SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XIX, 93-94. ‘ત્રિવેન્દ્રમ રૂપકોમાં... 113 (ગંગાનો પુત્ર), ‘ગાર્મે' (ગર્ગ કુળમાં જન્મેલો) વગેરે. આવા પ્રકારનું સંજ્ઞાકરણ સંસ્કૃત સાહિત્યમાં છેક રામાયણ – મહાભારતથી શરૂ કરીને ઉત્તરવર્તી કાવ્ય નાટકાદિમાં પણ વ્યાપકપણે જોવા મળે છે. કવિઓ જ્યારે પોતાની કૃતિના નાયક-નાયિકાદિ પાત્રોનાં જુદાં જુદાં નામો પાડે છે ત્યારે જે તે ગુણવાચક નામો રાખવા ઉપર પસંદગી ઉતારે તો દા.ત. ('પ્રિયવંદા” કે “અનસૂયા') તે ચરિત્ર ચિત્રણકલાના એક ભાગ તરીકે વિનિયોજાયેલ હોય છે એમ સુવિદિત છે. આટલી પૂર્વભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં શ્રી ટી.ગણપતિ શાસ્ત્રીએ અનન્તશયન ગ્રન્થમાલા'માં ત્રિવેન્દ્રમથી ભાસના નામે પ્રસિદ્ધ કરેલાં રૂપકોનાં પાત્રોનું સંજ્ઞાકરણ, અને તેનો વિશિષ્ટ રીતનો વિનિયોગ કેવી વિશેષતા ધરાવે છે તે તપાસવું રસપ્રદ બની રહેશે. સંસ્કૃત કવિઓ નાટ્યકૃતિના આરંભે મૂકેલા નાન્દીશ્લોક કે મંગલસ્લોકમાં ઘણે ભાગે કાવ્યાથનું સૂચન ગૂંથતા હોય છે; અને જે તે પ્રસ્તુત નાટ્યકૃતિમાં આવનારાં પાત્રોનાં નામ (સંજ્ઞાઓ) જેમાં ગૂંથાઈ ગયા હોય એવા મુદ્રાલંકારનો પ્રયોગ પણ કરતા હોય છે. જેમ કે, ‘સ્વપ્નવાસવદત્તમ્'માં उदयनवेन्दुसवर्णावासवदत्ताबलौ बलस्य त्वाम्। पद्मावतीर्णपूर्णी वसन्तकम्रौ भुजौ पाताम् ।। આ મંગલશ્લોકમાં ૧. નાયક ઉદયન, ૨. નાયિકા વાસવદત્તા, ૩. રાણી પદ્માવતી અને ૪. વિદૂષક વસન્તકનાં નામો ગૂંથી લેવામાં આવ્યાં છે. અહીં, આમ તો બલરામની બે ભુજાઓનાં વિશેષણ તરીકે ૩-નવેન્દ્ર-સવા અને માનવત્તા-વેની જેવાં શબ્દો વપરાયા છે. તથાપિ બે શબ્દો વચ્ચે સન્ધિ થતાં વારંવત્તા વગેરે નામો પણ પ્રેક્ષકોનાં મનમાં ઉદ્દભૂત થઈ જાય છે. વળી, આ ત્રિવેન્દ્ર-રૂપકોના મંગલોકમાં જે જે સંજ્ઞાઓ વપરાઈ હોય છે તે તેમના રૂઢાર્થને તો પ્રથમ ક્ષણે જાહેર કરી જ દે છે, પણ બીજી ક્ષણે તેમનો યૌગિકાર્થ ધ્યાનમાં આવતાં તેમાંથી કયારેક વ્યંજનાઓ પણ સ્ફરે છે. જેમકે, ‘દૂતવાક્ય'ના મંગલસ્લોકમાં पाद: पायादुपेन्द्रस्य सर्वलोकोत्सव: स वः । व्याविद्धो नमुचिर्येन तनुताम्रनखेन खे।। “આછા તામ્રવણ નખોવાળા જેણે (જે પાદે) આકાશમાં રહેલા નમુચિ (નામના રાક્ષસ)ને વીંધી કાઢ્યો હતો, તે બધા (ત્રણેય) લોકના ઉત્સવ સમાન, ઉપેન્દ્ર (વિષ્ણુ)નો પાદ તમારું (પ્રેક્ષકોનું) રક્ષણ કરે” એમ કહ્યું છે. પ્રસ્તુત રૂપકમાં જે કથા આવે છે તે આ પ્રમાણે છે: દુર્યોધને - કૌરવોએ – રાજ્ય અને રાજ્યલક્ષ્મી ઉપર કો જમાવ્યો છે. તેમાંથી તે થોડીકેય જમીન કે લક્ષ્મી (દાયાદ રૂપે) પાંડવોને ભાગમાં આપવા તૈયાર નથી. આમ દુર્યોધન તે “નમુચિ' ન મુખ્યતિ તિ ! (જે બીજાનું રાજ્ય પડાવી લઈને, તેને છોડતો
SR No.520769
Book TitleSambodhi 1994 Vol 19
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1994
Total Pages182
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy