથી અવારનવાર અનેક અપ્રકાશિત અભિલેખો પ્રાપ્ત થયા છે અત્યાર સુધીમાં ૭૦ જેટલા અપ્રકાશિત અભિલેખોનું સંપાદન-વિવેચન કરી એને જુદા-જુદા સામયિકોમાં પ્રકાશિત કરવાનું પ્રાપ્ત થયું છે. એમાના ૬૬ અભિલેખોને લગતા પ્રાસ્તાવિક-વિવેચનાત્મક લેખોનો એક નાનો સંગ્રહ મે “સ્વ-સંપાદિત શિલાલેખો અને તામ્રપત્રો નામે પુસ્તકરૂપે તૈયાર કરી અને કાલવાર ને સમયવાર વર્ગીકૃત કર્યા એ ક્ષત્રપાલ મૈત્રકકાલ, અનુ-મૈત્રક કાલ, સોલકી કાલ, સલનકાલ, મુગલ કાલ, મરાઠાકાલ, બ્રિટિશકાલ અને અનુસ્વાતંત્ર્ય કાલને આવરી લે છે ગુજરાત ઈતિહાસ પરિષદે આ પુસ્તક ૧૯૯૧માં પ્રકાશિત કર્યું છે. અભિલેખોનો અભ્યાસ એ મારો પ્રિય વિષય છે ને મને આટલા અપ્રકાશિત અભિલેખો સપાદિત કરી પ્રકાશિત કરવાનું પ્રાપ્ત થયું છે અભિલેખોના સંપાદન અને વિવેચનને લગતા મારા વિવિધ અનુભવો અને એને લગતા અન્ય આનુષગિક મુદ્દાઓ વિશે આપની આ સંસ્થાના સશોધનવાર્તાલાપ શ્રેણીના સંયોજકોનો તેમજ આપ સહુનો આભાર માનું છું * * લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સશોધન વાર્તાલાપ શ્રેણીમાં તા ૧૩-૦૨-'૯૮ના રોજ અપાયેલુ ચોથ વ્યાખ્યાન (કેટલાક સુધારા-વધારા સાથે)
SR No.520772
Book TitleSambodhi 1998 Vol 22
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages279
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy