________________
125
Vol. X, 1997
સાહિત્યમીમાંસામાં વિચારાયેલું રસસ્વરૂપ છે. તે અભિમાનરૂપ “અહંકાર'ના નામથી કલ્પાયો છે.
ભોજની જેમ સામી. કારે પણ સ્થાયી, વિભાવ, અનુભાવ, વ્યભિચારીને એની પ્રકૃછાવસ્થામાં રસરૂપે કલ્પીને તેમની વચ્ચેની ભેદરેખા દૂર કરી છે. ભોજમાં સા. મી. કારે મૂકેલા “વાત્માની મુળભૂત" એ શબ્દો આસ્થિત ગુણવિશેષમ્ વગેરે રૂપે વાંચવા મળે છે. શું પ્ર ૧/ ૪) આમ ભોજની જેમ સા. મી. કાર પણ રસિકોમાં રહેલ રસધર્મ એ જ અદાર એમ માને છે.
હવે પ્રશ્ન થાય છે કે શું આ રત્યાદિઓ પોતાના વડે, પોતાના આલંબન (ભાવ) વડે ઉત્પન્ન થતા (તેઓ) સર્વના ભાવોને ઉત્પન્ન કરે છે કે કોઈકના ? તેમનું અધિષ્ઠાન શું ? (અર્થાતુ આ રત્યાદિઓ ખરેખર કોના અને તેમનું અધિષ્ઠાન કોનું હૃદય?) જો તેઓ બધાંના હોય તો પછી આખું જગત રસિક કહેવાત પણ તેમ જણાતું નથી, કારણ કે, કોઈક આસ્તિક (= ખરેખર રસિક જોઈએ) તો કોઈક નીરસ છે અને જે દષ્ટ હોય (પ્રત્યક્ષ હોય) તેનાથી વિપરીત જાણવું શક્ય નથી. આથી રત્યાદિ ભાવો કંઈ સર્વના હોતા નથી, કોઈકના હોય છે. તેથી નિયમથી નિયમિત અભિધાન કરવું ઘટે.
આમ કંઈક તો છે જ (અને) એમ જ કહેતા હો તો પછી તે દષ્ટ કે અદષ્ટ હોવું જોઈએ. અદષ્ટ નથી, કારણ કે પ્રાપ્ત થાય છે. દષ્ટ તો સાધારણ હોય. આથી પહેલાંનો દોષ લાગશે. (એટલે કે સર્વ જગત રસિક બનશે.) આથી અસાધારણ એવું કંઈક અહીં આશ્રય કરીને રહ્યું છે તો તે શું છે? ક્યાં છે? (ઉત્તર છે) તે જ “અહંકારી' (?) નામથી ઓળખાય છે. આમ અહંકારને આશ્રયે રહેલું (તે કંઈક) આ પ્રમાણે કલ્પી શકાય છે. તે વિશિષ્ટ અને અદષ્ટજન્મા છે. દષ્ટ કોઈકનું છે એમ જો કહેતા હો તો વિભાવાદિ સાથે જ રતિની ઉત્પત્તિ થતી હોવાથી (તે દષ્ટ) અપેક્ષણીય છે. સર્વ ઉત્પત્તિમય (= ઉત્પન્ન થનારી) વસ્તુઓનું નિમિત્ત અદષ્ટ જ હોય છે. એવું કલ્પનાગૌરવ શા માટે? આમ અહીં કારણોનો સમૂહ પણ અદષ્ટ હોતાં વૈકલ્યને કારણે કાર્ય ઉત્પન્ન થતું નથી અને તે દેખાતું નથી. આથી ભાવની ઉત્પત્તિ થાય છે એમ અત્યારે લાગે છે. આમ સા. મી. કાર અભિમાનઅહંકારને સમજાવે છે.
રસનું રત્યાદિ વગર પણ ત્યાં ત્યાં ઉપલક્ષણ છે, જેમકે, હરતુ વિચિત વગેરે.
સા. મી. કાર આગળ નોંધે છે કે મનની વિકાસ, વિસ્તાર, ક્ષોભ અને વિક્ષેપ-આ ચાર અવસ્થાઓ કોઈકે (=. . 1) આપી છે.
પ્રકર્ષને પામેલા ભાવો ૪૯ છે અને તે વિભાવનીય છે. તેને આઠની સંખ્યામાં જ શા માટે નિયમિત કરવામાં આવે છે?
ચાર અવસ્થામાં રસના આઠ પ્રકારો કેવી રીતે? અને ચાર અવસ્થા પારમાર્થિક કઈ રીતે ગણાય ?
(ખરેખર તો) વિકાસ એ જ વિસ્તાર છે. ક્ષોભ એ જ વિક્ષેપ છે તેથી બે જ પ્રકારની