SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમદેવ બીજાના વિ. સં. ૧૨૬ ૩ના તામ્રપત્રમાં મળતા કેટલાક શબ્દો પર નોંધ હરિવલ્લભ ભાયાણી त्रिवह, तरभ લેખમાં ‘ત્રિવહ છે, પણ તેનું ઉચ્ચારણ ત્રિબહ' થતું હોવું જોઈએ. તો જ “ત્રિબહ’ > ત્રિભ’ > “તરભ’ એ રીતે હાલનું નામસ્વરૂપ નિષ્પન્ન થાય : ‘નિર્વાહ > ‘નિબ્બા > નભાવવું'ની જેમ. पायलां, विंशोपक તામ્રપત્રમાં દાનભૂમિના માપનો જે નિર્દેશ છે તે અનુસાર આઠ પાયલા = ૨ હલ, અને છ વિશોપક = ૨ હલ એ પ્રમાણે માપ આપેલાં છે. મૈત્રક દાનશાસનમાં જમીનના માપ માટે જે પાદાવર્ત છે (‘મૈત્રકકાલની ગુજરાત”, પૃ. ૫૨૫-૫૨૬) તે જ આ પાયલાં હોવાનો સંભવ છે. આ ઉપરાંત માપનું બીજું એક એકમ “વિશોપક' કહ્યું છે, ગણિતસાર'માં અને જૈન પ્રબંધ સાહિત્યમાં વિશોપક' (કે “વિશોપક') તો એક સિક્કાનું નામ છે. ગણિતસાર અનુસાર ૨૦ કોડી = ૧ વિશોપક (“સોલંકી કાલ, પૃ. ૨૪૬, Lexicographical Studies in Jaina Sanskrit, પૃ. ૩૫, ૯૩, ૨૦૫). એટલે જમીનના માપ તરીકે વિશોપકનો આ નિર્દેશ વિરલ છે. “ગણિતસારમાં જે ‘હલવાહ’નું માપ છે તે હલ' છે કે કેમ એ વિચારણીય છે. बाह्य દાન લેનાર “બાહ્ય” નાગરજ્ઞાતિનો નવાસૂત સૂમિત્ર હોવાનું કહ્યું છે. અહીં જો “બાહ્ય” એ વાચન બરાબર હોય તો તે નાગરોની એક પેટા જ્ઞાતિ હોવાનું માની શકાય ‘બાજ ખેડવાળની જેમ. બાહ્ય” > પ્રા. “બઝ’ – ગુજ. ‘બાઝ, બાજ.” वला લેખમાં જે જમીનનો “મોખરાવલા, સોમેશ્વરવલા', પ્રતાપલ્લવલા” અને “જગદેવવલા' એવો નિર્દેશ છે. તેમાં “વલા' શબ્દનો અર્થ વિચારણીય છે. અર્વાચીન ગુજરાતીમાં ‘વળું' શબ્દ જમીનનું પડ એવા અર્થમાં કોશોમાં આપ્યો છે. ‘વણખેડેલું ખેતર' એવો અર્થ હશે ? सूमिग દાન લેનારનું નામ “સૂયિગ” છે. ગુજરાતમાં બારમીથી ચૌદમી સદીના અભિલેખીય તથા સાહિત્યિક સ્રોતોમાં પુષ્કળ વ્યક્તિનામોમાં “ઇંગ’ નામાંત મળે છે (“શબ્દપરિશીલ', પૃ. ૧૩૪૧૩૫, “મધ્યકાલીન ગુજરાતી વ્યક્તિનામોનું અધ્યયન', પૃ. ૨૦૮-૨૧૦). “સોમેશ્વર' કે ‘સોમદેવનું લઘુનાવાયક લાડવાયક ટૂંકું રૂપ તે ‘સૂમિગ”. “સોમેશ્વર”નું “સુમેસર' જેવું રૂપ મળે છે
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy