________________
‘ત્રિવેન્દ્રમ-રૂપકોમાં સંજ્ઞાકરણનો વિશિષ્ટ વિનિયોગ
વસન્તકુમાર મ. ભટ્ટ
ભૂમિકા:
એ તો સર્વસમ્મત છે કે ‘ત્રિવેન્દ્રમ નાટકચક્રમાં (અથવા કહો કે – ‘ભાસનાટકચક્ર'માં) બહુ ઊંચા પ્રકારની અભિનયક્ષમતા (તખ્તાલયકી) રહેલી જોવા મળે છે; અને તેમાંય વળી એના સંવાદો તો નાટ્યનો અપરપર્યાય હોય એવા ચોટદાર છે. “નાટ્યશાસ્ત્ર'માં કહ્યું છે કે –
વારિ ચત્નતુ કર્તવ્ય નાચવૈષ તનુ: મૃતા I (નાવશ૦ ૧૪-૨) અર્થાત્ નાટ્યકવિએ “વાણીને વિષે (વિશેષ) યત્ન કરવો જોઈએ, કેમ કે તે નાટ્યમાત્રની દેહયષ્ટિ છે.” આને વિશદ કરતાં આચાર્ય અભિનવગુપ્ત કહે છે કે -- ‘વાણી એ તો સકલ પ્રયોગની ભિત્તિ છે. આ સંદર્ભમાં જોઈએ તો કોઈપણ નાટ્યકારે પોતાનાં પાત્રોનાં નામોને પણ બહુ વિચારપૂર્વક નકકી કરવા જોઈએ. કેમ કે પાત્રોનું સંજ્ઞાકરણ એ પણ સંવાદોનો એક અગત્યનો ભાગ બની શકે એમ હોય
વળી આ સન્દર્ભમાં સંજ્ઞાકરણની પ્રવૃત્તિ પાછળ લોકમાં અને સાહિત્યમાં કેવાં પરિબળો હોય છે તે પણ વિચારીશું તો તે અપ્રાસંગિક નહીં ગણાય: “નિરફત’ નામના વેદાંગમાં યાકે શબ્દપ્રયોગની મીમાંસા કરતાં જણાવ્યું છે કે -- શબ્દો ટૂંકા અને સરળ હોવાને કારણે તેમનાથી (કોઈપણ વ્યકિત કે વસ્તુનું) નામ પાડવામાં (સંજ્ઞાકરણ કરવામાં આવે છે. આવા સંજ્ઞાકરણ પછી (જ) લોકમાં તે તે વ્યકિત કે વસ્તુની સાથે વ્યવહાર કરવામાં આવે છે. હવે આગળ વધીને એ પણ વિચારીએ કે અમુક જ પ્રકારના નામને - સંજ્ઞાને - પાડવામાં | પસંદ કરવામાં કેવાં કેવા પ્રેરક પરિબળો હોઈ શકે છે. તો આ સન્દર્ભમાં શાસ્ત્રકારોએ મુખ્યત્વે બે પરિબળોને જાહેર કર્યા છે. જેમ કે, ૧. નામ આખ્યાત જ હોય છે. અર્થાત્ જે તે વ્યકિતએ કે વસ્તુએ અમુક પ્રકારની ક્રિયા કરી હોય | કરતી હોય તેથી તે ક્રિયાને આધારે એ વ્યકિત કે વસ્તુનું નામ' પાડવામાં આવે છે. દા.ત. ૩૫રનીતિ અધ્વનિમું શુતિ 16: I “જે માર્ગને વ્યાપી વળે છે તે ‘અશ્વ' (નામે ઓળખાય)."* અથવા ૨. વ્યકિતઓનાં અને વસ્તુઓનાં નામો યાદચ્છિક (arbitrary) પણ હોય છે. એટલે કે વ્યકિત અને વસ્તુઓનાં અમુક જ “નામ' પાડવા માટે કશો વિશેષ હેતુ હોતો નથી, એ તો મનુષ્યના મનનો સ્વેચ્છાચાર માત્ર જ હોય છે. દા.ત. કોઈ વ્યક્તિ પોતાના પુત્રનું નામ હિન્દ પાડે, કે ‘પિન્ક પાડે તો તેમાં પિતાની ઈચ્છા સિવાય બીજું કશું કારણ હોતુ નથી.
પરંતુ પ્રાચીન સાહિત્ય જગતમાં ડોકિયું કરીએ છીએ ત્યારે આવાં યાદચ્છિક નામોને બદલે ગુણવાચક નામો પાડવાની પ્રવૃત્તિ વિશેષ ધ્યાન ઉપર ચઢે છે. દા.ત. “યુધિષ્ઠિર' (જે યુદ્ધમાં સ્થિર રહે તે), ‘દુર્યોધન' (જેની સાથે લડવું મુશ્કેલ છે તે). એવી જ રીતે દેશ વિશેષના નિવાસી તરીકેનું કે ગોત્રનામનું પ્રાચર્ય પણ જોવા મળે છે. દા.ત. કૌસલ્યા (કોસલ દેશની પુત્રી), ‘પાંચાલી' (પાંચાલ દેશની પુત્રી), ‘ગાંગેય