________________
તામ્રપત્ર અંગે સ્પષ્ટતા-૨
આ તામ્રપત્રના સપાદક શ્રી અ.૨ શાહે પતરાની દુરસ્તી તથા પતરાનુ માપ, તોલ વગેરે વિશે વિગતે માહિતી આપી છે પરંતુ દાનશાસનના વાચન તથા સપાદનમા ઠેકઠેકાણે ભૂલો કરી છે. આ તામ્રપત્ર વલભી સવત ૨૦૬નુ છે, છતા લેખના શીર્ષકમા એનુ વર્ષ “વિ. સ. ૨૦૬” જણાવ્યુ છે*, એમા તો ૩૭૫ વર્ષનો ફેર પડી જાય છે સપાદકે આ તામ્રપત્ર ક્યારે સાફ થયુ ને આ લેખ ક્યારે લખ્યો તે વિગત જણાવી નથી પરંતુ આ લેખ ‘સબોધિ'ના ૧૯૯૭-૯૮ના એકમા ૧૯૯૯મા પ્રકાશિત થયો તે પહેલા ‘સામીપ્ય'ના પુ૰ પના અક ૧-૨મા ૧૯૮૮મા પ્રકાશિત થયો હતો. એમા એનુ સપાદન ડૉ. પ્ર ચિ. પરીખ અને ડૉ ભારતી શેલતે કાળજીપૂર્વક શુદ્ધ રીતે કર્યું હતુ ને એ લેખ તેઓએ ૧૯૯૧મા પ્રસિદ્ધ કરેલા “ગુજરાતના અભિલેખો • સ્વાધ્યાય અને સમીક્ષા” નામે ગ્રંથસ્થ અભિલેખ-સગ્રહમા પણ પ્રકાશિત થયો છે છતા આ તામ્રપત્ર એ પછી ૧૯૯૯મા ‘સબોધિ’મા પ્રકાશિત થયુ ! એના સપાદક તથા ‘સબોધિ'ના સપાદકોના ખ્યાલમા નહિ આવ્યુ હોય ! આ સપાદકે તો પ્રાચીનલિપિવિદ સપાદકોએ સપાદિત કરેલો પાઠ જોયો હોત તો આ સપાદનમા આટલી બધી ભૂલો આવત નહિ વળી આ તામ્રપત્રમા ધ્રુવસેનનુ નામ બે વાર કેમ આવે છે તે સમજાયુ હોત, તેમજ આ તામ્રપત્ર પરથી કુક્કુટ ગામના સૂર્યમંદિર ૫૨ નવો પ્રકાશ પડે છે તે પણ ખ્યાલ આવ્યો હોત
બીજુ, ‘સબોધિ’ના આ અકમા એ પછી ‘પાશુપતાચાર્ય મેઘરાશિનુ તામ્રપત્ર’ પ્રકાશિત થયુ છે, તેમા એના બે પતરાના શીર્ષકની ઉપર જે બે ફોટા છપાયા છે તે ખરી રીતે શ્રી વિજયરાજદેવના વિ. સ. ૧૧૬૦ના દાનશાસનના પતરાના છે, નહિ કે પાશુપતાચાર્ય મેઘરાશિના વિ સ૰ ૧૧૩૧ના દાનશાસનના પતગના ઉતાવળમા કઈ સરતચૂક થઈ લાગે છે
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
નિવૃત્ત અધ્યક્ષ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
* આ ભૂલ અમારી અર્થાત્ ‘સબોધિના સપાદકની છે, લેખકની નથી લેખકે તો વલભી સવતનો જ ઉલ્લેખ વ. સ” એ રીતે કરેલો NMK.