________________
95
Vol. XVIII, '92-93 કરીએ કે પ્રાકૃતિક સ્થિતિનો વિચાર કરીએ તો ઘણાં બધા અનુભવોનો અને પરિસ્થિતિઓનો ખુલાસો મળે છે. એ સંજોગોમાં જયાં ત્યાં પૂર્વજન્મના કમ સમજવાની જરૂર રહેતી નથી. પરંતુ ક્યાં ક્યાં પૂર્વજન્મ ધારવો પડે તે બાબત મશરૂવાળા સ્પષ્ટ કરી શકયા નથી. અથવા તેમને તે આવશ્યક જણાયું નથી.
કર્મવાદ કે કમવિચારમાં કયાં કર્મો નૈતિક છે, કયા અનૈતિક છે, કયાં કમ તટસ્થ છે, કોનું કેવું કેટલું અને ક્યારે પરિણામ આવે છે. એ પરિણામો કેટલા પ્રમાણમાં સખદાયક કે દખદાયક છે અને કર્મો તેમજ તેનાં પરિણામો વચ્ચે શા માટે આ પ્રકારનો સંબંધ છે વગેરે પ્રકારના ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે. આ બધી બાબતોનો વિગતવાર આંતરસંબંધ સ્થાપ્યા. વગર કમવિચાર અપર્યાપ્ત રહે છે. મશરૂવાળાએ કર્મવાદમાં આમાંથી કેટલીક બાબતો વિશે વિચાર કર્યો છે તે રસપ્રદ છે અને નક્કર વિગતો લઈને કર્મવાદ તેના ઉપર કેટલો પ્રકાશ પાડે છે તે રીતે વિચારવાથી વધુ સ્પષ્ટ થઈ શકે છે.
મશરૂવાળા કબૂલે છે કેટલીક બાબતોના કારણો અપ્રકટ રહે છે. આપણી બુદ્ધિ આવાં અપ્રકટ કારણોને શોધે છે.