________________
134
અંબાલાલ પ્રજાપતિ
SAMBODHI
આચાર્ય વિનયચંદ્રસૂરિએ “કાવ્યશિક્ષા'માં કવિના સ્વરૂપનું નિરૂપણ જેટલી સ્પષ્ટતા અને વ્યાપકતાથી કરેલું છે તેવું અન્યત્ર જોવા મળતું નથી. જોકે રાજશેખરે “કાવ્યમીમાંસામાં કવિસ્વરૂપના નિરૂપણનો ઉત્તમ પ્રયાસ કરેલો છે છતાં તે એટલો સ્પષ્ટ નથી.
ઉપર્યુક્ત તથ્યોથી એટલું તો સ્પષ્ટ થાય છે કે કવિને પ્રત્યેક વિષયનું સાંગોપાંગ જ્ઞાન હોવું જોઈએ, ત્યારે જ તે દરેક વિષય પર અધિકારપૂર્ણ રીતે કલમ ચલાવવામાં સમર્થ થઈ શકે છે. ઉપર જોયું તે પ્રમાણે કેટલાક આચાર્યોએ કવિનું સ્વરૂપ અથવા તેની યોગ્યતાનું વર્ણન કરેલું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કાવ્ય-કારણ એ બીજું કંઈ નથી પણ કવિના ગુણો અથવા તેની યોગ્યતાનું જ કથન છે. આમ કવિની યોગ્યતા, બુદ્ધિમત્તા અને પ્રતિભા પર જ કાવ્ય-સર્જન અવલંબિત છે, તેથી કાવ્યનિર્માણમાં કવિની યોગ્યતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
ઉપર પ્રમાણે કવિના સ્વરૂપની વિસ્તારથી ચર્ચા કર્યા પછી હવે આપણે આચાર્યોએ આપેલા કવિના પ્રકારોની ચર્ચા કરીશું. વિભિન્ન આચાર્યોએ પોતાની વિચારસરણીના આધારે કવિના પ્રકારો પ્રસ્તુત કરેલા છે, તેમાં રાજશેખર અગ્રણી છે. રાજશેખરે કવિના પ્રકારો આપવામાં નીચે પ્રમાણે ૬ આધારો સ્વીકારેલા છે : (૧) વિષયવિવેચન (૨) અવસ્થા (૩) કાવ્યકલાની ઉપાસના (૪) પ્રતિભા (૫) રચનાની મૌલિક્તા અને (૬) અર્થાપહરણ.
(૧) વિષયવિવેચનના આધારે સર્વપ્રથમ ત્રણ પ્રકારો પાડેલા છે. શાસ્ત્રકવિ, કાવ્યકવિ અને ઉભયકવિ. શાસ્ત્રકવિના ત્રણ પ્રકાર છે – શાસ્ત્રોની રચના કરનાર, શાસ્ત્રમાં કાવ્યનો સમાવેશ કરનાર અને કાવ્યમાં શાસ્ત્રનો સમાવેશ કરનાર. કાવ્યકવિના આઠ પ્રકાર છે – રચનાકવિ, શબ્દકવિ, અર્થકવિ, અલંકારકવિ, ઉક્તિકવિ, રસકવિ, માર્ગકવિ અને શાસ્ત્રાર્થકવિ.
(૨) અવસ્થાના આધારે કવિના દશ પ્રકારો પાડવામાં આવ્યા છે – કાવ્યવિદ્યાસ્નાતક, હૃદયકવિ, અન્યાપદેશી, સેવિતા, ઘટમાન, મહાકવિ, કવિરાજ, આવેશિક, અવિચ્છેદી અને સંક્રામયિતા.
(૩) કાવ્યકલાની ઉપાસનાને આધારે ચાર પ્રકાર પાડેલા છે – અસૂર્યપશ્ય, નિષણ, દત્તાવસર અને પ્રાયોજનિક૭.
(૪) પ્રતિભાના આધારે ત્રણ પ્રકારો આપેલા છે – સારસ્વત, આભ્યાસિક અને ઔપદેશિક.
(૫) રચનાની મૌલિકતાને આધારે ચાર પ્રકારો પાડ્યા છે – ઉત્પાદક, પરિવર્તક, આચ્છાદક અને સંવર્ગકર.
(૬) અર્થાપહરણને આધારે પાંચ પ્રકારો છે – ભ્રામક, ચુંબક, કર્ષક, દ્રાવક અને ચિંતામણિ૩.
આચાર્ય વિજયવર્ણાએ માત્ર કાવ્યકવિના પ્રકારો પર વિચાર કરેલો છે. તેમના મતે