________________
Vol XXII, 1998 અભિલેખોના સંપાદન અને .
167 ન જઉં, હું મારા બાપનોય વિશ્વાસ રાખતો નથી. એ મારી સામે બેઠા રહ્યા એટલી વારમાં વચાય તેટલુ બધુ મે વાચીને ઉતારી લીધુ એટલામાથી મને એનો પૂરો પાઠ મળે તેમ હતુ એમની વિનતીથી મે એમને અભિલેખનો ટૂક સાર ગુજરાતીમાં લખી આપ્યો ને એ પતરુ લઈને ગયા મે પેલા પરિચિત સપાદકશ્રીને બધી હકીકત જણાવી પ્રકાશન માટે એમનુ માર્ગદર્શન માગ્યું એમણે સલાહ આપી કે હાલ તમે એ અભિલેખનો સાર આપશો ને એનું વિવેચન કરશો, પણ મૂળ લેખનો પાઠ પ્રકટ કરશો નહિ ને એ રીતે આ મૈત્રક અભિલેખનો સાર વિવેચન સાથે પ્રગટ થયો આ મારો બીજો અનુભવ એ વાતને પંદરેક વર્ષના વહાણા વાયા એક પરિચિત મુનિશ્રીએ મને જણાવ્યું કે પેલુ તામ્રપત્ર મને ભેટ મળ્યું છે. તમારે એનો પાઠ સંપાદિત કરવો હોય તો લઈ જશો મે મૂળ તામ્રપત્ર નિરાતે વાચી વર્ષો પર મે લખેલા પાઠમાં જરૂરી સુધારાવધારા કર્યા ને એ અભિલેખનો પાઠ સંપાદિત કરી પુનઃ પ્રકાશિત કર્યો, જરૂરી ઋણસ્વીકાર સાથે
અમદાવાદ જિલ્લામાં દસકોઈ તાલુકામા કાન્દ્રા નામે ગામ છે. ત્યાં એક માનનો પાયો ખોદતા મૈત્રક રાજા ધરસેન ૩ જાનુ એક દાનશાસન પ્રાપ્ત થયેલુ એ વલભી સવત ૩૦૫ (ઈ. સ. ૬૨૪)નું છે રાજાએ આનંદપુરના એક બ્રાહ્મણને એક ગામનુ દાન દીધેલુ. એ ગામ કાથદ વિષયમાં આવેલુ હતુ આનદપુર એટલે મહેસાણા જિલ્લાનું વડનગર કાશદ એટલે કાન્દ્રા. એ સમયે એ વિષય એટલે કે જિલ્લા જેવા મોટા વહીવટી વિભાગનું વડુ મથક હતું આદ્રોટક એ. ધોળકા તાલુકામાં આવેલુ આદ્રોડા ગામ છે આનદપુર અને કાથડ્રદ અગાઉ મોટા નગર હતાં તે હાલ નાના ગામ બની ગયા છે દેશો અને માણસોની જેમ નગરોનીય ચડતીપડતી થાય છે ! રાજાની છાવણી ત્યારે ખેટક(ખેડા)માં હતી. ગુજરાતમાં ખેટક (ખેડા) અને ભરૂચકચ્છ(ભરૂચ) ત્યારેય જિલ્લાના વડા મથક હતા ને હાલ પણ છે
આબુ પાસે પણ કાસ%ા નામે ગામ આવેલુ છે એ એક ગચ્છનું મૂળસ્થાન હતું પરંતુ અહી આ કાસ%ા જ અભિપ્રેત છે જ્યારે વલભીનો ભંગ (નાશ) થવાનો હતો ત્યારે જૈનોએ ત્યાની કેટલીક મહત્ત્વની પ્રતિમાઓ અન્યત્ર ખસેડી દીધેલી. તેમાં આદિદેવની પ્રતિમા કાશહદ મોકલેલી કાસન્દ્રામાં આવી કોઈ પ્રતિમા હાલ છે કે કેમ તેની તપાસ કરવા હું ત્યાં ગયેલો. ત્યાના દેરાસરમાં આદિદેવની પ્રતિમા નથી, પરંતુ એની બાજુમાં આવેલા ભાત ગામમાં ઋષભદેવનું જૂનું દેરાસર છે. હ કાસ%ાથી પાછો આવવા ત્યાના બસસ્ટેન્ડે ઊભો હતો ત્યારે ત્યાં ત્યાંના એક ભાઈ ઊભા હતા. એમણે હુ ક્યાથી અને શા માટે આવેલો એની પૂછપરછ કરી મે એમને પૂછ્યું, અહીં કોઈને ત્યાં તામ્રપત્ર હશે ? એ કહે, હા, અહીં એક જણને ત્યા છે એ ભાઈને પણ અમદાવાદ આવવાનું હતું મે કહ્યું, તો આપણે એમને મળીને પછીની બસમા જઈએ. એ કહે, આજે તો એ બહાર ગામ ગયા છે મે પૂછ્યું એમનું નામ શુ? તો એ કહે, એ તમને અડવા નહિ દે મે કહ્યું, તો મને તમારુ નામઠામ આપશો ? એમણે મને નામ-ઠામ લખી આપ્યું. બસ આવી અમે અમદાવાદ પહોચ્યા બસમાથી ઊતરતા એ ભાઈએ સ્પષ્ટતા કરી, મે તમને જે નામ-નામ લખી આપ્યા તે બનાવટી છે; હું કોઈ અજનવીને મારા ખરાં નામ-ઠામ આપતો નથી મને ખાતરી થઈ, એમણે કરેલી તામ્રપત્રની