________________
139
Vol. X, 1996
જૈન પુરાણો પર એક દૃષ્ટિપાત કડવકમાં ૪૬ પદો છે જ્યારે ૪૭મી સંધિના સાતમા કડવકમાં માત્ર આઠ જ પદો છે.
કડવકની રચના એવી રીતે કરવામાં આવે છે કે તેના આદિ મધ્ય અને અંતનો સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જાય છે. કડવકમાં પ્રયુક્ત ત્રણ પ્રકારના છંદોના આધારે કડવકના સ્વરૂપનો પરિચય પ્રાપ્ત થાય છે.
(૧) કડવકના આદિમાં પ્રયોજાતા છંદો :
કડવકના પ્રારંભનાં બે-ચાર પદો(શ્લોકો)માં પ્રાયઃ અંભેટ્રિયા, રચિતા, મલયવિલસિયા, હેલા, દુવઈ, આરણાલ અને મલયમંજરી જેવા ભાત્રિક છંદો પ્રયોજાય છે.
(૨) કડવકના મધ્યમાં પ્રયોજાતા છંદો :
કડવકનો મધ્ય ભાગ જ કડવકનું મુખ્ય અંગ હોવાથી કથાનકને ઉચિત એવા પદ્ધડિયા, વદનક, પારણક, દીપક, શિવ, ઉલ્લાલા, હાકલિ, વિલાસિની, મદનાવતાર, પ્લવંગમ, રાસ, જગ, રોલા, શોકહર, માલિની જેવા માત્રિક અને સુધી, યમ, માલતી, સમાનિકા, સોમરાજી, પ્રમાણિકા, મલ્લિકા, રતિપદ ઉપેન્દ્રવજા, ગ્નવૂિણી, ચંદ્રરેખા, ચામર, ચંચલા જેવા વર્ણવત્તોનો પ્રયોગ કરવામાં આવે છે.
(૩) કડવકના અંતમાં પ્રયોજાતા ધરા - છંદો :
કડવકના અંતમાં “ધત્તા’ પ્રયોગની પદ્ધતિ પ્રાયઃ સર્વ અપભ્રંશ કૃતિઓમાં જોવા મળે છે. સંસ્કૃત મહાકાવ્યના સર્માન્ત છંદોની જેમ એનાથી કડવકના વર્તુવિષયની સમાપ્તિની સૂચના પ્રાપ્ત થાય છે. પ્રત્યેક સંધિના આરંભમાં જે ધ્રુવક હોય છે એ જ છંદમાં સંધિનાં બધાં કડવકોના ધત્તાની રચના થાય છે. પત્તામાં અનેક પ્રકારના છંદોનો પ્રયોગ કરવામાં આવે છે. જેમાં ધુવા, દિગપાલ અને યુલિયાલા જેવા છંદો મુખ્ય છે. આલ્સડાર્ક, યાકૉબી આદિ વિદ્વાનો પદ્ધડિયા, અડિલ્લા, પાદાકુલક તથા પારણકે આ ચાર છંદોને જ અપભ્રંશ કાવ્યના મુખ્ય છંદો ગણાવે છે. એમાં પણ પદ્ધડિયા જ અપભ્રંશનો સર્વપ્રિય અને બહુલકયુક્ત છંદ છે. એને “અપભ્રંશને અનુરૂ' તરીકે ઓળખાવી શકાય.
જૈન પુરાણોની સંધિઓના પ્રારંભમાં સરસ્વતી વંદના, કવિનું આત્મવૃત્તાંત અને ગ્રંથવિસ્તાર જેવા વિષયોનું નિરૂપણ જોવા મળે છે. એ જ રીતે ગ્રંથની પ્રત્યેક સંધિના અંતમાં પ્રાપ્ત પુમ્બિકામાં સંધિના ક્રમાંક અને શીર્ષક આદિનો ઉલ્લેખ કરવાની પરંપરાનાં પણ સ્વયંભૂ અને પુષ્પદંત જેવાનાં પુરાણોમાં દર્શન થાય છે. પુષ્પદંત અને રવિણનાં પુરાણોમાં પ્રત્યેક સંધિના અંતિમ ધત્તામાં કવિનો તથા તેના આશ્રયદાતાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અલબત્ત સ્વયંભૂ વગેરેના ગ્રંથોમાં આવું જોવા મળતું નથી.
મમ હરપ્રસાદ શાસ્ત્રીના મતાનુસાર ૧૮ મહાપુરાણો, ૧૮ ઉપપુરાણો તથા અન્ય પ્રકીર્ણ પુરાણો મળી હિંદુ પુરાણોની સંખ્યા લગભગ સોએક જેટલી થવા જાય છે. જૈનપુરાણો અને “ચરિતનામાન્ત’ મહાકાવ્યોના બનેલા જૈન-પ્રબંધ-સાહિત્યને ધ્યાનમાં લેતાં બંને પ્રકારના ગ્રંથોની સંખ્યા લગભગ બરાબર થઈ રહે તેમ છે.
ઉપલબ્ધ-અનુપલબ્ધ જૈન-પુરાણોની માહિતી નીચે મુજબ છે".