________________
રાજસારકૃત પુંડરીક-કુંડરીક-સંધિ
કલ્પના કનુભાઈ શેઠ પ્રાસ્તાવિક :
પ્રાચીન – મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિકસેલા અનેક લઘુકાવ્ય પ્રકારોમાં સંધિકાવ્ય” કાવ્ય પ્રકાર સ્વરૂપને અંગે વિષયવસ્તુની અપેક્ષાએ નોંધપાત્ર છે. અહીં એક અપ્રકાશિત કૃતિ જિનસાગરસૂરિ શિષ્ય કવિ રાજસાર કૃત ‘પુંડરીક કુંડરીક સંધિ’ને સપરિચય પ્રસ્તુત કરવામાં આવી છે. પ્રતવર્ણન અને સંપાદન પદ્ધતિ :
પ્રસ્તુત કૃતિનું સંપાદન લાદ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના (અમદાવાદ) મુનિશ્રી પુણ્યવિજયજી ગ્રંથભંડારની એકમાત્ર પ્રત ક્રમાંક ૨૫૯૨ પરથી કરેલ છે. પ્રત્યેક પત્રનું માપ ૨૬.૦ * ૧૦.૬ સે. મી. છે. બન્ને બાજુએ ૨.૩ સે. મી.નો હાંસિયો છે. પત્ર ક્રમાંક પત્રની ડાબી બાજુએ લખેલો છે. પાતળા કાગળની આ પ્રતિ દેવનાગરી લિપિમાં લાલ તથા કાળી શાહી વડે લખાયેલ છે.
શ્લોક ક્રમાંક કાળીશાહી વડે લખાયેલ છે. અને તેના પર લાલ શાહીનાં ટપકાં કરેલ છે. મધ્યમાં ફૂદડીની ખાલી જગ્યા છોડવામાં આવેલી છે. પ્રતની રચના મિતિ સંવત ૧૭૦૩ પોષ સુદ સાતમ દર્શાવવામાં આવેલ છે. તે અમદાવાદ મળે મુનિ રાજસાર દ્વારા રચવામાં આવેલ છે.
આરંભ : કોઈ સૂચન નથી.
અંત : ઇતિ શ્રી પુંડરીક કુંડરીક મુનિ સંધિ સમાપ્તઃ | સંવત ૧૭૧૭ વર્ષે વૈશાખ સુદિ ૧૧ ભોમે, શ્રીપત્રને / શ્રીવિનયપ્રભસૂરિણા લિખિતઃ વાચ્યમાન ચિરંનિધાતુ
સંપાદનમાં સર્વત્ર પ્રતનો મૂળપાઠ કાયમ રાખ્યો છે. કાવ્યના કર્તા : કવિ રાજસાર
કાવ્યની પ્રશસ્તિ પરથી એના કર્તા રાજસાર હોવાનું અને કૃતિની રચના સંવત ૧૭૦૩(ઈસ. ૧૬૪૭)માં અમદાવાદમાં થઈ હોવાનું કહી શકાય.
કીધઉ સંવત સત્તરતિડોત્તરઈ, સુદિ સાતમ પોસ માસ, રાજઈશ્રી જીનસાગરસૂરિનઇ, પહિલઉ એહ પ્રયાસ.” ૧૨.પંડ અહમદાવાદનગર અતિ દીપલઉ જિહાં શ્રીસંઘ સનર શાંતિનાથ સુપસાઈ તિહાંકહ્યઉં, અરથ એ અધિક પંડૂર.” સંધિ સુણઉએ માનવમન દેઈ, રાજસાર કહંઈ એમ, ફલઈ મનોરથ માલા નવનવી, હોવઈ આણંદ ખેમ.
શિક પંડર
૧૩. પંડ
૧૪. પંડ