________________
121
Vol. X, 1997
સાહિત્યમીમાંસામાં વિચારાયેલું રસસ્વરૂપ હેતુ વડે–વિભાવો વડે, જેમકે, ખૂબ કાળાં વાદળોના ઘેરાવાથી જ વૃષ્ટિ થાય. કાર્ય દ્વારા એટલે આંગિક, વાચિક અને સાત્વિક તથા આહાર્યરૂપ એમ ચાર પ્રકારના અનુભાવો વડે. વિશિષ્ટ નદીને ભરી દેતી વર્ષાની જેમ, સહચારીઓ વડે એટલે સ્મૃતિ વગેરે રૂપ વ્યભિચારીઓ વડે એટલે કે એક ચક્ર વડે અન્ય ચક્રના ગમનના શબ્દ વડે કાવ્યમાં ભાવોનું અવગમન થાય છે. આથી આચાર્યો કહે છે, “ભાવો ચાર પ્રકારના છે.” (એ પછી કૃતિમાં થોડું છૂટી ગયું છે). આ ભાવો રસોના ઉપાદાન કારણભૂત ઇત્યાદિ વડે વ્યક્ત થાય છે. (એવી નોંધ પછી વાંચવા મળે છે.)
આમ સામી. કારે વિભાવો વગેરેની સમજૂતી પ્રસિદ્ધ દષ્ટાંતો આપીને સમૃદ્ધ કરી છે. હવે દશરૂપકને અનુસરીને “રસનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે -
विभावैरनुभावैश्च सात्त्विकैर्व्यभिचारिभिः । आनीयमानः स्वादुत्वं स्थायी भावो रसः स्मृतः ॥
-(સ. મી. પૃ. ૧૨) વિભાવ, અનુભાવ, સાત્ત્વિક અને વ્યભિચારી ભાવ વડે સ્વાદુત્વને પ્રાપ્ત કરાતો સ્થાયી ભાવ રસ” કહેવાય છે.
આમ સ્પષ્ટ છે કે સામી. કાર સીધેસીધો સ્થાયી ભાવને જ રસ કહે છે. આ લક્ષણ દશરૂપકને લગભગ અક્ષરશઃ મળતું આવે છે".
આમ સા. મી. કાર ભરતથી જુદી રીતે રસનું લક્ષણ આપે છે. તેમણે દશરૂપકકારની જેમ જ વિભાવાદિ સાથે સાત્ત્વિક ભાવોને જુદા તારવીને ઉલ્લેખ્યા છે. ભરતમાં આવું નથી. ભારતે તો રસસૂત્રમાં “સ્થાયીનો ઉલ્લેખ પણ કર્યો નથી અને વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી જ રસનિષ્પત્તિ વિચારી છે. આમ “સ્થાયી લક્ષણમાં મૂકવાથી આ લેખક પણ લોલૂટાદિની જેમ
થાયી વ રસ:'ની પરંપરા સ્વીકારે છે. ટૂંકમાં આસ્વાદ્ય એવો સ્થાયી એટલે રસ. જયારે અભિનવગુપ્ત “થિવિતક્ષનો રસઃ'ની પરંપરા સ્વીકારે છે. શંકુકે પણ કહ્યું હતું કે ત=લોલ્લટના ખંડન દરમ્યાન) ભરતે રસસૂત્રમાં “થાયી' શબ્દ મૂક્યો હોત તો શલ્યરૂપ ગણાત, નથી મૂક્યો તે ઉચિત છે. અનુમિતિવાદી શ્રી શંકુક પણ રસ સ્થાયીથી વિલક્ષણ છે એમ માનતા હોવાનો પૂરો સંભવ છે. પરંતુ અગાઉ નોંધ્યા પ્રમાણે સા. મી. માલવપરંપરાને ઝીલતી કૃતિ હોવાથી . . ને અનુસરીને રસલક્ષણ આપે છે. રસનું સ્વરૂપ :
સા. મી. કારે રસને તાત્પર્યશક્તિ દ્વારા ગતાર્થ થતો બતાવ્યો છે. તે પહેલાં તાત્પર્યવૃત્તિની સ્થાપના કરી છે. આરંભમાં જ કહ્યું છે કે વાક્ય વડે કવિ દ્વારા રસનું પ્રતિપાદન થાય છે. વાંચો :
रसस्तदर्थ कविना वाक्येन प्रतिपादितः । (पृ. ८२)