________________
Vol. XX, 1996
કતિપર્ય ધાતુમય જિન-પ્રતિમાના અભિલેખ
133
જિન પાર્શ્વનાથની આ પંચધાતું સપરિકર પ્રતિમા (મુ. ક્ર. ૨૩) સં. ૧૩૪૭(ઈ. સ. ૧૨૯૧)ની છે. તેના પ્રતિષ્ઠાપક (ચૈત્યવાસી) થારાપ્રદીય ગચ્છના વિજયસિંહસૂરિ શિષ્ય શાંતિસૂરિ છે. (આચાર્યો માટે આ નામોનું તે ગચ્છમાં દર ત્રણ પેઢીએ પુનરાવર્તન થાય છે.) પ્રતિમા ભરાવનાર શ્રાવક ડીસાવાલ જ્ઞાતિના છે તે વાત નોંધનીય છે. ડીસા(પ્રાચીન દિશા)માંથી નીકળેલા આ નાની નાત આજે તો વૈષ્ણવ ધર્મ પાળે છે.
सं० १३४७ वैशाख सुदि १३ गुरो डीसावालज्ञातीय श्रे० रतना भार्या आसमल(?) पुत आलहा के गच्छे पार्श्वनाथबिंबं कारितं प्र० श्रीथारापद्रीयगच्छे श्रीविजयसिंहसूरिशिष्य श्रीशातिसूरिभिः
સંવત વિનષ્ટ પણ અન્યથા ઈસ્વીસનના પંદરમા શતકના પૂર્વાર્ધની ધાતુ પ્રતિમામાં ઉપદેશક રૂપે તપાગચ્છના દેવસુંદરસૂરિ શિષ્ય સોમસુંદરસૂરિનું નામ હોઈ તેટલા પૂરતું મહત્ત્વનો છે.
....श्रीश्रीमाल ज्ञा० श्रे० षांपव भार्या प्री(प्रे)मलद(दे)वी सुत श्रे० सूंट भार्या साहगदेविसुत पूना पूनादेवि आत्मश्रेयसे श्रीअरनाथादि चतुर्विशतिपट्टकारित श्रीतपागच्छे देवसुंदर
शिष्य श्रीसोमसुंदरसूरीणामुपदेशेन प्रतिष्ठितं श्रीसूरिभिः ॥ પશ્ચિમ ભારતમાં લેખાંકિત જૈન પ્રતિમાઓ સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત છે. પ્રસ્તુત લેખોથી તેમાં અલ્પ માત્રામાં વધારો થાય છે.
ટિપ્પણો : ૧. જુઓ સં. મુનિરાજ શ્રીજયન્તવિજયજી, અબ્દ-પ્રાચીન જૈન-લેખસંદોહ, શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, પુ
૪૦. (આબૂ-ભાગ બીજો) ઉજ્જૈન વિ. સં. ૧૯૯૪ (ઈ. સ. ૧૯૩૮) લેખાંક ૧૧૪ (પૃ. ૪૯-૫૦)