________________
122
SAMBODHI
પારુલ માંકડ તદર્થ એટલે સામાજિકોના રસને માટે એવો અર્થ છે. આમ અહીં ગ્રંથકાર સામાજિકોને પણ રસ સાથે જોડે છે. રસને તાત્પર્ય શક્તિથી ગતાર્થ થતો બતાવતાં સા. મી. કાર નોંધે છે :
अपदार्थोऽपि वाक्यार्थो रसस्तात्पर्यवृत्तितः । (पृ. ८५) વૃત્તિમાં સા. મી. કારે આનું વિગતે પ્રતિપાદન કર્યું છે. એ સાચું છે કે પદાર્થનો અન્વય તે વાક્યર્થ છે અને તે જો તાત્પર્યવૃત્તિનો વિષય હોય તો તાત્પર્યના અભાવમાં પદનો અન્વયાર્થ પણ વાક્યર્થ નહિ થાય અને અન્ય તાત્પર્યવિષયક અર્થ પણ વાક્યર્થ બનશે. જેમકે, વિષ યુતિ - અહીં હિતેચ્છુ પિતાનો વિષભક્ષણમાં તાત્પર્યનો અભાવ હોવાથી વિષભક્ષણ જેવું અનિષ્ટ કરનારા બીજાના ઘરના ભોજનમાંથી નિવૃત્તિ એટલે તેને ત્યાં ભોજન ન કરવું એવા અભિપ્રાયયુક્ત યોગ્ય અર્થ છે. આમ અહીં અપદાર્થ હોવા છતાં પણ રસ તાત્પર્યગોચર હોવાથી તેનું વાક્યર્થત્વ દૂર થતું નથી. આ વ્યુત્પત્તિસિદ્ધ છે. એ પછી આના સમર્થનમાં ગ્રંથકારે મમ્મટનું
લાક્ષધિયતાવશદ્ વગેરે પ્રસિદ્ધ ઉદ્ધરણ પણ ટાંકર્યું છે.
પૂર્વપક્ષ કહે છે હશે, પરંતુ બીજી કશ્યામાં અવગાહન નહીં કરનાર તાત્પર્ય જ પહેલું છે. આથી વિભાવાદિ પદાર્થના સંસર્ગથી પ્રતીત થતા વાક્યની તેનાથી અવિનાભૂત શમાદિના રસરૂપી દ્વિતીય કક્યા છે. પરંતુ આનું અતિક્રમણ કરીને તૃતીય કશ્યામાં આવતું તત્સદશ સામાજિકોને થતું રસપ્રતિપાદન તો ધ્વનિનો વિષય છે, તાત્પર્યનો કેવી રીતે ?
આના પ્રત્યુત્તરમાં ગ્રન્થકાર પોતાના મતની સ્થાપના કરતાં ર. . ને પણ ઉદ્ધરે છે. જેમ તાત્પર્ય ઉદ્દેશ્ય ન હોવાથી પ્રથમ પર્વને = કક્ષાને છોડીને બીજા પર્વમાં આવે છે તેમ આને પણ છોડીને ત્રીજાને સ્પર્શે– આચાર્યોએ કહ્યું છે :
તે, તે કલ્યાના ભેદમાં બહુધા (તાત્પર્યવૃત્તિ) પ્રસરતી હોવા છતાં ઉદ્દેશ્ય જયાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી પ્રવર્તે છે.
- “તાત્પર્યની આટલે સુધી વિશ્રાન્તિ એવું શા માટે ? જયાં સુધી કાર્યનું પ્રસારણ થાય ત્યાં સુધી તાત્પર્ય જઈ શકે છે, તાત્પર્ય કંઈ ત્રાજવાંથી તોળાતું નથી કે આટલું એટલે તાત્પર્ય) તેથી કશ્યાવિભાગ વડે વાક્યતાત્પર્યનો સમૂહ યથારુચિ–અભિધા, વસ્તુધ્વનિ અથવા વૃત્તિ જ છે અથવા તો ત્રણેય વૃત્તિથી જુદું તે તાત્પર્ય છે માટે બીજી વૃત્તિ (=વ્યંજના?) કલ્પવાની જરૂર નથી, કારણ કે વિદ્વાનોમાં તે પ્રસિદ્ધ નથી. લૌકિક શબ્દવૃત્તિમાં પણ કાવ્યની પદ્ધતિ યોજવી જોઈએ.”
પ્રતીતિનો ક્રમ કલ્યાના ભેદથી વિચારાયો છે. આથી વૃત્તિ અને તાત્પર્યના ભેદનો ઉપન્યાસ કરવામાં આવે છે.
આમ સા. મી. કાર રસને તાત્પર્યથી સિદ્ધ કરી હવે રસનું તાત્પર્યવિષયત્વ દર્શાવતાં કહે છે.