SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XX, 1996 જૈન પુરાણો પર એક દૃષ્ટિપાત 135 પાંડેય પુરાણ તરીકે ઓળખાવે છે. જૈન પરંપરાના દૃષ્ટિકોણથી વિચારતાં ડૉ. પાંડેયની વાત સાચી જણાય છે કારણ કે જૈનાચાર્ય જિનસેન ૨૪ તીર્થકરોમાંના કોઈપણ એકનું ચરિત્રવર્ણન કરનારા ગ્રંથને પુરાણ અને સર્વ તીર્થકરોના ચરિતવર્ણન કરનારા ગ્રંથને મહાપુરાણ તરીકે ઓળખાવે છે. पुराणान्येवमेतानि चतुर्विंशतिरर्हताम् । મહાપુરામેતેવાં સમૂહ: માધ્યતે | (આદિપુરાણ ૨/૧૩૪) જૈન પુરાણોની મહાપુરાણ' એવી સંજ્ઞા સમજાવતાં શ્રી એમ. જે. કસલીકર, Concept of Purāna in Jaina literature -11441 (JOIB, XXXI, No.1, 1981, pp. 41-44 42 પ્રસિદ્ધ) લેખમાં જણાવે છે : “As regards Mahapurana, it is called a Purana because it is a narrative of ancient period and it is called Mahā (great) because it relates to great personages, or because it is narrated by the great sages or because it teaches the way to great bliss. હિંદુ પુરાણોનું પ્રસિદ્ધ પંચલક્ષણ આ પ્રમાણે છે : सर्गश्च प्रतिसर्गश्च वंशो मन्वन्तराणि च । વંશાનુરિત રેતિ પુરા પંવર્નક્ષપામ્ ! (વાયુપુરાણ. ૧/૨૦૧) (૧) સર્ગ : જગતનું સર્જન. (૨) પ્રતિસર્ગ : જગતનો પ્રલય. (૩) વંશ : બ્રહ્માજી દ્વારા થયેલી દેવાદિની સૈકાલિક વંશપરંપરા. (૪) મન્વન્તર : ૧૪ મનુઓના કાલમાનમાં બનેલા મહત્ત્વના બનાવો. (૫) વંશાનુચરિત : પૂર્વોક્ત મુખ્ય દેવો, રાજાઓ અને મહર્ષિઓના વંશોનો ઇતિહાસ. પ્રારંભમાં આ પંચલક્ષણો પુરાણનાં ગણાતાં હતાં. કાળાન્તરે તે ઉપપુરાણનાં લક્ષણો મનાયાં અને આ પંચલક્ષણમાં બીજાં. પાંચ લક્ષણો ઉમેરાતાં મહાપુરાણનાં દશલક્ષણો અસ્તિત્વમાં આવ્યાં. सर्गश्चाथ विसर्गश्च वृत्ती रक्षान्तराणि च । वंशो वंशानुचरितं संस्था हेतुरपाश्रयः ॥ (૧) સર્ગ : જગતના પદાર્થોની ઉત્પત્તિ. (૨) વિસર્ગ : જીવની ઉત્પત્તિ. (૩) વૃત્તિ : માનવજીવન ધોરણ તથા સંરક્ષણની પ્રવૃત્તિ. (૪) રક્ષા : દેવતાદિ, વેદત્રયી અને વેદધર્મની રક્ષાર્થે ભગવાનની અવતાર-લીલા. (૫) વંશ : વંશપરંપરા. (૬) અંતર : મન્વન્તર.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy