________________
148
કલ્પના કનુભાઈ શેઠ
SAMBODHI
કવિ વિષે આ કૃતિમાંથી આટલી માહિતી મળે છે કે તેઓ ખરતરગચ્છના અભયદેવસૂરિની પરંપરામાં જિનસાગરસૂરિના શિષ્ય છે.
ગચ્છ વડઉ ખરતર જગ જાંણીયઈ, સુધ્ધ પરંપર ધાર, અભયદેવસૂરિ સરિખા જિહાં થયા, વૃતિ નવાંગીકાર. ૭. પંડ
કાવ્યનો સાર મુનિ રાજસાકૃત ‘પુંડરીક કુંડરીક સંધિ' લઘુકાવ્યમાં કવિએ ચરિત્રપાલનનો મહિમા ગાયો છે.
પુંડરીકિણી નગરીમાં મહાપા નામે રાજા, પતિભક્ત પદ્માવતી પટરાણી, પુંડરીક કુંડરીક નામે બે પુત્રો, નગરીમાં પધારેલ મુનિ. દેશના સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા ગ્રહણ કરી. રાજ્યભાર મોટા પુત્ર પુંડરીકને સોંપ્યો અને નાના પુત્રને યુવરાજપદે સ્થાપ્યો. મુનિ બનેલ મહાપદ્મ ચારિત્ર પાળી અંતે સંલેખનાપૂર્વક મૃત્યુ પામી મોક્ષે ગયા.
પુંડરીક સારી રીતે રાજ્યકારભાર સંભાળે છે. અને યુવરાજ કુંડરીક એમાં સહાય કરે છે. પ્રજામાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રવર્તે છે. નગરઉદ્યાનમાં એક મહામુનિ પધારતાં બન્ને બંધુઓ તેમની દેશના સાંભળવા જાય છે. બન્ને ભાઈઓ દેશના સાંભળી વૈરાગ્ય અનુભવે છે પણ મોટા ભાઈ પોતાની શક્તિમર્યાદા સમજી શ્રાવકધર્મ સ્વીકારે છે જ્યારે નાનો ભાઈ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થાય છે. મોટા ભાઈ તેને સંયમની મર્યાદા અને કઠોરતા સમજાવે છે. તેમાં આવતા અનેક ઉપસર્ગો, મુશ્કેલીઓનું ભાન કરાવે છે. પરંતુ કુંડરીક પોતાના નિશ્ચયમાં અડગ રહી દીક્ષા ગ્રહણ કરે છે. ચારેય મહાવ્રત પાલન કરતા ઉગ્ર તપસ્યા કરે છે, પણ મન ચલિત થતાં તે વિરસ આહાર કરે છે અને અનેક રોગનો ભોગ બને છે. અનુક્રમે વિહાર કરતાં તેઓ પુંડરીકિણી નગરીમાં આવે છે. રાજા પંડરીક તેને વંદન કરવા જાય છે. પોતાના નાના ભાઈને રોગગ્રસ્ત જોઈ ચિંતાતુર બને છે અને કુંડરીક મુનિને થોડો સમય ત્યાં સ્થિરવાસ કરવાની વિનંતી કરે છે. મુનિ વિનંતી માન્ય રાખી સ્થિરવાસ કરે છે. કુંડરીકમુનિ યોગ્ય ઉપચારોના પરિણામે આરોગ્ય પ્રાપ્ત કરે છે. આ જોઈ એમના ગુરુ ત્યાંથી વિહાર કરવાનું સૂચવે છે પણ કુંડરીકમુનિ ત્યાં જ રહી જાય છે. ગુરુ વિહાર કરે છે. ત્યાં રહેલ કુંડરીકમુનિ મુનિના આવશ્યક આચારમાં શિથિલ બની જાય છે. રાજાને ત્યાંથી આવતાં સ્વાદિષ્ટ આહાર આરોગી પ્રમાદી બની જાય છે. આ જાણી પુંડરીક એમને એમની મુનિ તરીકેની મર્યાદા સમજાવે છે અને વૈરાગ્ય લેવા બદલ પ્રશંસા કરે છે. લજ્જાવશ બની કંડરીક ત્યાંથી પોતાના ગુરુ પાસે જાય છે. ત્યાં થોડા દિવસ રહી તે વળી પાછા પુંડરીકિણી નગરી પાસે અશોકવાડીમાં આવે છે. મનમાં ભોગ પ્રત્યે આસક્તિ જાગતાં સંસારમાં પાછા ફરવા તત્પર થાય પણ હાંસી થશે જાણી તે તેમ કરતાં અટકે છે. અશોકવાડી પાસે મુનિ પધાર્યા એ જાણી પુંડરીક ત્યાં વંદણાર્થે જાય છે. અને મુનિના મનની વાત જાણી પુંડરીક પોતે મનિનો વેશ ધારણ કરે છે અને કુંડરીકનો રાજ્યાભિષેક કરે છે. પોતે સંયમ ગ્રહણ કરી અને ત્યાંથી અભિગ્રહપૂર્વક ચાલી જાય છે.