________________
144
ડૉ. કાન્તિલાલ આર. દવે
SAMBODHI
છે. છેવટે યુદ્ધમાં પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે. વાસુદેવ અર્ધ-ચક્રવર્તી-પદ પ્રાપ્ત કરે છે, તથા મૃત્યુ બાદ નરકવાસ ભોગવે છે. જૈનગ્રંથોમાં બલદેવ વગેરે વ્યક્તિ નથી, પદ છે, અને પ્રત્યેક બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવનું ચરિત્ર આ પરિપાટી અનુસાર જ નિરૂપાય છે.
૯. History of Indian literature, Vol. 2. p. 509.
૧૦. ડૉ. કામિલ બુલ્કે (રામકથા, પૃ. ૨૯૫, ૫૨) જણાવે છે કે ભારતમાં સીતાને રાવણની પુત્રી માનનારા ગ્રંથોમાં ગુણભદ્રનું ‘ઉત્તરપુરાણ' પ્રાચીનતમ ગ્રંથ છે. જો કે દેવીભાગવતપુરાણ (૯/૨૬) અને બ્રહ્મવૈવર્તપુરાણ (પ્રકૃતિખંડ/અધ્યાય. ૧૪) જેવાં હિંદુ પુરાણોમાં પણ સીતાને રાવણાત્મજા તરીકે નિરૂપવામાં આવી છે. તિબેટ, ખોતાન, હિંદેશિયા, સિયામ આદિ વિદેશોમાં પ્રચલિત રામકથાઓમાં પણ આ જ પ્રકારના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
૧૧. મહાપુરાણ (પુષ્પદંતકૃત) ૬૯/૩/૧૧. વિમલસૂરિના ‘પમ રિ'માં પણ વાલ્મીકિનો ‘મિથ્યાવાદી’ તરીકે ઉલ્લેખ છે.
૧૨. જુઓ, ‘ભારતીય વિદ્યા', એપ્રિલ, ૧૯૪૬માં પ્રસિદ્ધ ડૉ. હરિવલ્લભ ચુ. ભાયાણીનો લેખ.
૧૩. સંધિ-કડવક વિષેની આ ચર્ચા માટે ડૉ ભાયાણીના ઉપરોક્ત લેખ તથા ડૉ. રાજનારાયણ પાંડેય કૃત ‘મહાકવિ પુષ્પદન્ત’ એ ગ્રંથનો આધાર લેવામાં આવ્યો છે.
૧૪. જુઓ, The Mahāpurānas' નામનો J.B. & O.R.S.ના સપ્ટેમ્બર ૧૯૨૮ના જર્નલમાં પ્રકાશિત લેખ. ૧૫. ઉદ્ધૃત : ‘આદિપુરાણ' (પ્રથમ ભાગ) સં૰ પન્નાલાલ જૈન, ભારતીય જ્ઞાનપીઠ, કાશી, દ્વિતીય સંસ્કરણ, પ્રસ્તાવના પૃ॰ ૯ પરથી. તેમાં જણાવ્યા મુજબ આ યાદી પં. પરમાનન્દજીએ તૈયાર કરી સંપાદકને આપી
હતી.
૧૬. Studies in Epics and Puranas of India, Bharatiya Vidyābhavan Series, Bombay, First edition, p. 266.