SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 138 ડૉ. કાન્તિલાલ આર. દવે SAMBODHI આ તો ઠીક પણ જૈનો એ કેટલાંક પાત્રોમાં કરેલાં પરિવર્તનો તો આપણને અત્યંત વિચિત્ર, કઢંગા, અટપટાં અને ક્યારેક તો આપણી ધાર્મિક લાગણી દુભાવનારાં પણ લાગે. ઉદાહરણ તરીકે જૈન પુરાણોમાં કરવામાં આવેલી રાવણની મહાપુરુષ તરીકેની ગણના અને સીતાજીનો રાવણની પુત્રી તરીકે ઉલ્લેખ૦, આમ છતાં એ ભૂલવું ન જોઈએ કે જૈનોએ હિંદુઓના આ આદરણીય પાત્રોને પોતાના ગ્રંથોમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને માનવંતા સ્થાનનાં અધિકારી બનાવ્યાં છે. ઉદાહરણ તરીકે જૈન પુરાણોમાં શ્રીરામચંદ્રનું સિદ્ધાત્મા તરીકે અને સીતાજીનું સતી સાધ્વી તરીકે આલેખન થયું છે. શ્રીકૃષ્ણનું આલેખન તો એટલું ભક્તિપૂર્ણ રીતે કરવામાં આવેલું છે કે જેના કારણે શ્રીકૃષ્ણની પૂજાનો જૈન ધર્મમાં પ્રચાર થયેલો જોવા મળે છે. આ નાનીસૂની વાત નથી. પરંતુ આમ હોવા છતાં અત્યંત દુઃખ અને આઘાતની વાત તો એ છે કે અનેક બાબતોમાં અત્યંત ઉદાર ધાર્મિક વલણ અપનાવનારાં આ જૈનપુરાણો પણ સાંપ્રદાયિકતા સંકુચિતતાથી તદ્દન અલિપ્ત રહી શક્યાં નથી. તેઓ હિંદુઓની ઈશ્વરવિષયક માન્યતાઓ અને દાર્શનિક સિદ્ધાંતોનું કટ્ટરતાથી ખંડન કરે એ તો જાણે સમજ્યા પરંતુ આદિકવિ વાલ્મીકિ અને મહામુનિ વ્યાસ જેવા વિશ્વવંદ્ય મહાપુરુષોને “મિથ્યાવાદી’ અને ‘કુમાર્ગ-કૂપમાં નાખનારા કવિ'૧૧ તરીકે નવાજવામાં પણ તેઓ કશો જ ક્ષોભ અનુભવતાં નથી એ અત્યંત આશ્ચર્યની વાત છે. જૈન પુરાણોમાં હિંદુ પાત્રોના આલેખનના સંદર્ભમાં બીજી એક નોંધપાત્ર હકીકત એ છે કે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય અને હિંદુ ધાર્મિક ગ્રંથોમાં બલરામ (રામ, બલરામ) વાસુદેવ (શ્રીકૃષ્ણ, લક્ષ્મણ), પ્રતિવાસુદેવ (રાવણ, જરાસંધ) અને કામદેવ (પ્રદ્યુમ્ન, હનુમાન) વગેરેનું વ્યક્તિ-પાત્રો તરીકેનું આલેખન થયેલું જોવા મળે છે. જ્યારે જૈન પુરાણોમાં આ નામો વ્યક્તિનામો નથી પણ પદ (એ. Post)નાં સુચક છે. અને આ પદ પર જે કોઈ વ્યક્તિ આવે તેની સામાન્ય (common) સંજ્ઞા બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને કામદેવ ગણાય છે. હિંદુ પુરાણોમાં જોવા મળતી અન્ય કેટલીક બાબતોનો પણ જૈન પુરાણો સ્પષ્ટ પ્રભાવ ઝીલતાં જણાય છે. જેમ કે મુખ્ય કથા સાથે વિવિધ નાનાં મોટાં ઉપાખ્યાનોનું નિરૂપણ, મહત્ત્વના પ્રસંગોએ દેવતાઓ દ્વારા અંતરિક્ષમાંથી પુષ્ટવૃષ્ટિ, શાપ-ઉઃશાપનું તત્ત્વ, સ્વયંવરપ્રથા, તીર્થોનાં ' વિસ્તૃત વર્ણનો વગેરેનો આમાં સમાવેશ કરી શકાય. હિંદુઓના પુરાણગ્રંથોનું સામાન્યતઃ ખાંડ, અધ્યાય અને શ્લોકોમાં વિભાજન થયેલું જોવા મળે છે. સંસ્કૃતમાં લખાયેલાં જૈન પુરાણો(ઉદા. તરીકે જિનસેનના મહાપુરાણ)નું પર્વ અને શ્લોકોમાં વિભાજન થયેલું જોવા મળે છે. પરંતુ અપભ્રંશ જૈનપુરાણો, અન્ય અપભ્રંશ-ગ્રંથોની જેમ સંધિ, કડવક અને પદો(શ્લોકો)માં વિભાજિત થયેલાં જોવા મળે છે. આ પદ્ધતિના જનક ચતુર્મુખ નામના જૈન કવિ મનાય છે. પ્રત્યેક સંધિમાં અનેક કડવકોનો સમાવેશ કરવામાં આવેલો જોવા મળે છે. સંધિનું શીર્ષક તેમાં વર્ણવાયેલા મુખ્ય પ્રસંગને આધારે અપાયેલું જણાય છે. સ્વયંભૂ કવિના સ્વયંભૂ છંદસ્ (૮/૩૦) ગ્રંથ અનુસાર કડવકની રચના પદ્ધડિયા છંદના આઠ યમકો અથવા સોળ પદ(ચરણ)માં થવી જોઈએ. પરંતુ જૈન પુરાણોમાં આ નિયમ બાબતમાં શિથિલતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે પુષ્પદંત કવિના મહાપુરાણમાં ચાળીસમી સંધિના બારમા
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy