________________
l24.
પારુલ માંકડ
SAMBODHI
વળી વાક્યની અર્થપ્રતીતિમાં જ્ઞાન અને ઉત્પત્તિનો એક જ વ્યાપાર નથી, ઉદેશય પણ એક જ છે. આથી જ રસ અને કાવ્યના ભાવ્ય-ભાવક સંબંધનો નિર્વાહ થાય છે.
આથી આચાર્યોએ કહ્યું છે –
પ્રકરણાદિ વડે વાચ્ય એવી બુદ્ધિમાં જેમ ક્રિયા રહેલી હોય છે, જેમ વાક્યર્થ કારક વડે યુક્ત હોય છે, તેમ સ્થાયી ભાવ બીજાઓ વડે યુક્ત હોય છે. (= વિભાવાદિ વડે).
રસ રસિકનો જ (= સામાજિકોનો જ) હોય છે, કારણ આસ્વાદ્ય છે, અનુકાર્યનો નહીં, તેમાં રહેતો નથી અને કાવ્ય પણ તત્પરક (અનુકાર્યપરક) હોતું નથી.
વાક્યથી જ થતી રસપ્રતીતિમાં પ્રમાણ કહે છે – પ્રબંધના શ્રવણ પછી આનંદની સંવિતુથી ઉત્પન્ન થયેલાં પુલકાદિ ચિહ્નો શ્રોતામાં પ્રત્યક્ષ જોવા મળે છે – (આ પણ સહૃદયોમાં રસ રહેતો હોવાનું પ્રમાણ છે).
વાક્યર્થ રસ છે એ ‘ફૂલી રિનાનને' – વગેરે વાક્યો વડે જણાય છે. કેવી રીતે તે પ્રતિપાદ્ય ન હોય ? “કારણ તે તે રસના અવિનાભૂત વિભાવાદિને સમર્પક વિશિષ્ટ એવો કવિનો ગુંફ રસનો પ્રતિપાદક બની રહે છે.”
આમ સા. મી. કાર રસનું અધિષ્ઠાન સ્પષ્ટ રીતે સામાજિકને જ માને છે અને ‘થાયી વ ર:'ની પરંપરા સ્વીકારતા હોવા થતાં પણ રસને આનંદરૂપ માને છે. શક્ય છે કે સા. મી. સર્વ રસોને આનંદરૂપ માનતી હોય. સી. મી. માં શૃંગારની વિભાવના સા. મી. કાર ભોજને કિંચિત્ અનુસરીને અહંકારરૂપ શૃંગારની વિચારણા કરે છે.
विशिष्टादृष्टजन्मा यमजमीनामन्तरात्मा (?)१७ ॥ स्वात्मगामिगुणोद्भूतेरेको हेतुः प्रकाशते । विभावैश्चानुभावैश्च स्थायिभिर्व्यभिचारिभिः ॥ स चेतसा रस्यमानो रसतां प्रतिपरूते । तथाभिमानोऽहङ्कारः श्रृङ्गार इति चोच्यते ॥ सहकारियुतेविरर्थसिद्धिरतः परम् ।
अहङ्कारख्यया किञ्चित् किमर्थं गुरु कल्प्यते ॥ વિશિષ્ટ, જેનો જન્મ (= ઉત્પત્તિ) અદષ્ટ છે, જે પ્રાણીઓના અંતરાત્મારૂપ છે. (અનેક જન્મોના અનુભવથી) પોતાના તરફ જતા ગુણોમાંથી (અર્થાત) સ્વગુણો – આત્મસમ્યગુણોમાંથી) ઉત્પન્ન થયેલો તે (= અહંકારરૂપ શૃંગાર) “એક હેતુનું પ્રકાશન કરે છે, (અને) વિભાવ, અનુભાવ, સ્થાયી અને વ્યભિચારીઓ વડે પ્રકાશિત થાય છે. સચેતસો વડે રસ્યમાન થતો રસતાને પ્રતિપાદિત કરતો અભિમાનરૂપ “અહંકાર' જ શૃંગાર કહેવાય છે. સહકારી ભાવોથી તેની પરમ અર્થસિદ્ધિ થાય