SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પુરાણો પર એક દૃષ્ટિપાત ડૉ. કાન્તિલાલ આર. દવે પ્રાચીન ભારતીય વાયમાં મુખ્યત્વે સંસ્કૃત અને ગૌણરૂપે પ્રાકૃત - અપભ્રંશમાં રચાયેલી કતિઓનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રાકત - અપભ્રંશ સાહિત્ય પર દષ્ટિપાત કરતાં એ સ્પષ્ટ જણાઈ આવે છે કે એમાંની મોટા ભાગની કૃતિઓના કર્તા જૈનો છે. જૈન કવિઓએ સંસ્કૃતભાષામાં પણ પ્રશંસનીય કૃતિઓની રચના કરી છે. આમ છતાં પ્રાકૃત-અપભ્રંશ જનભાષા હોવાથી ગ્રંથપ્રણયનમાં તેઓએ તેને જ પ્રાધાન્ય આપ્યું છે. કાવ્યભાષા તરીકે અપભ્રંશનું ખેડાણ આમ તો ઈ. સ.ની છઠ્ઠી સદીથી થયેલું જોવા મળે છે પરંતુ તેની મહત્ત્વપૂર્ણ કૃતિઓ તો ઈ. સ.ની આઠમીથી તેરમી સદી સુધીમાં જ રચાયેલી જોવા મળે છે. આ સમયગાળામાં રચાયેલી કૃતિઓની ઉચ્ચ સાહિત્યિકતા અને સમૃદ્ધિને કારણે વિદ્વાનો આ કાળને “અપભ્રંશના સુવર્ણકાળ' તરીકે ઓળખાવે છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી નોંધે છે તેમ જૈન પુરાણ આ જ યુગનો પરિપાક છે. રચનાશૈલીની દષ્ટિએ વિદ્વાનો જૈનસાહિત્યને બે ભાગમાં વિભાજિત કરે છે : (૧) મુક્તક સાહિત્ય (૨) પ્રબંધ સાહિત્ય. (૧) મુક્તક સાહિત્ય : તત્ત્વજ્ઞાન, બ્રાહ્મણવાદનું ખંડન, જૈનધર્મની આંતરિક નબળાઈઓનો વિરોધ અને આડંબરોની વ્યર્થતાનું આ સાહિત્યમાં સરલ સુબોધ શૈલીમાં મુખ્યત્વે દોહા છંદમાં નિરૂપણ થયેલું જોવા મળે છે. (૨) પ્રબંધ સાહિત્ય : જૈનોએ પોતાની પ્રબંધ રચનાઓને પુરાણ, મહાપુરાણ અને ચરિત વગેરે નામો દ્વારા ઓળખાવી છે. જેના છેડે “ચરિત” શબ્દ આવે તેવી કૃતિઓ મુખ્યત્વે મહાકાવ્યો જ છે. આવી “ચરિત-નામાન્ત' કૃતિઓની વિસ્તૃત છણાવટ કરતાં ડૉ. નેમિચંદ શાસ્ત્રી જણાવે છે કે ચરિતનામાન્ત મહાકાવ્યો મારા મતે એવાં મહાકાવ્યો છે જેમાં કોઈક તીર્થકર અથવા અન્ય મહાપુરુષનું જીવનચરિત્ર નિબદ્ધ હોય, ઉપરાંત વસ્તુવ્યાપારની યોજના કાવ્યશાસ્ત્રીય પરંપરા અનુસાર કરવામાં આવી હોય, અવાન્તરકથાઓ અને ઘટનાઓમાં વૈવિધ્ય હોવા છતાં જેમાં અલૌકિક અને અપ્રાકૃતિક તત્ત્વોની અધિકતા ન હોય. ( પુરાણ અને મહાકાવ્ય વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરતાં તેઓ જણાવે છે કે સામાન્યતઃ જે કુતિમાં અનેક નાયકોનો સમાવેશ થયો હોય તેને પુરાણ કહેવામાં આવે છે અને જે કૃતિમાં કથાવસ્તુ એક જ નાયક સાથે સંબંધ ધરાવતું હોય તેને મહાકાવ્ય કહી શકાય. હકીકતમાં મહાકાવ્ય પુરાણોનું જ પરિસ્કૃત, અલંકૃત અને અવિતિયુક્ત કલાસ્વરૂપ છે. ડૉ. રાજનારાયણ પાંડેય આનાથી જુદું જ મંતવ્ય ધરાવતા જણાય છે. તેઓ કોઈ એક મહાપુરુષના જીવનચરિત્ર સાથે સંબંધ ધરાવતા ગ્રંથને પુરાણ અને અનેક મહાપુરુષોના ચરિત્રનું આલેખન કરતા ગ્રંથને મહાપુરાણ તરીકે ઓળખાવે છે. આમ ડૉ. શાસ્ત્રી જેને પુરાણ તરીકે ઓળખાવે છે તે ડૉ. પાંડેયના મતે મહાપુરાણ છે અને ડૉ. શાસ્ત્રી જેને મહાકાવ્ય ગણે છે તેને ડૉ.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy