________________
લક્ષ્માગભાઈ ભોજક અને ના. મ. કંસારા
SAMBODHI વાલિમ્ય = વાલમ, કુરલી = કરલી, ભાંડુય ભાંડુ, ત્રિવહ = તરભ, દીણિપ = દેણપ.
આ બધાંજગામો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મુખ્ય નગર વિસનગરની નજીકમાં આશરે દસ પંદર કિલોમીટરના અંતરે આવેલાં છે.
વાલિમ્ય (વાલમ) ગામની દાનમાં આપેલી ભૂમિની પશ્ચિમ સીમાના ખૂંટને લગતા નિર્દેશમાં અરિષ્ટનેમિની વાટિકાનો ઉલ્લેખ છે. વાલમ ગ્રામ એક પ્રાચીન જૈનતીર્થ ગણાય છે અને આજે પણ ત્યાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિનાથનું મંદિર છે.
દાનમાં આપેલી જમીનનાં માપ નિર્દેશવા માટે “હલ”, “પાયલ”, અને “વિશોપક" એ પદો પ્રયોજયાં છે, જેવાં કે વાલમ ગામમાં સીધા રાઉતની ભૂમિ પાયેલાં '/, આસિયા રાણુની ભૂમિ પાયેલા ૨/૩,કુમર મોહણની ભૂમિ પાયલું ૧, વાલસૂર સાઢાની ભૂમિ પાયલાં ૨, આમ કુલ મળીને કુલ ભૂમિ પાયલાં (૨' + ' + 1 + ૨ = ૮) આઠ એમ ગણતરી બતાવી છે. વળી આ ૮ પાયલો ભૂમિ માટે હળ ૨નો નિર્દેશ છે. એ જ રીતે કરલી ગામમાં મોખરાવાળી ભૂમિ વિશાપક ૧૧/૨, સોમેશ્વરાવવાની ભૂમિ વિશોપક ૧/૩, પ્રતાપમલવલાની ભૂમિ વિશોપક ૧', અને જગદેવવલાની ભૂમિ વિશોપક ૧/૨ આમ કુલ ભૂમિ વિશોપક (૧'/ + ૧/૩ + ૧'/ + ૧ = ૬) છ થાય છે. તે માટે હળ ૨ નો ઉલ્લેખ છે. પછી પાયલાં ૮ અને વિશાપક ૬ મળીને હળ ૪ પ્રમાણ ભૂમિ થઈ એવી ગણતરી ઉલ્લેખી છે. આ ભૂમિમાપો એ જમાનામાંના પ્રચલિત એકમો હતાં. આજે ચોરસ મીટર તથા એકરના માપ પ્રમાણે તેમનું તુલનાત્મક એકમ પ્રમાણ કેટલું થાય તે વિદ્વાનોના અભ્યાસ માટે ખોજનો વિષય છે.