________________
120 પારુલ માંકડ
SAMBODHI વળી જેમ બહુ દ્રવ્ય અને વ્યંજનોથી યુક્ત ભોજન ભોજનવિદો આસ્વાદે છે તેમ રસોનો આસ્વાદ સંભવી શકે.
જેમ સર્વ પ્રકારનાં રસાયણો મધથી બલપ્રદ બને તેમ જ એક સાથે મળીને રહેલા વિવિધ ભાવોનું પણ સમજવું. આ સંદર્ભમાં બીજું પણ એક દષ્ટાંત સા. મી. કાર આપે છે.
रसविद्धं यथा तानं लोहत्वं प्रतिपद्यते । स्थायिविद्धास्तथा भावा भजन्ते रसनीयताम् ॥
-(પૃ. ૧૮) જેમ પારાથી હરસ-પારો) વધેલું તાંબું લોહત્વમાં પરિણમે છે તેમ સ્થાયીથી વિદ્ધ થયેલા ભાવો રસનીયતાને પામે છે.
પ્રતિકૂળ સ્વભાવના ભાવાની રસનીયતા રસનિષ્પાદકત્વથી બની રહે છે એનું પ્રસિદ્ધ ઉદા. તં વીફ્ટ વેપશુમત સરસાયષ્ટિ વગેરે છે. અહીં આકસ્મિક દર્શન વગેરેથી સમુસ્થિત થયેલા આવેગ અને સંક્ષોભ નૈસર્ગિક રીતે જ પાર્વતીની રતિને નિષ્પાદિત કરે છે અને પોતે પણ (અર્થાત તે ભાવો પણ) રસ્યતાને પામ્યા છે.
બીજું ઉદા. સ્થાયીમાં અંતર્વર્તી (ભાવો) હોય ત્યારનું છે. જેમકે, યા ન્યા મુહુર્વતિત રમીનને ત, વગેરેમાં. અહીં માધવની માલતી વિષેની રતિમાં અંતર્વર્તી રહેલા વિM લિ. વગેરે વાણીથી આરંભાતા અને અનુભાવિત થતા વ્યાધિ વગેરે ભાવો પણ આસ્વાદાય છે.
એ જ રીતે રસાનુધા (રસથી અનુવિદ્ધ) ભાવો, જેમકે, નવગ્રાહં વિમતુ તો..વગેરેમાં અહીં લાંબા સમયની તપશ્ચર્યા પછી કલેશ વગેરેથી જનિત નિર્વેદ, ગ્લાનિ, શ્રમ વગેરે (ભાવો) પાર્વતીની પરિભાષણપ્રાર્થનાપરક વાણીથી આરંભાતા અનુભાવોને સૂચિત કરતી નૈસર્ગિક (રતિ) વડે વિસ્તારાય છે.
આમ પ્રતિકૂળ ભાવો ત્રણ પ્રકારે આસ્વાદાય છે.
કાવ્ય વડે ભાવોની સમજણ સર્વથા ઇચ્છનીય છે. આ ભાવો કેવા હોવા જોઈએ ? તો સામી. કાર નોંધે છે :
मनोहरैर्हेतुकार्यसहकारिस्ववाचकैः ।
काव्यैः समस्तैर्व्यस्तैर्वा भावावगतिरिष्यते ॥ સ્વના વાચક એવા મનોહર હેતુ (વિભાવ) કાર્ય (અનુભાવ) અને સહકારીથી યુક્ત કાવ્ય વડે સમસ્ત અથવા વ્યસ્તરૂપે ભાવોને જાણવા જોઈએ –ભાવોનો બોધ ઇચ્છવો જોઈએ.
સા. મી. કાર વૃત્તિમાં નોંધે છે કે હેતુથી એટલે આલંબન અને ઉદીપન એમ બે પ્રકારના