SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ VoI XXII, 1998 અભિલેખોના સપાદન અને મિલકતના વારસામા સરકાર તરફથી થતી હરકત વિશે ફરિયાદ કરી ત્યારે ગાયકવાડ સરકારે ફરમાવ્યુ કે દીકરો, અપુત્ર દીકરી અને દૌહિત્ર વારસદાર ગણાય 169 હઠીસિહના દેરાસરમા એ દેરાસર કોણે અને ક્યારે બધાવ્યુ એને લગતા બે શિલાલેખ કડારેલા છે—એક સસ્કૃતમા અને બીજો ગુજરાતીમા આ દેરાસર બધાયે ૧૫૦ વર્ષ થયા અમદાવામા યહૂદી સેનેગોગ, પારસી અગિયારીઓ અને શીખ ગુરુદ્વારાઓના તતીલેખ પણ મહત્ત્વના છે અભિલેખોમા જણાવેલ મનુષ્યો, સ્થળો અને મિતિના અભિજ્ઞાન માટે અગાઉ સાધનસામગ્રી મર્યાદિત હતી હવે ‘ગુજરાતનો રાજકીય અને સાસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાળા, ગુજરાતના જિલ્લાઓના તાલુકાઓના સર્વ ગામોની અકારાદિ યાદીઓ તેમજ ઈ સ ૧થી ૨૦૦૦ સુધીના તિથિ-તારીખોને લગતા કોકોની સામગ્રી ઉપલબ્ધ છે આથી અભિલેખોના સપાદન-વિવેચનમા સરળતા રહે છે અભિલેખોના સપાદનમા એક સમસ્યા છે સહ-સપાદનની કેટલીક વાર કોઈ ને કોઈ અપ્રકાશિત અભિલેખ પ્રાપ્ત થયો હોય તો એ એનુ સપાદન એના જાણકાર પાસે કરાવે, ત્યારે પોતે એ અગે કઈ શાસ્ત્રીય જ્ઞાન ન ધરાવતો હોવા છતા એ અભિલેખના પ્રથમ કે દ્વિતીય સપાદક તરીકે પોતાનુ નામ સામેલ કરવાની શરત મૂકે છે ! કેટલીક વાર પુરાતત્ત્વ વિભાગ કે મ્યુઝિયમના કોઈ અધિકારી, પોતે અભિલેખનુ સપાદન કરવામા કઈ મદદ કરી શકે તેમ ન હોવા છતા, પોતાની મારફત મળેલા અભિલેખના સપાદક તરીકે પહેલુ કે બીજુ નામ પોતાનુ મૂકવાનો આગ્રહ ધરાવે છે અપ્રકાશિત અભિલેખમા આપેલી હકીકત પ્રકાશમા આવે એ હેતુથી એના ખરા સપાદકે ઘણી વાર આવા સહ-સપાદકનુ નામ સામેલ કરવા સમત થવુ પડે છે ? મને પણ આવા અનેક અનુભવ થયા છે મારે આ સદર્ભમા નોધવુ જોઈએ કે જ્યારે અભિલેખ-વિદ્યાના બે કે ત્રણ જાણકારો સાથે મળીને સપાદન કરે, ત્યારે તેઓનુ સહ-સપાદન ખરેખર સાર્થક હોય છે મને ડૉ પ્ર ચિ. પરીખ તથા ડૉ ભારતીબહેન શેલત જેવા સહ-સપાદકોના સક્રિય સહકારથી અભિલેખોનુ સપાદન કરવામા હમેશા મજા આવી છે અભિલેખો એ આપણી અણમોલ સાસ્કૃતિક સપત્તિ છે પૂર્વજો પાસેથી મળેલા આ વારસાને સુરક્ષિત રાખવો ને આવતી પેઢીઓ માટે એવો વારસો મૂકતા જવો એ આપણુ પરમ કર્તવ્ય છે એક દાખલો આપુ શિહોરના ધનજીભાઈ નામે કસારાએ એક વાર ગુરૂ વ સોસાયટીના પ્રમુખ શ્રી રમણભાઈ મહીપતરામ નીલકઠના નામે પત્ર લખી, તેમને મળેલ એક પ્રાચીન તામ્રપત્ર વાચી આપવા વિનતી કરેલી સંસ્થા તરફથી હુ શિહોર ગયો પહેલા મેં એમને આ તામ્રપત્ર ક્યાથી મળેલુ મને પૂછ્યું, તો તેમણે જણાવ્યુ કે અહીંના બજારમા હુ એક કસારાની દુકાન પાસેથી પસાર થતો હતો, ત્યારે મે જોયુ તો એ ભાઈ એક તાબાના પતરાને કાપી ઓગાળી રહ્યા હતા મે જોયુ તો એ પતરા પર લખાણ કોતરેલુ હતુ આથી મે એમને એમ કરતા રોક્યા તો એ કહે,એ લખાણ શા 12
SR No.520772
Book TitleSambodhi 1998 Vol 22
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages279
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy