SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XX, 1996 જૈન પુરાણો પર એક દૃષ્ટિપાત 143 (હિંદુ))પુરાણોમાં સમાવિષ્ટ વિવિધ વિષય, જેવા કે, રાજનીતિ, સમાજશાસ્ત્ર, ધર્મ, દર્શન, કલા, વાસ્તુ, મૂર્તિકલા આદિ ભારતીય સભ્યતા તથા સંસ્કૃતિને જાણવામાં પુરાણો અત્યંત સહાયક સિદ્ધ થયાં છે. આ વિધાન સર્વીશે જૈનપુરાણોને લાગુ પાડી શકાય તેવું છે અને આંશિક રૂપે જ હિંદુ પુરાણોને. કારણ કે હિંદુ પુરાણોમાં સમયે સમયે એટલા બધા પ્રક્ષેપો થયેલા છે કે જેના આધારે કશાયે અનુમાન પર આવવામાં જોખમ છે. એથી ઊલટું જૈન પુરાણોમાં ક્યારેય કોઈ પણ પ્રકારના પ્રક્ષેપો ન થયા હોવાથી અને તેના કર્તા તથા રચનાકાળ વિષે કોઈ પ્રકારની સંદિગ્ધતા પ્રવર્તતી ન હોવાથી પ્રાકાલીન ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને જાણવામાં જૈનપુરાણો અત્યંત આધારભૂત અને ઉપયોગી સિદ્ધ થયાં છે. આમ પ્રાચીન ભારતની સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, ભૌગોલિક અને ઐતિહાસિક માહિતી આપનાર વિશ્વાસપાત્ર દસ્તાવેજો. તરીકે પણ જૈનપુરાણોનું ભારતીય વાયમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે જ. જાય , ટિપ્પણો : ૧. ભારતીય સાહિત્યના વિકાસમાં જૈનોના પ્રદાનની પ્રશંસા કરતાં વિંટરનિટ્સ જણાવે છે : “I was not able to do full justice to the literary achievements of the Jainas. But I hope to have shown that Jainas have contributed their full share to the religious, ethical, and scientific literature of ancient India." The Jainas in the History of Indian Literature - Edited by Jina Vijaya Muni, Ahmedabad, 1946, Page. 4. ૨. ઈ. સ.ની બીજી સદીના સમન્તભદ્રથી છેક સત્તરમી અઢારમી સદી સુધી પુરાણ, મહાપુરાણ, મહાકાવ્ય, સંધાનકાવ્ય, ઐતિહાસિક કાવ્ય, અભિલેખકાવ્ય, સંદેશકાવ્ય, સૂક્તિકાવ્ય, સ્તોત્રકાવ્ય આદિ અનેક પ્રકારની નોંધપાત્ર કાવ્યકૃતિઓની જૈન કવિઓએ સંસ્કૃતમાં રચના કરી છે. ૩. ડૉ. રાજનારાયણ પાંડેય (મહાવિ પુષ્યન્ત, વિસ્મય પ્રકાશન, જયપુર, પ્રથમ સંસ્કાર, ૨૨૬૮, પૃ. ૧૮) મહાકવિ કાલિદાસના વિક્રમોર્વશીયમ્ નાટકના ચતુર્થ અંકમાં પ્રાપ્ત અપભ્રંશ શ્લોકોને ‘અપભ્રંશ સાહિત્યના આદિકાવ્ય' તરીકે ઓળખાવે છે. વળી છઠ્ઠી સદીના વલભીનરેશ ધરસેન(દ્વિતીય)ના એક લેખમાં તેના પિતા. ગુહસેનના, સંસ્કૃત, “પ્રાકૃત તથા અપભ્રંશ ભાષામાં પ્રવીણ કાવ્યરચના કરનાર” તરીકે તેણે કરેલા સ્પષ્ટ ઉલ્લેખને આના સમર્થનમાં ટાંકી શકાય. ૪. પુરાણ વિવેચન, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, આવૃત્તિ પહેલી, ૧૯૮૭, પૃ. ૨૩૬. ५. संस्कृत काव्यके विकासमें जैन कवियोंका योगदान, भारतीय ज्ञानपीठ प्रकाशन प्रथम संस्करण, डिसंबर १९७२, પૃ. ૨૮. ६. महाकवि पुष्पदन्त, चिन्मय प्रकाशन, जयपुर, प्रथम संस्करण, १९६८ पृ. १०७. ૭. સમસ્ત દિગંબર પંથનું સાહિત્ય (૧) પ્રથમાનુયોગ (=મહા પુરુષોની કથાઓનો સંગ્રહ, (૨) કરણાનુયોગ (= સૃષ્ટિનું ભૌગોલિક વર્ણન, (૩) ચરણાનુયોગ (જૈન મુનિ તથા શ્રાવકોના આચારવિચાર) વગેરે અનુયોગોમાં વિભક્ત છે. ૮. જૈન મતાનુસાર બલદેવ અને વાસુદેવ ભ્રાતા હોય છે. કોઈક કારણે તેમને પ્રતિવાસુદેવ સાથે વિરોધ થાય
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy