SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 93 Vol. XVII, 92-193' (૩) આપણાં સિવાય બીજાનાં પૂર્વક આપણે આજે જે પરિણામ સહન કરીએ છીએ તેને માટે જવાબદાર હોઈ શકે (૪) આ ઉપરાંત આપણાં નિયંત્રણમાં ન હોય તેવાં પ્રાકૃતિક બળોને લીધે પણ આપણે કેટલીક પરિણામરૂપ પરિસ્થિતિ ભોગવવી પડે છે. જેમ કે રેલ, વીજળી, ભૂકંપ વગેરે. પૂર્વકર્મવાદ વ્યક્તિને જ જવાબદાર ઠરાવે તે ઠીક નથી, કારણ કે, દૃષ્ટાંત તરીકે લઈએ તો, માબાપના દુરાગ્રહથી બાળલગ્ન થયા પછી કોઈ છોકરી બાળવિધવા થાય તો તે છોકરીનાં નહીં પણ તેનાં માબાપનાં પૂર્વક જવાબદાર છે. બીજું વૃષ્ટાંત "હું આગગાડીમાં બેસું એ મારુ કર્મ ખરું પણ આગ ગાડીને અકસ્માત થવામાં ગાર્ડ, ડ્રાઈવર, ટેશન માસ્તર વગેરેનાં કર્મનો જ વધારે બળવાન હાથ ગણાય.” (જીવન શોધન, ૨૨૩) મશરૂવાળા મુજબ સ્વકનાં જ ફળો આપણે ભોગવવાનાં રહે છે તેવો "એકાંતિક નિયમ” પ્રવર્તતો નથી." મશરૂવાળાના કર્મવિચારની સમીક્ષા મનુષ્યના સુખદુખ કે તેની વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કરવાની મશરૂવાળાની પદ્ધતિ ઉપયોગી જણાય છે કારણ કે તેવાં વિશ્લેષણમાં તેઓ કોઈ એક જ ઘટકને સવશે જવાબદાર ગણતા નથી. વ્યક્તિ અત્યારે જે પરિસ્થિતિમ મૂકાયેલી છે તે પરિસ્થિતિ તેમ જ તેના સંદર્ભમાં તે સુખદુઃખ ભોગવે છે તે અનુભવો માટે વ્યક્તિનાં પોતાનાં કર્મો, અન્ય વ્યક્તિઓનાં પૂર્વક, સામાજિક પરિસ્થિતિ પરંપરા, માળખું કે રૂઢિ, કેટલીક કુદરતી આપત્તિઓ વગેરેનું પ્રદાન છે તે નિર્વિવાદ છે. મશરૂવાળા મોટા ભાગનાં કારણોમાં કોઈ વ્યક્તિનાં પોતાના કે અન્ય વ્યક્તિના આ જન્મનાં સંકલ્પો અને કાર્યોને જ જવાબદાર ગણે છે. તેથી તેઓ માને છે કે કોઈ પરિસ્થિતિનાં કારણ તરીકે તરત જ પૂર્વજન્મને જોડી દેવાની જરૂર નથી. સ્વકર્મ, પરકર્મ, ઉભય કે આધિદૈવિક કારણો પણ પ્રવર્તી શકે છે. જગતમાં પાપ વધી જવાથી અતિવૃષ્ટિ કે દુષ્કાળની સ્થિતિ આવે છે તેવી માન્યતા પણ મશરૂવાળાને વાહિયાત લાગે છે, જે યોગ્ય જ છે. મોટે ભાગે મશરૂવાળા પૂર્વકમ” શબ્દ પ્રયોજે છે, “પૂર્વજન્મનાં” કર્મો તેવા શબ્દો નહિ.” કોઈ છોકરી બાળવિધવા થાય તો તેનું કારણ તેના માબાપના આ જન્મનાં કર્મો જ છે. તેનો અર્થ એ થયો કે સતીપ્રથા, બાળલગ્નો, દહેજપ્રથા વગેરે અંગેના મનોવલણોમાં સામાજિક આર્થિક પરિબળોને લીધે પરિવર્તન થાય કે કાયદાકાનૂન બદલાય તો બાળવિધવાઓ, સતીઓ કે દહેજનો ભોગ બનનાર સ્ત્રીઓની સંખ્યા શૂન્ય થઈ શકે. આમ સામાજિક તંત્રો બદલાય, કે સામાજિક-રાજકીય વ્યવસ્થાઓમાં ક્રાંતિકારી ફેરફાર થાય તો વ્યક્તિને તંત્રને લીધે જે યાતનાઓ ખોટી રીતે સહન કરી પડે છે તે દૂર થાય છે. આમ જગતનાં કેટલાંક અનિષ્ટો કોઈ એક વ્યક્તિને અધીન ન હોય તેવાં સા રાજકીય-આર્થિક તંત્રો અને મનુષ્યોનાં નિયંત્રણમાં ન હોય તેવી કુદરતી આપત્તિઓને લીધે સરજાતાં હોય છે. "દુકાળ પડે છે તે દુકાળિયાઓનાં સ્વસંકલ્પથી જ એમ ભાગ્યે જ કહી શકાય. એ બ્રહ્માંડના સંકલ્પનું એટલે કે બ્રહ્માંડની શક્તિઓનું પરિણામ છે.” (જીવનશોધન, ૨૨૪) આ વાક્યનો બ્રહ્માંડ વિશેનો છેલ્લો ભાગ ગંભીરતાથી ન લઈ શકાય પણ મશરુવાળા આ વાક્યનાં પહેલા ભાગમાં જે કહે છે તે સર્વ સ્વીકાર્ય છે. આમ દરેક ઠેકાણે વ્યક્તિનાં આ જન્મનાં પૂર્વકને આગળ કરવાં એ પણ અયોગ્ય છે અને પૂર્વકમાંયે પૂર્વજન્મનાં કર્મો આગળ કરવાં એ ભૂલ છે એમ મશરૂવાળા માને છે, જે યોગ્ય જ છે. મશરૂવાળાએ મોટાભાગનાં આપણા વર્તમાન અનુભવોને માટે પૂર્વજન્મનાં કર્મની ધારણા ઉપયોગમાં લીધી નથી. એ જ વાતને આગળ લઈ જઈને આપણી કોઈ પણ અત્યારની પરિસ્થિતિ માટે પૂર્વજન્મનાં કર્મો જવાબદાર નથી એમ કોઈ કહે તો તે વાત વજૂદવાળી જણાય છે. પ્રશ્ન એ છે કે જો બાળવિધવાની યાતના સામાજિક કુરિવાજોને લીધે સમજાવી શકાતી હોય, દુકાળ પીડિતોની યાતના કુદરતી આફત કે માનવસર્જિત બેદરકારીની સ્થિતિ સાથે જોડી શકાતી હોય, પોતે કરેલા ગુના માટે જેલવાસ ભોગવી રહેલી વ્યક્તિની સ્થિતિ જોતાં પોતાનાં કર્મથી સમજાવી શકાતી હોય અને કોઈ બીજી વ્યક્તિના પૂર્વકને લીધે આપણે ભોગવવું પડતું હોય તો પછી એવું કોઈ ચોક્કસ દૃષ્ટાંત આપવું પડે કે જયાં સ્વકર્મ, પરકમ કુદરતી અને સામાજિક પરિસ્થિતિ કોઈ જવાબદાર ન હોય અને પૂર્વજન્મનું અમુક કર્મ આ જન્મની આ વ્યક્તિની આ પરિસ્થિતિ માટે જવાબદાર છે તેવું સ્પષ્ટ રીતે દર્શાવી શકાય. આવું કોઈ નકકર દ્રષ્ટાંત આપી શકાય તેમ નથી. જે દ્રષ્ટાંતો આપવામાં આવે તેમાં સ્વકર્મ, પરકર્મ, સામાજિક પરિસ્થિતિ કે કુદરતી પરિસ્થિતિને કારણરૂપ દર્શાવી શકાતી
SR No.520768
Book TitleSambodhi 1993 Vol 18
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages172
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy