SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XI, 1997 જૈન આચાર્યો મતે કવિનું.... 133 આચાર્ય હેમચંદ્ર પણ કાવ્યકારણવ્યાજથી પ્રતિભાને જ કવિની યોગ્યતા તરીકે સ્વીકારી છે. અર્થાત્ કવિ તે છે કે જે પ્રતિભાવાન હોય. તેના સમર્થનમાં તેમણે ભતૌતના કાવ્યકૌતુકમાંથી ઉદ્ધરણ આપતાં લખ્યું છે કે, નવા નવા અર્થોનો ઉન્મેષ કરનારી વિશેષ પ્રજ્ઞા તે પ્રતિભા છે અને તેનાથી અનુપ્રાણિત વર્ણન કરવામાં નિપુણ કવિ કહેવાય છે. આચાર્ય વાલ્મટે (પ્રથમ) કવિના સ્વરૂપનું સ્પષ્ટતાથી વર્ણન કર્યું નથી તોપણ તેઓ કાવ્ય કારણવ્યાજથી પ્રતિભાને જ કવિની યોગ્યતા તરીકે સ્વીકારે છે. આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિ કાવ્યકારણવ્યાજથી કવિ સ્વરૂપનું નિરૂપણ કરતાં કવિમાં પ્રતિભાની આવશ્યકતાનો સ્વીકાર કરે છે. તેના સમર્થનમાં તેમણે પણ ભટ્ટતૌતના કાવ્યકૌતુકમાંથી ઉક્ત ઉદ્ધરણ પ્રસ્તુત કરેલું છે. વિનયચંદ્રસૂરિએ કવિનું લક્ષણ કરતાં કહ્યું છે કે, શબ્દાર્થવાદી, તત્ત્વજ્ઞ, માધુર્ય, ઓજ આદિ ગુણોનો સાધક, દક્ષ, વાગ્મી, નવીન અર્થોનો ઉદ્યોતક, અર્થ અને વાક્યના દોષોનો જ્ઞાતા, ચિત્રકાર, કવિમાર્ગનું અનુસરણ કરનાર, અલંકાર અને રસનો જ્ઞાતા, બલ્પસૌષ્ઠવ તેમ જ પદ્ભાષાઓના નિયમોમાં નિષ્ણાત, પડ્રદર્શનોનો જ્ઞાતા, નિત્યાભ્યાસી, લૌકિક વસ્તુઓનો જ્ઞાતા અને છંદશાસ્ત્રજ્ઞ કવિ કહેવાય છે. કવિના ઉપર્યુક્ત લક્ષણમાં વિનયચંદ્રસૂરિનું માનવું છે કે કવિએ સંપૂર્ણ વિષયોના જ્ઞાતા હોવું આવશ્યક છે, પછી તે લૌકિક હોય કે અલૌકિક, ગુણ હોય કે દોષ, રસ હોય કે અલંકાર, વ્યાકરણ હોય કે દર્શન. કવિના સ્વરૂપ વિશે આટલું સ્પષ્ટ અને વિસ્તૃત વર્ણન અન્યત્ર જોવા મળતું નથી. આચાર્ય વિજયવર્ણીએ કવિ સ્વરૂપનું નિરૂપણ કરતાં લખ્યું છે કે, પ્રતિભા-શક્તિસંપન્ન તથા વ્યુત્પત્તિ અને અભ્યાસથી યુક્ત અઢાર સ્થાનોનું વર્ણન કરવામાં નિપુણ વ્યક્તિ કવિ છે અથવા શક્તિ, નિપુણતા અને કવિ-શિક્ષા આ ત્રણેથી યુક્ત તથા રસભાવના પરિજ્ઞાનરૂપ ગુણોથી યુક્ત કવિ છે. આ રીતે વિજયવર્ણીએ કવિસ્વરૂપનું નિરૂપણ બે પ્રકારે કરેલું છે. પરંતુ તેમાં પહેલો પ્રકાર મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમાં પ્રતિભા, વ્યુત્પત્તિ, અભ્યાસ અને અઢાર સ્થાનોના વર્ણનની વાત કરવામાં આવી છે. જો સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો અઢાર સ્થાનોનું વર્ણન કરવાની નિપુણતાનો પ્રતિભામાં જ અંતર્ભાવ થઈ જાય છે. પરંતુ વિજયવર્ટી દ્વારા નિરૂપિત કવિ સ્વરૂપમાં અઢાર સ્થાનોના વર્ણનની ચર્ચાનું આગવું મહત્ત્વ છે. તે અઢાર સ્થાનો કયાં છે? તેનું વિવેચન કરતાં અજિતસેને લખ્યું છે કે, ચંદ્રોદય, સૂર્યોદય, મંત્ર, દૂતસંપ્રેષણ, જલક્રીડા, કુમારોદય, ઉદ્યાન, સમુદ્ર, નગર, ઋતુ, પર્વત, સુરત, યુદ્ધ, પ્રયાણ, મધુપાન, નાયક-નાયિકાની પદવી, વિયોગ અને વિવાહ. આ અઢાર વર્ણનીય વિષય કેટલાક લોકો માને છે. આચાર્ય અજિતસેને કવિસ્વરૂપનું નિરૂપણ કરતાં લખ્યું છે કે, પ્રતિભાશાલી, નાના પ્રકારનાં વર્ણનોમાં કુશળ, વ્યવહારમાં નિપુણ, ભિન્ન વિષયોના અધ્યયનથી કુશાગ્રબુદ્ધિ અને વ્યુત્પત્તિવાળો કવિ કહેવાય છે. અજિતસેનના આ કવિસ્વરૂપમાં માત્ર કાવ્ય-કારણોનો જ સમાવેશ છે. વાડ્મટદ્વિતીય અને ભાવદેવસૂરિએ પણ કાવ્ય-કારણના માધ્યમથી જ કવિના સ્વરૂપ કે તેની યોગ્યતાનું નિરૂપણ કરેલું છે. ભિન્ન ભિન્ન આલંકારિકોએ કવિના સ્વરૂપ વિશે કરેલી ચર્ચાના નિષ્કર્ષરૂપે કહી શકાય કે
SR No.520771
Book TitleSambodhi 1998 Vol 21
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages196
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy