________________
126
પારુલ માંકડ
SAMBODHI
વ્યવસ્થા કહેવી યોગ્ય છે, વિપરીત નહીં.
એકરૂપ આનંદનો ભેદ કેવી રીતે કલ્પી શકાય ? વિષ્ણુલ એવા મનને ક્ષોભ અને વિક્ષેપ ઉચિત છે ?
પોતપોતાને પ્રાપ્ત કરી સદા આનંદ મેળવે છે. આનંદનું વિકાસ વગેરે કારણ કે કાર્ય નથી.
તે કારણત્વ કે રૂપ નથી જેમાં ચિત્તનું નિમીલન થાય, ત્યાદિનું કારણ તેની ઉપલબ્ધિથી આવતું નથી.
આના પ્રયત્નરૂપ સુખરૂપ રસના તાદાત્યને સો વર્ષ સુધી પણ કહેવું શક્ય નથી.
તેથી ચિત્તના આનુકૂલ્યથી દુઃખાદિમાં પણ જે થાય તે સુખાભિમાનરૂપ રસ છે. પાત્રોમાં મુખ્ય તે જ છે. તેથી અભિધીયમાન (કહેવાતો) અથવા શ્રયમાણ (સંભળાતો) આ સરસ છે એ રીતે સભાસદને ભાવિત કરે છે. તદ્ગત રસ પ્રીતિમાત્રને માટે જ છે, તદ્ગત રસ મુખ્ય નથી.
એ પછી રસના સ્વરૂપ વિષે પુનઃ ચર્ચા કરતાં સા. મી. કાર ૪૯ ભાવો વિષે જણાવે છે. સ્થાયી, સાત્ત્વિક અને વ્યભિચારીના ભેદોથી ૪૯ ભાવો કહ્યા તે બધા પ્રકર્ષરૂપ ભાવિત કરવા (=જાણવા). પ્રશ્ન થાય છે કે તો પછી રસને ૪૯ પ્રકારનો કેમ કહેતા નથી, માત્ર આઠ જ પ્રકારનો કેમ કહ્યો છે ? વળી જો આનંદની મનના વિકાસ, વિસ્તાર, ક્ષોભ અને વિક્ષેપને આધારે ચાર અવસ્થા ગણીને (રસ) આઠ પ્રકારનો શૃંગાર, હાસ્ય, વિકાસ, વિસ્તાર વગેરે) ગણતા હો તો તે પણ બરાબર નથી, કારણ કે જો ચાર અવસ્થા હોય તો માત્ર ચાર જ પ્રકારો કલ્પવા જોઈએ. (=આઠ નહીં) બધી મળીને કંઈ પારમાર્થિક અવસ્થા ચાર પ્રકારની નથી તેથી વિકાસ અને વિસ્તાર વચ્ચે અને ક્ષોભ અને વિક્ષેપ વચ્ચે પરસ્પર ભેદ નથી. આથી અવસ્થાના બે જ પ્રકારો કહેવા યોગ્ય છે. તેનો એક પ્રકાર કેવી રીતે કલ્પી શકાય ? વળી ક્ષોભ એટલે મનની અસ્થિરતા અને વિક્ષેપ એટલે વિશિષ્ટ પ્રકારનો લેપ. ક્ષોભ અને વિક્ષેપ કંઈ આનંદ ઉપજાવતા નથી. કારણ આવું મન સ્વાર્થના લોપને પ્રાપ્ત થયું હોય છે.
વળી આનંદની વિકાસાદિ કોઈ અવસ્થા હોતી નથી, કારણ તેનું લિંગ = કારણ નથી, કારણ કે તે વ્યભિચરિત થાય છે. મન થોડુંક જ વિકસે છે, પૂર્ણ નહીં. (એટલે કારણરૂપ નથી)વળી આનંદમાં ચિત્તનો લય થાય છે. આથી તે કાર્યરૂપ નથી, કારણ કે મન તો એ કાર્ય કરનારું છે. આમ કારણ પણ નથી, કારણ કે, અદ્ભુત વગેરે પછી વિકાસ અને વિસ્તાર જોવા મળે છે. વળી રત્યાદિ શૃંગારાદિનાં કારણો છે, રૂપ એટલે કાર્ય નથી. કારણ તે વિકાસાદિના પ્રયત્નનું સ્વરૂપ છે, આનંદ સુખરૂપ છે. આથી જ આસ્વાદમાં મનના વિકાસ વગેરેનો ઉપભોગ બરાબર નથી. કારણ દુઃખ વગેરેમાં પણ સુખદુઃખ અનુભવાતાં હોવાથી અભિમાનરૂપ રસ પાત્રમાં જ મુખ્ય છે. તર્ગત = તે પ્રમાણતાને સમજીને કવિઓ આનંદ પામે છે અને તે શ્રયમાણ અથવા અભિનીયમાન બન્ને સરસ છે એવું ભાવન કરતા સામાજિકો પ્રીતિમાત્રને પામે છે. તેમનામાં મુખ્ય રૂપે રસ નથી હોતો પણ ઉપચરિત થાય છે તેથી રસનો વ્યપદેશ કરવામાં આવ્યો છે એવો અર્થ છે.