SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કિશોરલાલ મશરૂવાળાનો કર્મવિચાર મધુસૂદન બધી કર્મવિચાર મશરૂવાળાના મતે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત સેશ્વર, નિરીશ્વર, વૈદિક, જૈન, બૌદ્ધ ગમે તે વાદ હોય પણ કુંભારના જેવો સૃષ્ટિનો ઘડનાર ઇશ્વર હિંદુ પરંપરામાં માન્ય થયો નથી. ઇશ્વર ઉપરાંત આ પરંપરામાં કમી નામની શક્તિનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. ખાસ તો સેશ્વર મતોમાં "ઇશ્વર અને કર્મનું કોઈકને કોઈક પ્રકારનું કિરાજકત્વ સ્વીકારવામાં આવ્યું છે. આ અભિગમને લીધે ઈશ્વર સ્વેચ્છાચારી સવધિકારી” રહેતો નથી અને કર્મ પણ સંપૂર્ણપણે સ્વાધીન રહેતું નથી. ઈશ્વરને કર્મફળપ્રદાતા તરીકે કે કેવળ સાક્ષી કે અકત તરીકે પણ સ્વીકારવામાં આવ્યો છે. મશરૂવાળા એ પણ સ્પષ્ટ કરે છે કે ઈશ્વરને શરણે ગયેલા ભક્તોને માટે ઈશ્વરનું સવધિકારિત્વ માન્ય થાય છે પણ જે લોકોએ આવી અનન્ય શરણાગતિ ન સ્વીકારી હોય તેમને માટે તો ઈશ્વર કર્મફળપ્રદાતા તરીકે જ સ્વીકારાય છે, અને તેથી કર્મનું આધિપત્ય જ રહે છે. કર્મવાદ પ્રમાણે સંસારનાં સુખદુઃખ માટે ઈશ્વર નહીં, પણ કર્મ જ જવાબદાર છે. આપણે વર્તમાન સ્થિતિ માટે આપણાં કમ જ જવાબદાર છે અને આપણી વર્તમાન સ્થિતિમાંથી બહાર નીકળવા માટે કે તે સ્થિતિમાં ફેરફાર કરીને પ્રગતિ લાવવા માટે પણ કર્મ જ જવાબદાર છે; એ કર્મો આ જન્મનાં હોય કે પૂર્વજન્મનાં હોય, પૂર્વજોનાં હોય કે પછી સમગ્ર સમાજનાં હોય. જો કે ઈશ્વરની શરણાગતિ સ્વીકારનારને માટે આપણી વર્તમાન પરિસ્થિતિમાં ઝડપી પરિવર્તન લાવવાનું ઈશ્વરની શરણાગતિને લીધે થાય છે, બાકી કર્મના નિયમનું પ્રવર્તન તો સહુએ સ્વીકારવું જ રહ્યું. (સંસાર અને ધર્મ, ૮૫૮૬). કર્મક્ષય અને પ્રવૃત્તિ વિશે સ્પષ્ટતા કરતાં મશરૂવાળા લખે છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કર્મ કરવાનું સાવ છોડી દેવું શક્ય નથી પણ જાણે અજાણ્યે થતી કોઈ પણ ક્રિયા વિવિધ પ્રકાર પ્રકારનાં સ્થૂળ સૂક્ષ્મ પરિણામો સમકાલિક રીતે કે અનુકાલિક રીતે નીપજાવે છે. આવાં કરોડો કમની અસરોથી દરેકનું ચારિત્ર વ્યક્તિત્વ ઘડાય છે. જેટલું આ ઘડતર ઉત્તરોત્તર વધુ શુદ્ધ થતું જાય તેમ તેમ કમનો ક્ષય માનવો અને જો ઉત્તરોત્તર અશુદ્ધ થતું જાય, તો કર્મનો સંચય માનવો. (સંસાર અને ધર્મ, ૧૮૧-૮૪, સમૂળી ક્રાંતિ, ૨૦૮-૧૧). કમવિચારમાં કેટલીક ક્ષતિઓ મશરૂવાળાએ દશવી છે, જેમાંની કેટલીક નીચે પ્રમાણે છે: (૧) જે તે વસ્તુને વ્યક્તિનાં જ પૂર્વકમનાં પરિણામ તરીકે ઘટાવવામાં આવે છે, એટલું જ નહીં પણ ઘણી બધી પરિસ્થિતિને તે પરિસ્થિતિમાં મૂકાયેલી વ્યક્તિનાં પોતાનાં પૂર્વજન્મનાં કર્મોનાં પરિણામો તરીકે ઘટાવવામાં આવે છે. દા.ત. બાળમરણ, અસ્પૃશ્યતા, દુકાળ, બાળવિધવાની અવસ્થા, રોગ વગેરે માટે - "જેનાં જેવાં કમ" તેવું કહીને - છૂટી જવામાં આવે છે. પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલે જ નહિં એમ માનીને જ્ઞાનીઓની પરિગ્રહ અને ભોગવૃત્તિનો પણ બચાવ કરવામાં આવે છે. (૨) આપણાં પોતાનાં કે અન્યનાં પૂર્વક કે સમાજનાં પૂર્વકને તેનાં સામાન્ય અર્થમાં લેવાને બદલે હંમેશાં એકદમ પૂર્વજન્મનાં કમ તરીકે સમજવામાં આવે છે. દા.ત. બે દિવસ પહેલાં ખાવામાં અવિવેક થઈ જાય તો વ્યક્તિની પાચન ક્રિયામાં જે મુશ્કેલીઓ થાય તેને વ્યક્તિના તાજેતરના પૂર્વકર્મનાં પરિણામ તરીકે લેવામાં આવે છે, પણ કોઈ કાયમી રોગ વ્યક્તિને થયો હોય તો તેને પૂર્વજન્મનાં કર્મોનું ફળ ગણવામાં આવે છે. કોઈ વસ્તુનું કારણ ખબર ન પડે તો તરત જ લોકો તેને પૂર્વજન્મનાં કર્મો સાથે જોડી દે છે. ખરેખર તો, પૂર્વકર્મનો અર્થ મશરૂવાળા પ્રમાણે તો એટલો જ કોઈ પણ વર્તમાન સ્થિતિ મનસ્વી ઈશ્વરના તોરનું પરિણામ નથી પણ "આજની સ્થિતિ ભૂતકાળના આચરણનું પરિણામ છે”. કિશોરલાલની દ્રષ્ટિએ “બધા અનુભવોને પૂર્વજન્મના કર્મ સાથે ઝટ લઈને જોડી દેવાની આવશ્યકતા નથી.” (જીવનશોધન, ૨૨૨).જીવનનાં આપણા અનુભવો કે પરિસ્થિતિનાં મોટા ભાગનાં કારણો, મશરૂવાળા પ્રમાણે, આપણાં આ જન્મનાં જ કર્મો અને સંકલ્પોમાં જોઈ શકાય છે. “ગુજરાત તત્ત્વજ્ઞાન પરિષદ, ભદ્રેશ્વર (કચ્છ), ૧૬-૧૭-૧૮ ફેબ્રુઆરી ૧૯૯૨ માં રજૂ કરેલું પેપર.
SR No.520768
Book TitleSambodhi 1993 Vol 18
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages172
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy