________________
146
હરિવલ્લભ ભાયાણી
SAMBODHI
(‘મધ્યકાલીન વ્યક્તિનામો', પૃ. ૨૦૪-૨૦૫). “નેમિ'નું ‘નિમિ' એવું શબ્દસ્વરૂપ પણ મળે છે (જેમ કે પાટણકૃત “આબૂરાસમાં કડી ૩૭, ૩૯, ૪૪), કાલિક વ્યંજનના પૂર્વવર્તી “ઓ'નો “ઊ” કે “ઉ” અને “એ”નો ‘ઈ’ કે ‘ઈ’ કરવાનું વલણ છે. (“વ્યુત્પત્તિવિચાર', પૃ. ૧૪૦-૧૪૧). “કોમલ > કૂમળું', “ક્ષેમ” > “ખીમ” (“ખીમચંદ' વગેરે), ‘લવણ’ > “લોણ” > “લૂણ' વગેરે. બચપણનું લાડવાચક નામ પછી માન્ય નામ તરીકે રૂઢ થયેલું છે. વિદ્વાન્ બ્રાહ્મણનું પણ મૂળ નામ નહીં, પણ ટૂંક નામ પ્રચલિત થયેલું હતું – એ નામે જ તે ઓળખાતો એ નોંધપાત્ર છે. આવાં ઘણાં ઉદાહરણ મૈત્રકકાલીન દાનશાસનોમાંથી પણ મળે છે. सेरिका, सेरडिका
કેડી', કેડો' એ અર્થ બરાબર છે. અર્વાચીન ગુજરાતી “શેરડી”, “શેરડો’ (જેમ કે પાણી શેરડો) = કડાં, પગદંડી.
સંદર્ભ
ચૌલુક્ય ભીમદેવ બીજાનું અપ્રસિદ્ધ તામ્રપત્રો (વિસં. ૧૨૬૩), લક્ષ્મણભાઈ ભોજક. સંબોધિ ગ્રંથ ૧ ૧૯૯૨-૯૩. પૃ ૧૨૩-૧૨૪.
ચૌલુક્ય ભીમદેવ બીજાનું તરભનું તામ્રપત્ર (વિ. સં. ૧૨૬૩). લક્ષ્મણભાઈ ભોજક. નારાયણ મ0 કંસારા. સંબોધિ. ગ્રંથ ૧૯. ૧૯૯૪-૯૫. પૃઢ ૧૨૬-૧૨૮.
મધ્યકાલીન ગુજરાતી વ્યક્તિનામો, ગિરીશ ત્રિવેદી, ૧૯૯૬ મૈત્રકકાલીન ગુજરાત. હરિપ્રસાદ શાસ્ત્રી. ૧૯૫૫ Lexicographical studies in Jain Sanskrit ભો. જે. સાંડેસરા, જે. પી. ઠાકર. ૧૯૬૨ વસ્તુપાલ પ્રશસ્તિસંગ્રહ. સંપા... પુણ્યવિજયસૂરિ. ૧૯૬૧ વ્યુત્પત્તિવિચાર. હરિવલ્લભ ભાયાણી. ૧૯૭૫ શબ્દ પરિશીલન. હરિવલ્લભ ભાયાણી, ૧૯૭૩.