________________
અભિલેખોના સંપાદન અને વિવેચનના મારા અનુભવો
હરિપ્રસાદ શાસ્ત્રી અભિલેખ એટલે કોતરેલુ લખાણ કોઈ પણ પદાર્થ પર કોતરેલુ લખાણ એના અનેક પ્રકાર છે, જેમકે શિલાલેખ, તકતીલેખ પ્રતિમાલેખ, પાળિયાલેખ, કબરલેખ, સિક્કાલેખ, તામ્રપત્રલેખ ઇત્યાદિ ભારતમાં અભિલેખ કોતરવાની પ્રથા છેક આઘ-ઐતિહાસિક કાલથી પ્રચલિત છે અભિલેખો એ ઇતિહાસ માટે માહિતીનો એક મહત્ત્વનો સ્રોત છે અભિલેખોમાથી રાજકીય ઇતિહાસ ઉપરાત સાસ્કૃતિક ઇતિહાસના વિવિધ પાસા વિશે તે તે સમયની માહિતી સાપડે છે અનેક અભિલેખ વિભિન્ન સામયિકોમાં પ્રકાશિત થતા રહે છે ને એના કેટલાક સંગ્રહ પણ ગ્રંથરૂપે પ્રકટ કરાય છે હજી અનેક જ્ઞાત અભિલેખ અપ્રકાશિત રહ્યા છે ને કેટલાય અભિલેખ ધરતીના કે મકાનના પેટાળમાં છુપાઈ રહ્યા છે
પુસ્તકોના સંપાદનની જેમ અભિલેખોના સપાદનની પણ નિયત પદ્ધતિ વિકસી છે એમા પ્રાસ્તાવિક વિભાગમાં અભિલેખન પ્રાપ્તિસ્થાન, પદાર્થ, માપ, પક્તિ સખ્યા, લિપિ, ભાષા, લેખનપદ્ધતિ ઈત્યાદિ દર્શાવીને આખા લેખનો સાર આપવામાં આવે છે પછી લેખમાં જણાવેલ રાજા, અધિકારીઓ અને સ્થળોનું અભિજ્ઞાન દર્શાવવામા આવે છે તેમજ લેખમાં આપેલી મિતિની બરાબર આવતી ઈસ્વી સનની તારીખ પણ આપવામાં આવે છેરાજાઓ, અધિકારીઓ, અન્ય મનુષ્યો, વહીવટી વિભાગો, નગરો અને ગામો, ઐતિહાસિક ઘટનાઓ વગેરે વિશે કઈ નવી માહિતી ઉપલબ્ધ થતી હોય, તો તેના પર પણ પ્રકાશ પાડવામાં આવે છે
પ્રાસ્તાવિક તથા વિવેચનાત્મક લખાણ પછી મૂળ અભિલેખનો પાઠ પક્તિવાર આપવામાં આવે છે આ પાઠ લિખતર કરીને વર્તમાન લિપિમા આપવામાં આવે છેપાઠશુદ્ધિ, છદ વગેરેની જરૂરી વિગત નીચે પાદટીપમા અપાય છે પછી જરૂર જણાય, તો પ્રાચીન અભિલેખનો અનુવાદ અગ્રેજીમાં કે વર્તમાન પ્રાદેશિક ભાષામાં આપવામા આવે છે
વળી અભિલેખના પાઠની સાથે એના લખાણનો ફોટોગ્રાફ પણ આપવામાં આવે છે, જેથી જિજ્ઞાસુ અભ્યાસીઓ એના મૂળ પાઠની ખાતરી કરી શકે.
અભિલેખોનું સંપાદન અને વિવેચન કરી એનું પ્રકાશન કરવાનું મને કેવી રીતે પ્રાપ્ત થયું ને એમા મને નોધપાત્ર અનુભવ કેવા થયા એના કેટલીક અગત વાત કરુ
એમ. એ.માં મુખ્ય ભાષા સંસ્કૃત અને ગૌણ ભાષા અર્ધમાગધી તેમજ સસ્કૃતની અંદર વૈકલ્પિક જૂથમાં “એપિઝા' લઈ હ ૧૯૪૨માં એમ. એ. થયો ત્યારે મને ભારતીય અભિલેખો(જને અગ્રેજીમાં nscriptions અને એ સમયે ગુજરાતમાં ‘ઉત્કીર્ણ લેખો કહેતા)નો ઠીકઠીક અભ્યાસ થયેલો વળી ડૉ. ન્યૂલર અને ૫ગૌરીશંકર ઓઝાના પુસ્તકો દ્વારા ભારતીય પ્રાચીન