________________
127
vol. XI, 1997
સાહિત્યમીમાંસામાં વિચારાયેલું રસસ્વરૂપ આ બધા પ્રશ્નોનો યથાક્રમ ઉત્તર સા. મી. કાર નીચે પ્રમાણે આપે છેe.
બધા ભાવોનું રસત્વ છે. મુખ્યત્વે એક જ રસ ( =અહંકારરૂપ શૃંગાર) છે. અન્ય ભાવો સાથે રસત્વના મિલનમાં લવણાકરનું જ સામ્ય રત્યાદિમાં છે. આથી આનંદ એકરૂપ હોવાથી (રસના) ભેદો કહેવા શક્ય નથી. છતાં પણ ચન્દનાદિ જેમ સુખમાં જ યોજાય છે તેમ શૃંગારના ધર્મ વગેરે ભેદો (ધર્મ, અર્થ વગેરે) કહ્યા છે : ક્ષોભનો શબ્દ વડે ઉપસ્થાપિત એવો સ્વરૂપનો કોઈ હેતુ રસ પ્રત્યે હોતો નથી, જેને શબ્દશક્તિ વડે જોવામાં આવ્યો નથી કે પ્રતિપાદિત કરવામાં આવ્યો નથી. આમ અવસ્થાઓના કારણત્વની બીજી સંમતિ ઇષ્ટ નથી. આ અવસ્થાઓ જ (વિકાસ વગેરે) નિમિત્તરૂપ હોવાથી તેને આદ્ય હેતુ કહી છે.
અમારા મતે (= સામી. કારના) સામાજિકોનું રસમાં શરણ તે જ સંવિત્ છે તે જ રીતે સામાજિકોના હૃદયમાં રસપોષ થાય છે. પાત્રગત રસ તો ન્યૂન કે ગૌણ છે. કવિ તો સામાજિકોના રસને માટે વાક્ય વડે પ્રતિપાદન કરતા હોય છે. (પૃ. ૮૨).
આમ સર્વ ભાવો રસીભૂત થાય છે એમ જે કહ્યું છે તે બરાબર નથી. સ્થાયીઓનું લવણાકર જેવું છે કારણ કે ચિત્તમાં રહેલા તેઓ બધા સંબંધીઓને સ્વરૂપ તરફ લઈ જતા હોવાથી તેની વૃદ્ધિ કરવામાં સમર્થ છે. પૂર્વપક્ષ કહે છે હોય એવું એવો આ નિયમ વળી શું છે ? કોણ જાણે છે ? વસ્તુનો સ્વભાવ કંઈ સંબંધને યોગ્ય હોતો નથી. સિદ્ધાંતી જણાવે છે કે પરંતુ અહીં તો અનુભૂતિ જ એકમાત્ર પ્રમાણ છે. રસની ચાર અવસ્થા (વિક્ષેપ વગેરે) અને આઠ પ્રકારો કેવી રીતે હોય તે પ્રશ્ન પણ બરાબર નથી, કારણ સામગ્રીમાં અંતર છે. રત્યાદિસહિત જેનો વિકાસ થાય છે તે શૃંગારસામગ્રી છે. હાસ વગેરે સહિત હાસ્યની સામગ્રી જુદી જ છે એવું બીજે પણ (= બીજા રસોમાં) જાણવું. વિકાસ વિસ્તારનો અને ક્ષોભ વિક્ષેપનો પર્યાય નથી. વિકસિતને વિસ્તૃત ન કહેવાય અને સુભિત થયેલાને વિક્ષિપ્ત ન કહેવાય. એકરૂપવાળા આનંદનો કારણઔચિત્યને કારણે સુંદરીએ લગાડેલ ચંદનના સ્પર્શ અને સંગીતના સુખની જેમ ભેદવ્યવહાર ઘટે છે. શબ્દના ઉપસ્થાપનના માહાભ્યને લીધે ક્ષોભ વગેરેની પ્રતિકૂળતાનું પણ રસમાં ઉપાયરૂપ– સહ્ય બને છે. અનુપપન્ન એવું કંઈ નથી, વિકાસ વગેરે રસના કંઈ કારણ નથી તેમ માનવું નકામું છે. કારણ તેઓ પાછળથી થનાર છે. આથી ફળનું સ્વરૂપ જુદું જ છે. વિસ્મયથી વિક્ષોભ અને વિકાસથી આનંદ આવે છે એવું સમાધાન થાય છે પણ વિકાસાદિ નિમિત્ત નથી. ઉપાદાનકારણ સત્યાદિ છે અને તેનાથી જનિત થતો, અતિશય ગુણથી સંપન્ન યોગ્ય પાત્રોનું આલંબન કરનાર તેના સંવિધાનમાં
ઔચિત્યની ભાવનાયુક્ત સામાજિકોના આત્મામાં ઉત્પન્ન થતા આનંદને “રસ' એમ કહેવાય છે. આમાં પ્રમાણ અનુભવ છે. ભગવતી પ્રીતિનો વિષય એવા સત્ત્વ (= સાત્ત્વિકભાવ ?)ના ઉપગમમાં સંવિત જ શરણ છે એમ આચાર્યોએ કહ્યું છે. આમ રસનું તદર્થ અર્થાત્ સામાજિકના રસને માટે કવિએ વાક્ય વડે પ્રતિપાદન કર્યું હોય છે.