SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 137 Vol. XX, 1996 જૈન પુરાણો પર એક દૃષ્ટિપાત ગૌરવભેર જાહેર કરે છે : “યતો નાસ્માર્વાહપૂતમતિ વસ્તુ વવો પ વા | જૈનોએ પોતાનાં પુરાણ, મહાપુરાણાદિ પ્રબંધગ્રંથોની રચના સંસ્કૃતના રામાયણ, હરિવંશ અને પુરાણગ્રંથોની પદ્ધતિએ જ કરી છે. આમ કરવાનું કારણ પણ અત્યંત સ્પષ્ટ છે. જૈનોએ જોયું કે છેલ્લાં હજારેક વર્ષના ભારતવર્ષ અને તેની સંસ્કૃતિ પર રામાયણ, મહાભારત અને શ્રીમદ્ભાગવદાદિ પુરાણગ્રંથોએ અન્ય કોઈ પણ સાહિત્ય કરતાં વધારે પ્રભાવ પાડ્યો છે. ભારતીય જનજીવન પરની આ ગ્રંથોની પ્રગાઢ અસરથી પ્રભાવિત થઈને જ તેમણે પણ જૈન રામાયણ, જૈન હરિવંશ તથા જૈન પુરાણોની રચના કરી છે, જેથી તેઓ પણ વિશાળ સંખ્યામાં જનસમુદાયને પ્રભાવિત કરી શકે. જૈનોના દિગંબર અને શ્વેતામ્બર એવા બે પંથો પૈકીના દિગંબર પંથની પરંપરાને અનુસરીને આચાર્ય જિનસેન, ગુણભદ્ર તથા પુષ્પદંતે પુરાણો રચ્યાં છે જ્યારે શ્વેતાંબર પરંપરાનાં મહાપુરાણો સ્થાનાંગસૂત્રને અનુસરે છે. આચાર્ય હેમચંદ્રના મહાપુરાણ ત્રિષષ્ટિશલાકાપુરુષને આના ઉદાહરણ તરીકે ટાંકી શકાય. આપણે આગળ જોયું તેમ જૈન પુરાણો હિંદુ પુરાણોના સીધા અનુકરણ રૂપે રચાયાં હોવાથી તેઓ તેની ગાઢ અસર ઝીલતાં જણાય છે. ઉદાહરણ તરીકે તેઓએ હરિવંશપુરાણ જેવાં હિંદુપુરાણોનાં નામ સીધેસીધાં સ્વીકાર્યા છે. વળી હિંદુઓએ શિવ કે વિષ્ણુના અવતારની પાછળ “પુરાણ' શબ્દ ઉમેરી ગ્રંથવાચક પુરાણનામો બનાવ્યાં છે. (દા. નૃસિંહપુરાણ, કલ્કિપુરાણ વગેરે) તે જ રીતે જૈનોએ પણ પાર્શ્વપુરાણ, શાંતિપુરાણ વગેરેની રચના કરી છે. વળી મહાભારત અને તમામ હિંદુ પુરાણી વ્યાસમુનિના મુખે કહેવાયાં છે. તેમની પાસેથી તે કથાનું શ્રવણ કરી તેમના વૈશંપાયન, લોમહર્ષણ આદિ શિષ્યોએ તે કથા અન્ય લોકોને સંભળાવી હતી. ઉદાહરણ તરીકે હિંદુપુરાણોની કથા લોમહર્ષણના પુત્ર સુત ઉગ્રશ્રવાએ નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને સંભળાવ્યાનું પ્રસિદ્ધ છે. આ પરંપરાને અનુસરીને જૈનોએ પણ પોતાનાં પુરાણોના આદિ વક્તાનું સ્થાન ભગવાન વર્ધમાન મહાવીરને આપ્યું છે. (૫૩મચરિઉ ૧/૨ ૧) મગધરાજ શ્રેણિક બિંબિસાર)ની વિનંતીથી ગૌતમ ગણધર મહાપુરાણની કથા સંભળાવે છે. પુષ્પદંતના મહાપુરાણમાં આનું સ્પષ્ટ અનુકરણ જોવા મળે છે. જૈનપુરાણો આમ તો જૈનધર્મના ર૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બલદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ મળીને ૬૩ મહાપુરુષોના જીવનચરિત્રનું વર્ણન કરવાના આશયથી રચાયાં હોવા છતાં, હિંદુ પુરાણોના ગાઢ પ્રભાવરૂપે તેમાં હિંદુ પુરાણનાં અનેક પ્રસિદ્ધ - અલ્પપ્રસિદ્ધ પાત્રોનો પણ સમાવેશ થયેલો જોવા મળે છે. વિંટરનિત્સલ જણાવે છે તેમ જૈનોએ પ્રાચીન કાળથી જ હિંદુઓના પ્રત્યેક મહાપુરુષને પોતાની કથાઓમાં સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તેમના જીવનકાર્યનું નિરૂપણ સંપૂર્ણપણે જૈનમતાનુસાર કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ૬૩ જૈન મહાપુરુષોની યાદીમાં રામ અષ્ટમ તથા બલદેવ અને કૃષ્ણ નવમ વાસુદેવ તરીકે સ્થાન પામ્યા છે. પણ વિચિત્રતા એ છે કે જૈનો રામને જ કૃષ્ણના બંધુ બલરામ અને લક્ષ્મણને જ શ્રીકૃષ્ણ માને છે !
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy