________________
142
ડે. કાન્તિલાલ આર. દવે
SAMBODHI
ક્રમાંક
કૃતિ
કર્તા
કાળ
(ઈ. સ.)
સ્વયંભૂદેવ ચતુર્મુખ દેવ
૧૫-૧૬મી સદી
હરિવંશપુરાણ હરિવંશપુરાણ (અનુપલબ્ધ) હરિવંશપુરાણ હરિવંશપુરાણ હરિવંશપુરાણ હરિવંશપુરાણ
હરિવંશપુરાણ પર. | | હરિવંશપુરાણ
૧૫૦૭
૧૫૫૨
બ. જિનદાસ ભ. યશકીર્તિ ભ. શ્રુતકીર્તિ કવિ રઈધૂ ભ. ધર્મકીર્તિ કવિ રામચંદ્ર
૧૫-૧૬મી સદી
૧૯૭૧
૧૫૬૦ પર્વે
આ સૂચિમાં રામકથાના આધારે રચાયેલાં ‘પદ્મપુરાણ' શીર્ષકવાળાં નવ, કૃષ્ણકથા આલેખતાં અને “હરિવંશપુરાણશીર્ષકવાળાં નવ તથા કૌરવપાંડવોની કથા આલેખતાં “પાંડવપુરાણ' નામનાં ચાર પુરાણો મળી ૨૨ પુરાણો તો સ્પષ્ટપણે હિંદુ ધર્મગ્રંથોના આધારે જ લખાયેલાં છે. જૈનપુરાણો પર હિંદુ ધર્મનો કેટલો ભારે પ્રભાવ છે તેનો આનાથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે.
આ ઉપરાંત સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં લખાયેલાં અનેક ચરિતનામાન્ત મહાકાવ્યો પણ રચનાશૈલીની દષ્ટિએ જૈન પુરાણો જેવાં જ છે. સત્તરમી સદી સુધીમાં લખાતાં રહેલાં આવાં ચરિતકાવ્યોમાં પહેમચરિઉ (વિમલસૂરિ) પહેમચરિઉ (ચતુર્મુખ), પઉમચરિઉ (સ્વયંભૂ), રિડ્રણેમિ ચરિલ (સ્વયંભૂ), ભવિયત્ત કહા (ધનપાલ) કરકંડુ ચરિઉ (કનકામર) પઉમસિરી ચરિઉ (ઘાહિલ), સુલોયણા ચરિઉ (દેવસેનગણિ), સંદેશ - રાસક (અબ્દુલ રહેમાન) અને સંસ્કૃત ચરિતકાવ્યોમાં ચંદ્રપ્રભચરિત (આચાર્ય વીનન્દી), પ્રદ્યુમ્નચરિત (મહાસેન), વર્ધમાનચરિત (અસગ), પાર્શ્વનાથચરિત (વાદિરાજ), વરાંગચરિત (વર્ધમાનકવિ) તથા શાંતિનાથચરિત (મુનિભદ્ર) વગેરે. મુખ્ય છે. જૈનપુરાણો અને જૈનચરિતકાવ્યોમાં ભેદ માત્ર વિસ્તારનો છે. સંસ્કૃત ચરિત-કાવ્યોમાં સર્ગો અને અપભ્રંશ ચરિતકાવ્યોમાં સંધિઓની સંખ્યા, ક્રમશ: સંસ્કૃત જૈનપુરાણો તથા અપભ્રંશ જૈન પુરાણોથી ઓછી હોય છે. અલબત્ત આ બાબતમાં પણ કશા ચોક્કસ નિયમો નથી. દા. તરીકે ધનપાલના બાહુબલિ ચરિતાં ૧૮ સંધિઓ છે જ્યારે પુષ્પદંતના સહરચરિઉમાં કેવળ ચાર જ સંધિઓ છે. સંસ્કૃત ચરિતકાવ્યોમાં સર્ગોનો તો અપભ્રંશ ચરિતકાવ્યોમાં પુરાણની ઢબે સંધિકડવક પદ્ધતિનો પ્રયોગ જોવા મળે છે. આમ બંને પ્રકારનાં કાવ્યો વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી છે.
ડૉ. એ. ડી. પુસાલકર હિંદુપુરાણોનો વિશ્વ સાહિત્ય' તરીકે ઉલ્લેખ કરી જણાવે છે કે