________________
94
SAMBODHI હોય છે. એટલે કમને સ્વીકારનારાએ આ બધી પરિસ્થિતિ પણ પૂર્વજન્મનાં કર્મને અધીન છે. તેવું કહેવું પડે અને તેઓ તેમ કહે તો મનુષ્યનાં આ જીવનનાં તમામ કર્મો પૂર્વજન્મનાં કમને અધીન છે તેમ સ્વીકારવું પડે, જે કોઈ રીતે સ્થાપી શકાય નહિં.
આ સંજોગોમાં કર્મવાદીએ અદ્રશ્ય તત્ત્વો ધારવાં પડે છે. મશરૂવાળા પોતે માને છે કે અદ્રશ્ય શક્તિ સ્વયંસિદ્ધ સત્તા તરીકે સ્વીકાર્ય છે અને કર્મ, પુનર્જન્મ વગેરેની માન્યતાને તેઓ સંભવનીય ગણે છે. પરમાત્મા પરની નિષ્ઠામશરૂવાળાની દ્રષ્ટિએ સ્વતઃસિદ્ધ છે, જયારે પુનર્જન્મ અને મોક્ષવાદ વગેરે માત્ર સંભવનીય છે. "મરણોત્તર સ્થિતિ વિશે જે કંઈ ખુલાસો કરવામાં આવ્યો છે, તે માત્ર સંભવનીય તર્ક છે એ યાદ રાખવું જોઈએ. જો પુર્નજન્મ છે જ એમ કહેનાર સામે એમ કહેવા માટે કોઈ પ્રમાણ નથી એવો આક્ષેપ મૂકવામાં આવે, તો પુનર્જન્મ નથી જ એમ કહેનાર સામે પણ એ જ આક્ષેપ મૂકી શકાય” (જીવનશોધન, ૧૨૧). મશરૂવાળા ના સૂચન મુજબ શ્રેયાર્થીઓએ આ વાદવિવાદમાં પડવાની જરૂર નથી.
કિશોરલાલ એમ પણ કહે છે કે "જે ફરીથી જન્મ લેવા માટેનાં સંકલ્પો નિમણિ કરે તેને માટે તો પુનર્જન્મ અને મોક્ષ એ બન્ને સત્ય થઈ શકે છે” (જીવનશોધન, ૧૨૫). એટલે કે જો કોઈ પુનર્જન્મમાં માનતું હોય અને તેમાં ઇરાદાપૂર્વકનો સંકલ્પ ભળે તો પુનર્જન્મ સત્ય બને છે અને જે તેમાં ન માનતો હોય પણ પુર્નજન્મનો કાયદો સત્ય હોય તો તે તેને લાગુ પડે જ તેમાં તેનો સંકલ્પ ભળેલો ન હોય.
આ બધી રજુઆતોથી સ્પષ્ટ થાય છે કે પરમેશ્વર કે અંતિમ તત્ત્વની સ્વયંસિદ્ધતા ને મશરૂવાળા કર્મ, પુનર્જન્મ, મોક્ષ વિગેરે વિભાનવાઓથી ભિન્ન એવો સત્તાલક્ષી અને જ્ઞાનલક્ષી દરજ્જો આપે છે કારણ કે પુનર્જન્મની વિરૂદ્ધ પ્રતીતિ કરાવનારાં પ્રમાણો નથી પણ તેને સાબિત કરનારા પણ પ્રમાણો નથી એણે જ તે સંભવનીય અટકળો જ છે.
ટૂંકમાં પરમતત્ત્વ પ્રમાણાતીત હોવા છતાં નિશ્ચયક્ષમ decidable છે. જયારે કર્મ, પુર્નજન્મ વગેરે અનિશ્ચયક્ષમ undecidable છે તેવું મશરૂવાળાને અભિપ્રેત છે. જો કે મશરૂવાળા એમ માને છે કે પુનર્જન્મનો વાદ શ્રેયાર્થીને શ્રેય માટે પુરુષાર્થ કરવામાં જબરું પ્રેરકબળ પૂરું પાડે છે. પુનર્જન્મવાદ મોક્ષવાદ ખોટા હોય તો પણ શ્રેયાર્થીને શ્રેય માટે પ્રયત્નશીલ રહેવાનાં પૂરતાં કારણો છે તેવું પણ મશરૂવાળા માને છે.
હવે આ સંદર્ભમાં કેટલીક બાબતોનો વિચાર કરીએ:(૧) મશરૂવાળાના પૂર્વકર્મના વિશ્લેષણ મુજબ મોટા ભાગના અનુભવો કે પરિસ્થિતિનો ખુલાસો થઈ શકે છે તે જોતાં
પૂર્વજન્મના કર્મની ધારણા કોઈ રજૂ કરે તો પણ તેનું ક્ષેત્ર ખૂબ જ મર્યાદિત થાય છે. (૨) મશરૂવાળ લખે છે કે બધે તરત જ પૂર્વજન્મના કમને માની લેવું યોગ્ય નથી તેનો અર્થ એવો કે કયાંક પૂર્વજન્મ નો
કર્મો નો સંબંધ દર્શાવી શકાય છે પણ ચોક્કસ કયાં પરિણામો પૂર્વજન્મને લીધે છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી
નથી. (૩) અદ્રશ્ય બાબતોની લોકોત્તર ધારણાઓનો જે અત્યારના સમાજવિજ્ઞાનો, ઇતિહાસ, પ્રાકૃતિક વિજ્ઞાનો વગેરેનાં
ક્ષેત્રે સ્વીકાર થતો નથી અને વ્યક્તિની પરિસ્થિતિ માટેનાં પરિબળોને કર્મવાદ કે પુનર્જન્મવાદ વગર તે તે ક્ષેત્રોના સંશોધકોએ ઓળખી બતાવ્યા છે. કાનૂની ક્ષેત્રે પણ જવાબદારી-નિધરણ માટે વ્યક્તિનાં પૂર્વક જોવાય છે, તેનાં પૂર્વજન્મનાં કર્મો નહિં. ઘણી બધી બાબતોના ખુલાસો થઈ ન શકતા હોય તો પણ મશરૂવાળા જેને સંભવિત ધારણાઓ ગણે છે તેનો જ આધાર લેવો પડે તેવું પ્રસ્થાપિત થઈ શકે તેમ નથી. મશરૂવાળા પોતે પણ આ
બાબતમાં આગ્રહી જાણતા નથી તે યોગ્ય જ છે. (૪) મશરૂવાળાની કર્મ વગેરે બાબતોની રજૂઆત પ્રત્યેની સાવચેતી ઘણી નોંધપાત્ર જણાય છે. દા.ત. તેઓ લખે
છે : “દેખીતાં પરિણામો અથવા અનુભવોનાં અગોચર કારણો વિશે અથવા પ્રત્યક્ષ કર્મોનાં અગોચર ફળ વિશે સયુક્તિક જણાતી કલ્પના તે વાદ છે. વાદને સિદ્ધાંત માનવાની ભૂલ ન કરવી જોઈએ સિદ્ધાંત એ અનુભવથી કે પ્રયોગથી શોધાયેલો અચળ નિયમ છે” (જીવનશોધન, ૩૮૮). આ દ્રષ્ટિએ મશરૂવાળાએ ‘કર્મવાદ' શબ્દ પ્રયોજ્યો છે, કર્મસિદ્ધાંત નહિ. મશરૂવાળાનાં મુખ્ય પ્રતિપાદન મુજબ સ્વસંકલ્પજનત, પરસંકલ્પજનિત અને ઉભયજનિત પરિણામોનો વિચાર