________________
166 હરિપ્રસાદ શાસ્ત્રી
SAMBODHI લિપિવિદ્યાઓ પણ ગાઢ પરિચય થયેલો, પછી હું પીએચ ડી માટે વલભીના મૈત્રક રાજ્યના અભિલેખોનો તલસ્પર્શી અભ્યાસ કરતો હતો.
એ દરમ્યાન ૧૯૪પમા મારી સસ્થામાં બહારગામથી એક નામાંકિત સાહિત્યકારનો પત્ર આવ્યો કે અમારા ગામમાં એક પ્રાચીન તામ્રપત્ર-લેખ મળ્યો છે તે બરાબર વચાતો નથી, તમારે ત્યા કોઈ એ વાચી આપી શકે એમ હોય, તો એમને અહીં મોકલશો. સંસ્થાના અધ્યક્ષશ્રીની સૂચનાથી હું ત્યાં ગયો બે તામ્રપત્રો પર કોતરેલો એ લેખ ત્યા એક વણિક વિધવાને ત્યાં હતો તેમણે એ તામ્રપત્ર વાચવા માટે મારા યજમાનને ઘેર લઈ જવા આપ્યા. રાતે મે એનો આખો પાઠ ઉકેલી લખી લીધો યજમાન સાહિત્યકારની વિનતીથી એનો ટૂક સાર એમને ગુજરાતમા, લખી આપ્યો. બીજે દિવસે સવારે હુ અમદાવાદ પાછો ફર્યો
મારે હવે અભિલેખના પાઠની પાકી નકલ તૈયાર કરવાની હતી તેમજ એ લેખમાં જણાવેલ રાજા, સામત, સ્થળો તથા લિપિ વિશે કેટલુક અન્વેષણ-સશોધન કરી એનો પ્રાસ્તાવિક તથા વિવેચનાત્મક લેખ તૈયાર કરવાનો હતો કે આ બધુ ત્રણ ચાર દિવસમાં નિરાતે કરવા ધારેલુ ત્યા મુબઈના “જન્મભૂમિ'માં સમાચાર પ્રગટ થયા કે અમુક ગામના અમુક સાહિત્યકારને એક પ્રાચીન તામ્રપત્ર-લેખ મળ્યો છે ને તેમાં અમુક રાજાએ અમુક બ્રાહ્મણને અમુક વર્ષમા ભૂમિદાન કર્યું હોવાનું જણાવ્યું છે સમાચારમા એ અભિલેખ વાચી આપનારનો કોઈ નામનિર્દેશ ન મળે ને એનો બધો જશ એ સાહિત્યકારને જ આપવામાં આવેલો ! આ મારો પહેલો અનુભવ ! મને બોધપાઠ મળ્યો. મે હવે એ અભિલેખના સપાદન તથા વિવેચનને લગતો મારો લેખ તાકીદે તૈયાર કરી દીધો ને ભારતીય વિદ્યાને લગતા એક સંશોધન-સામયિકના પરિચિત સંપાદકને મોકલી આપ્યો તેમાં મે પેલા સાહિત્યકાર જેમની મારફત મને આ અભિલેખ વાચવા મળેલો તેમનો ય નિર્દેશ કરેલો મેં સપાદિત કરેલો અભિલેખ ટૂંક સમયમાં વિગતવાર પ્રકાશિત થયો લેખ સોલકી કાલના આરભનો હતો ને એમાથી કેટલીક નવી માહિતી મળી હતી.
બીજે વર્ષે મને એક અન્ય પ્રાચીન અભિલેખ વાચવાનું પ્રાપ્ત થયું એક નામાનિત પ્રકાશક એક દિવસ મારી સંસ્થામાં મારી પાસે આવ્યા, તાબાનુ એક પતરુ લઈને. મને કહે, આ વાચી આપો, એમાં શું લખ્યું છે ? મે પૂછ્યું, તમે એ જાણીને શું કરવા માગો છો ? એ કહે, મારો એક લેખસંગ્રહ છપાવાનો છે. એમાં આને લગતા લેખનો સમાવેશ કરી લઉ આ જાણી હુ ચેતી ગયો. મે જોયુ તો આ પતરુ કોઈ મૈત્રક રાજાના દાનશાસનનું પહેલું પતરુ હતુ, તેમા દાનના દાતા તથા એના પૂર્વજોની પ્રશસ્તિ આપવામાં આવેલી. મે એ લખાણના જરૂરી અંશ ઉતારી લીધા, ખૂટતા અશ અન્ય દાનશાસનોમાના પાઠ પરથી પૂરી શકાય એમ હતા. મેં કહ્યું, આ પતરામાં તો માત્ર દાતા અને એના પૂર્વજોની જ્ઞાત માહિતી આપી છે, ખરી બાબત તો બીજી પતરામાં આવે, તમે એ પતરુ લઈ આવો બીજે દિવસે એ ભાઈ બીજુ પતરુ લઈને આવ્યા. વાચતા વાર લાગે એમ હતુ મે કહ્યું, તમે મૂકી જાવ, નિરાતે વાચી રાખુ, પછી કાલે લઈ જશો તે કહે, ના, હુ મૂકી ન જઉં, આ તો મારે બાજુમા કોર્ટમાં જવાનું છે, હજુ થોડી વાર છે, ત્યા સુધીમાં વચાય તે વાચી આપો હુ મૂકી