________________
114 વ. મ. ભટ્ટ
SAMBODHI નથી તે). યુગપુરુષ કૃષ્ણ આવા નમુચિ દુર્યોધન પાસેથી, સાથી, સમજાવટથી પાંડવોને દાવાદ (પિતાની સમ્પત્તિનો ભાગ) અપાવવા માંગે છે. તેથી તે દૂત બનીને દુર્યોધનની સભામાં આવે છે અને સન્ધિકાર્યનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. સૌ સામાજિકોમાં, એટલે કે આપણા સૌમાં પણ કયાંક છુપાઈને નમુચિ દુર્યોધન બેઠેલો છે. એટલે કે પારકાનું લઈને પાછું નહીં આપવાની વૃત્તિ પ્રકટ કે અપ્રકટ રૂપે રહેલી છે. કવિ (ભાસ) આ મંગલ શ્લોક દ્વારા સૂચવે છે કે, પ્રસ્તુત રૂપક જોયા પછી આપણે તે નમૂચિવૃત્તિનો ત્યાગ કરીએ, અથવા શ્રીકૃષ્ણ આપણી તે વૃત્તિનો નાશ કરે. અન્યથા, જેમ દુર્યોધને પોતાની નમુચિવૃત્તિનો ત્યાગ ન કર્યો અને પરિણામે સર્વનાશ નોતર્યો, તેમ આપણે પણ સર્વનાશને પામીશું. કવિએ ‘નમુચિ' શબ્દનો પ્રયોગ કરીને આ વાત વ્યંજિત કરી છે. સવૅદ (૫-૩૦-૭)ની અંદર ઈન્દ્ર નમુચિ રાક્ષસને હણી કાત્યાનો ઉલ્લેખ છે. આથી આ મંગલશ્લોકમાં ‘નમુચિ' શબ્દના સાહચર્યમાં વિષ્ણુને માટે “ઉપેન્દ્ર' શબ્દનો પ્રયોગ કર્યો છે.
‘દૂત ઘટોત્કચમાં શ્રીકૃષ્ણ ઘટોત્કચને દૂત બનાવીને મોકલ્યાની કથા આવે છે. અહીં ઘટોત્કચે શ્રીકૃષ્ણને માટે જે ‘જનાર્દન' શબ્દનો પ્રયોગ કર્યો છે. તે પણ સાભિપ્રાય છે. જેમકે શ્રયતાં નર્વનર્જી fશન: સર્વેશ: | ‘અરે રાજાઓ ! જનાર્દનનો આ છેલ્લો સન્દશો સાંભળી લો.’ ‘ધર્મનું સમ્યફ આચરણ કરી લો, સ્વજનોની સાચવણી કરી જાણો. મનમાં જેની પણ આકાંક્ષા હોય તે બધું અહીં માણી લો, તમારા જન્મનું રહસ્ય ઉપદેશનારો હોય એવો પાંડવ (અર્જુન)નું રૂપ ધરનારો યમરાજ આવતીકાલે સૂર્યકિરણોની સાથે જ તમારે માટે આવી પહોંચશે.' (શ્લોક-પર), અહીં, દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યા પછી, એક શસ્ત્રવિહીન બાળકનો વધ કરવારૂપી બીજા પાતકથી કૌરવોનો વિનાશ નિશ્ચિત છે એમ પ્રકટ કરવા માટે જ નનાનું અતિ – વિનાશયતિ | ‘માણસોને જે મારી નાખે છે' એવા વ્યુત્પત્યર્થવાળા ‘જનાર્દન' શબ્દને પ્રયોજ્યો છે. (જનાર્દન શ્રીકૃષ્ણને આ રૂપકના મંગલશ્લોકમાં, સૃષ્ટિનો લય કરનાર - જગત્ નાટકનાર સૂત્રધાર રૂપે વર્ણવ્યા છે? - એ પણ અહીં સ્મરણીય છે.)
દૂતવાકય'માં આરંભે બાદરાયણે જણાવ્યું છે કે દૂત તરીકે પુરુષોત્તમ નારાયણ’ પધાર્યા છે; અને ત્યાર પછી રૂપકના અન્ત ભગવાનનાં આયુધો પ્રવેશે છે, ત્યારે પણ ઘર નુ હતુ માવાન નારાયUT: | કે પ્રશાન્તરોણો માવાન નારાયUT: એવા શબ્દો વારંવાર વપરાયા છે. અહીં શ્રીકૃષ્ણને માટે વપરાયેલો ‘નારાયણ' શબ્દ પણ સાભિપ્રાય છે. જળમાં જે સુનાર - નારાયણ - છે તે શેષશાયી શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી વિષ્ણુનું સ્મરણ કરાવે છે. તથા નરોનો સમૂહ તે નાર. અને નાર પ્રત્યે જેમનું અયન - ગમન - છે તે ‘નારાયણ' એવો અર્થ પણ લઈએ તો જેમણે દૂતકર્મ દ્વારા માનવસમુદાયને વિનાશમાંથી બચાવવાનો યત્ન કરીને પોતાના નામાર્થને ચરિતાર્થ કર્યું છે એવો અર્થ પણ ધ્વનિત થાય છે.
[૨]
વ્યાકરણશાસ્ત્રમાં એવો નિયમ છે કે – શબ્લોક િશબ્લિોધેડવામાં તે |’ શાબ્દબોધ (= શબ્દમાંથી થતા રૂઢિજન્ય અર્થબોધ)માં શબ્દને પોતાના રૂપનો (અને તેમાં વપરાયેલી ધ્વનિશ્રેણીમાંથી ઉદ્દભૂત થતા