________________
166
કલ્પના કનુભાઈ શેઠ
SAMBODHI
ઈમ જે ચારિત લઈ પાલિયઈ, તે લહિસ્યઈ બહુ સુષ્મ, પુજ્ય હસ્ય ઈહ ભવિ સહુ લોક નઈ, પરભવિ વરસ્યઈ મુક્ત. ૪. પંડ. છઠઈ અંગઈ એહ અરથ કૌલ, ઓગણીસમઈ અઝયણ, મન પિર કરિના સંયમ ઊપરઈ, સાધુ ભણીએ કહણ. વર્ધમાન સ્વામી સય-મુખિ સુણી, ગણહર સોહમ સ્વામિ, ઊભતિ ભાંતિ દિખાડી લોકનઈ, લેઈ જંબૂ નામ. ગચ્છ વડઉ ખરતર જગિ જાંણીયઈ, સુધ્ધ પરંપર ધાર, અભયદેવસૂરિ સરિખા જિહાં થયા, વૃતિ નવાંગીકાર. સુધરમ સ્વામી પટ્ટાનુક્રમઈ, યુગ પ્રધાન જિમ ચંદ, ભાગ્યવંત ભટ્ટારક તિણ ગચ્છઇં, સેવઈ નરપતિ વૃદ. સાહિ અકબર જિણિ પ્રતિ બોધીયલ, યુગ પ્રધાન પદ દીધ, જીવદયા વરતાવી જગ માંહે, સોભા અધિકી લીધ. તાસુ શીસ વડવખતી દીપતા, પુણ્ય પ્રધાન વિજાય, સીસ સુમતિસાગર મતિઆગર, પરગટ પંડિતરાય. સાધુરંગ તસુ શિષ્ય સોહામણાં, સીસ તાસ રાજસાર, ભવીયણનઈ ઉપગાર ભણી ભણઈ, બે બંધવ અધિકાર. કીધઉ સંવત સતર તિડોત્તરઈ, સુદિ સાતમિ પોસ માસ, રાજઈશ્રી જિનસાગરસૂરિ નઈ, પહિલઉ એહ પ્રયાસ. અહમદાવાદ નગર અતિ દીપલઉં, જિહાં શ્રીસંઘ સનૂર, શાંતિનાથ સુપસાયઈ તિહાં કહ્યઉં, અરથ એ અધિક પડૂર. સંધિ સુણ એ માનવ મન દેઈ, રાજસાર કહંઈ એમ, ફલઈ મનોરથમાલા નવનવી, હોવઈ આણંદ, ખેમ.
૧૪. પંડ. ઇતિ શ્રી પુંડરિક કુંડરીક મુનિ સંધિ સમાપ્ત // સંવત ૧૭૧૭ વર્ષે, વૈશાખ સુદિ ભોમે, શ્રીપત્તને શ્રીવિનયપ્રભસૂરિણાં લિખિત વામાન ચિરનિદ્યાત.