________________
Vol. xxx, 1997 સાહિત્યમીમાંસામાં વિચારાયેલું રસસ્વરૂપ
119 જેમ મીઠું થતું હોય તેવા સ્થળમાં બધે મીઠું જ પ્રાપ્ત થાય તેમ સ્થાયીમાં નિવિષ્ટ થયેલા ભાવો એતરૂપતાને જ–સ્થાયિરૂપતને જ–સ્થાયિત્વને જ પ્રાપ્ત કરે છે એવો અર્થ છે.
એ પછી વિરદ્ધ ભાવો વિષે સામી. કાર સોદાહરણ ચર્ચા કરે છે. ભાવો ભલે વિરદ્ધ હોય પણ જે કવિના કૌશલબળથી નિરૂપવામાં આવ્યા હોય તો આશ્રયના સંબંધને કારણે વિશેષ શોભા પામે છે. આમ ક્યારેક સાક્ષાત્ આશ્રયના સૌન્દર્યને લીધે અયોગ્ય વસ્તુમાં પણ શોભાવૃદ્ધિ થાય છે, જેમ કે સુંદર સ્ત્રીની આંખોમાં અંજન, જે કાળું હોવા છતાં શોભે છે.
क्वचिदाश्रयसौन्दर्यात् धत्ते शोभामसाध्वपि । कान्ताविलोचनन्यस्तं मलीमसामिवाञ्जनम् ॥
- (સ. પી. પૃ. ૧૧). ભરતમુનિને અનુસરીને “મનુષ્યોમાં જેમ રાજા, શિષ્યોમાં જેમ ગુરુ તેમ ભાવોમાં સ્થાયી મહાન છે.” એમ જણાવ્યું છે. આઠ સ્થાયી ભાવોને સામી. કારે રસના હેતુઓ કહ્યા છે.
रतिहासौ तथोत्साहविस्मयौ च क्रुधाशुचौ ।
जुगुप्सा भयमित्यष्टौ स्थायिनो रसहेतवः ॥ આમ સા. મી. કારે સ્થાયીને હેતુભૂત – કારણભૂત ગણ્યો છે.
એ પછી પૃ. ૫૫થી ૫૭ સુધી સાત્ત્વિક અને વ્યભિચારી ભાવોની ચર્ચા ભરતાદિને અનુસરીને કરી છે. કેટલાકમાં નામભેદ છે, જેમકે, રોમાંચ નામના સાત્ત્વિક ભાવનો ‘તન્યોત નામે ઉલ્લેખ કર્યો છે.
પ્રતિકૂળ સ્વભાવના ભાવો “રસતાને કેવી રીતે પ્રાપ્ત કરે અથવા તો તેમનો “રસોપયોગ કઈ રીતે સંભવી શકે એ અંગે સામી. કારે રસપ્રદ ચર્ચા કરી છે.
प्रतिकूलस्वभावानां भावानां रसनीयता । रसनिष्पादकत्वेन स्थाय्यन्तर्वर्तनेन वा ॥ यथा बहुद्रव्ययुतैर्व्यञ्जनैर्बहुभिर्युतम् । आस्वादयन्ति भुञ्जाना भक्तं भक्तविदो जनाः ॥ यथौषधिरसाः सर्वे मधुन्याहितशक्तयः ।
વિમાન વર્તતે તÁવા મન્વન્ત (2) i (૨) (સા. ની. પૃ. ૧૮) પ્રતિકુળ સ્વભાવના ભાવોની રસનીયતા બે રીતે સંભવી શકે : (૧) રસનિષ્પાદકત્વથી અથવા (૨) સ્થાયીમાં (ભાવો) અંતર્વર્તી થવાથી.