SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 130 ડૉ. રા. ઠા. સાવલિયા મુનીન્દ્ર જોષી SAMBODHI (૩) સાબરમતીના કાંઠા ઉપર આવેલ પંચનાથ મહાદેવ(વિકટોરિયા ગાર્ડન પાસે)માં અન્ય પ્રતિમાઓ સાથે ઉમા-મહેશ્વરની પ્રતિમા આવેલી છે. સફેદ આરસમાં (૦.૩૬ સે. મી. ઊંચી અને ૦.૨૨ પહોળાઈ) કંડારેલ પ્રતિમામાં મહેશ્વર નંદિ ઉપર આરૂઢ છે. દેવના મસ્તકે જટામુકુટ, કંઠમાં ચારસેનનો હાર, અને પ્રલંબહાર તેમજ અલંકૃત કટિસૂત્ર તથા વનમાલા અને પગમાં કડાં ધારણ કરેલ છે. ચતુર્ભુજમાં અનુક્રમે બિજોરું, ત્રિશૂલ, નાગેન્દ્ર અને દેવીને કેડેથી આલિંગન આપતો બતાવ્યો છે. મહેશ્વરના ડાબા ઉલ્લંગમાં ઉમા બેઠેલ છે. દેવ તરફ ઉન્મુખ દેવીના મસ્તકે અલંકૃત, ત્રિકુટમુટ છે. ગળામાં પ્રેવેયક અને પ્રલંબહાર તથા કટિમેખલા અને પગમાં કડાં ધારણ કરેલ છે. દેવીએ જમણા હાથથી દેવને આલિંગન આપેલ છે જ્યારે ડાબા હાથમાં દર્પણ છે. નીચે ડાબી બાજુ ગણપતિ અને જમણી બાજુ કાર્તિકેય બેઠેલા નજરે પડે છે જ્યારે ઉપરના ભાગમાં જમણી બાજુ વિષ્ણુ અને ડાબી બાજુ બ્રહ્માની પ્રતિમાઓ દૃષ્ટિગોચર થાય છે. (૪) અમદાવાદના મ્યુનિસિપલ કૉર્પોરેશનના કંપાઉન્ડમાં આવેલ મહાદેવ બહાર પીપળાના ઝાડ નીચે ઉમા-મહેશ્વરની એક પ્રતિમા આવેલી છે. સફેદ આરસમાં (૦.૩૫ સે. મી. ઊંચી અને ૦.૪૬ સે. મી. પહોળી) કંડારેલ આ પ્રતિમાનો પટ કોઈ મંદિર સ્થાપત્યનો ભાગ જણાય છે. પાણીની અસરને લઈને પ્રતિમા ઘણી જ ખવાઈ ગયેલી છે. નંદિ ઉપર આરૂઢ મહેશ્વરના મસ્તકે જટામુકુટ, કાનમાં કુંડલ, કંઠમાં હાર, પ્રલંબહાર વગેરે અલંકારો ધારણ કરેલ છે. ચતુર્ભુજમાં અનુક્રમે બીજોરું, ત્રિશુલ નાગ અને ચોથો હાથ દેવીને આલિંગન આપતો બતાવ્યો છે. મહેશ્વરના ડાબા ઉત્સંગમાં દેવી બેઠેલ છે. દેવીના મસ્તકે જટામુકુટ છે અને પાછળના ભાગે કેશગુંફન કરેલ છે. અન્ય અલંકારો ધારણ કરેલ નજરે પડે છે. દેવીનો જમણો હાથ દેવને આલિંગન આપતો અને ડાબા હાથમાં દર્પણ છે. નંદિની ડાબી બાજુ ગણપતિ અને જમણી બાજુ કાર્તિકેયની નાની પ્રતિમાઓ મૂકેલી છે. અહીં મુખ્ય પ્રતિમાની જમણી બાજુ પુરુષ-આકૃતિ અને ડાબી બાજુ સ્ત્રી-આકૃતિ ઊભેલી છે જે દાતા યુગલ હોવાનું જણાય છે. ઉપરોક્ત બંને પ્રતિમાઓની ઘડતર શૈલી અને અલંકરણોનું આલેખન જોતાં આ પ્રતિમાઓને ૧૪મી સદીની શરૂઆતની ગણવી જોઈએ. (૫) ખાડિયા વિસ્તારમાં આવેલ વનિતા વિશ્રામમાં ઉમા-મહેશ્વરની એક પ્રતિમા આવેલી છે. સફેદ આરસમાં (૦.૩૩ સે. મી. ઊંચી અને ૦.૨૦ સે. મી. પહોળી) બનેલી પ્રતિમામાં દેવ આસન પર બેઠેલ છે. મુખ ચોરસ છે. મસ્તકે જટામુકુટ અને અન્ય અલંકારો ધારણ કરેલ છે. દેવના ચાર હાથમાં અનુક્રમે બીજોરું, ત્રિશૂળ જેનો ઉપરનો ભાગ ખંડિત છે. ડાબા ઉપલા હાથમાં નાગ અને નીચલા હાથથી ઉમાને આલિંગન આપેલ છે. દેવના ડાબા ઉલ્લંગમાં ઉમાં લલિતાસનમાં બેઠેલ છે. મસ્તકે ત્રિકૂટ મુકુટ અને પાછળના ભાગે કેશગુંફન કરેલ છે. શરીર પર અન્ય અલંકારો ધારણ કરેલ છે. દેવીના દ્વિભુજ પૈકી જમણો
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy