________________
127
Vol. XX, 1994-1995
ચૌલુકય ભીમદેવ... વાલિમ ગ્રામની ભૂમિના ખૂંટ :
પૂર્વમાં આજપાલ અને મોહણનાં ખળાં તથા ગામમાં જવાની સંયડી (સાંકડો માર્ગ) અને આસરાનું ખળું; દક્ષિણમાં સાદાનું ખળું અને ભાંડુ ગામ તરફ જવાનો રાજમાર્ગ; પશ્ચિમમાં તળાવનો કાંઠો, વડલો, તથા શ્રી અરિષ્ટનેમિની વાટિકા (મંદિરનું ઉદ્યાન) અને વિઠડ તથા ગાંગિરનાં ખેતરો; અને ઉત્તરમાં ખેતરોનો સંયડો તથા કોચાનું ખળું. કુરુલી ગ્રામની ભૂમિના ખૂંટ :
પૂર્વમાં કુટુંબી ગોગાઉ અને વાસુદેવનાં ખેતર, દક્ષિણમાં ત્રિવહ (આજના તરભ) ગામની હદ પશ્ચિમમાં રાજમાર્ગ; ઉત્તરમાં રિસિયાતલામિકા (તલાવડી) તથા ભાગેલી કુઈ, દીણિપ (આજના દેણપ) ગામનો રાજમાર્ગ તથા ગામનાં ઘરતળ અને ખળાં. લેખમાં ઉલ્લેખાયેલ રાજપુરુષ :
(૧) દાનપત્રનો લેખક મોઢાન્વય મહાક્ષપટલિક ઠકકુર કુમરનો પુત્ર વસરિન છે. (ભીમદેવ બીજાનું સંવત ૧૨૬૩ના શ્રાવણ સુદિ ને રવિવારનું જે તામ્રપત્ર “ગુજરાતના ઐતિહાસિક લેખ, ભાગ-૨માં મુદ્રિત થયેલું છે. તેમાં મોઢાન્વય”ને બદલે “કાયસ્થાન્વય” પાઠ છે.) મહાસાંધિવિગ્રહિક ઠકકુર શ્રીસૂરનો ઉલ્લેખ “દૂતક” તરીકે થયો છે.
લેખના અંતે ભાવિ રાજાઓને આ દાન ચાલુ રાખવા આજ્ઞા કરવામાં આવી છે અને દાનને શિરોમાન્ય કરનાર વંશજોને આશીર્વાદ આપતા તથા એનું ઉલ્લંઘન કરનારને શ્રાપ આપતા ભગવાન વ્યાસના ચાર શ્લોક લખ્યા છે. સૌથી નીચે જમણી તરફ શ્રી ભીમદેવના હસ્તાક્ષર છે.
દાનનો ચહીતા :
આ તામ્રપત્ર દ્વારા જેને દાન આપવામાં આવ્યું તે વ્યકિત બાહ્યનાગરજ્ઞાતિનો કવલાણા ગૌતમ સગોત્ર બ્રાહ્મણ જ્યોતિ નવાસુત ભૂમિગ નામનો હતો. ભીમદેવના પૂર્વજોનો નિર્દેશ :
આ તામ્રપત્રમાં ભીમદેવ બીજાનો ઉલ્લેખ આવે તેની પૂર્વે લેખના આરંભથી નવ ચૌલુકય રાજાઓની વંશાવળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રાજાઓનો ક્રમ આ પ્રમાણે છે. (૧) મૂળરાજ પહેલો; (૨) ચામુંડરાજ; (૩) દુર્લભરાજ; (૪) ભીમદેવ પહેલો; (૫) કર્ણ; (૬) જયસિંહ (સિદ્ધરાજ); (૭) કુમારપાલ; (૮) અજયપાલ; (૯) મૂળરાજ બીજો. વિશેષ :
આજ સુધીમાં ભીમદેવ બીજાનાં કુલ દસેક તામ્રપત્રો પ્રસિદ્ધ થયેલાં છે. તેમાં આ એકનો વધારો થાય છે. આ તામ્રપત્રમાં નિર્દેશાયેલાં ગામો નીચે પ્રમાણે છે :