SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ લીંબોફતા ઋષભદેવ સાગ : એક પરિચય (અનુમાને ૧૬ મો શત) કનુભાઈ વ. શેઠ પ્રાસ્તાવિક પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટતા એ છે કે તે બહુધા પદ્યાત્મક છે. ગદ્ય નગણ્ય છે. એમાં ઉપલબ્ધ પ્રારંભનું સાહિત્ય એટલે જેનોનું જ સાહિત્ય. ઉપર્યુક્ત પદ્યાત્મક સાહિત્યની સ્વરૂપના પ્રકારોની અપેક્ષાએ અન્વેષણા કરવામાં આવે તો એમાં રાસ, ચોપાઈ, પ્રબંધ વગેરે દીર્ઘ કાવ્યપ્રકારો સાથે સાથે ફાગુ, બારમાસી, વિવાહલો, સંધિ, ધવલ, વેલી જેવાં લઘુ કાવ્ય પ્રકારો વિકસેલા જોવા મળે છે. લઘુ કાવ્યપ્રકારોમાં ફાગુ પ્રકારના કાવ્યો પરત્વે જૈન કવિઓનું પ્રદાન પ્રમાણ અને કવિત્વની અપેક્ષાએ નોંધપાત્ર છે. અત્રે અઘયાવત્ અપ્રસિદ્ધ કવિ લીંબોકત ‘ઋષભદેવ ફાગ’ કાવ્ય સપરિચય રજૂ કરેલ છે. પ્રતવર્ણન અને સંપાદન પદ્ધતિ પ્રસ્તુત કૃતિનું સંપાદન લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના પુણ્યવિજયજી હસ્તપ્રત ગ્રંથભંડાર ક્રમાંક પ૧પની એક માત્ર પ્રત પરથી કરેલ છે. પ્રતમાં કુલે એક પત્ર છે. પત્રનું માપ ૨૪.૫૪૧૦૫ સે.મી. છે. બનને બાજુ ૨ સે.મી. નો હાંસિયો છે. પત્રમાં એકંદરે ૧૫ પંક્તિઓ અને ૪૨-૪૩ અક્ષરો છે. કુલ ૨૭ કડીઓ છે પાતળા કાગળની રોડદાર નાગરીલિપિમાં લખાયેલી છે. રાગ, ઢાલ વગેરે તથા શ્લોક ક્રમાંક લાલ કરેલા છે. પ્રતનો લેખન સંવત પ્રાપ્ત થતો નથી પણ લેખન પદ્ધતિ અનુસાર અનુમાને તે સત્તરમા શતકનો હોય એમ લાગે છે. આરંભઃ રાગ કેદારો. પ્રથમ શ્લોક સંસ્કૃતમાં અતઃ ઇતિ શ્રી ઋષભદેવ ફાગ સ્તવન. પ્રસ્તુત કૃતિનું સંપાદન એક માત્ર પ્રત પરથી કર્યું છે. સર્વત્ર મૂળ પાઠ કાયમ રાખ્યો છે. કેટલીક જગ્યાએ પાઠ પડી ગયેલો છે. તેનેu કૌંસ દ્વારા દર્શાવ્યો છે. કાવ્યનો કત કવિ લીંબો એની રચના સંવત પ્રાપ્ત થતી નથી પણ તે અનુમાને સોળમા શતકનો અંત ભાગમાં એની રચના થઈ હશે. સેવક લીંબઉ [બો]લઈએ, તુઝ તોલઈ કુણ સ્વામિ, દેહિ વિમલ મતિ જગપતિ, હું લીણઉ તોરઈ નામિ. ૨૭ આ કવિ લીંબા વિષે કોઈ અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી. પણ એણે આ કાવ્ય સિવાય પાર્શ્વનાથ નાના સંગરસ ચંદ્રાઉલા’ (કડી ૪૯), દેવપૂજા ગીત” (કડી ૧૫), ચોવીસ જિન નમસ્કાર' (કડી ૨૫) અને “વીસ વિહરમાન જિન ગીત’ (કડી ૨૦) જેવી રચના કરી હોવાનો ઉલ્લેખ મળે છે. ઋષભદેવ ફાગઃ એક કાવ્ય તરીકે ઋષભદેવ ફાગ એ ર૭ કડીનું ફાગુ કાવ્ય છે વણ્યવિષય જૈન પરંપરામાં પ્રસિદ્ધ પ્રથમ તીર્થંકર ઋષભદેવના ચરિત્ર - પ્રસંગને આ લેખવાના છે. કાવ્યના પ્રારંભમાં કવિએ સંસ્કૃતમાં શારદાનું સ્મરણ કરીને, “નાભિનંદન અષભદેવ ને નમન કરીને એમના વંશ ૧. પ્રાચીન-મધ્યકાલીન પરંપરામાં આવા લગભગ ૧૧૭ કાવ્ય પ્રકારો હોવાનું શ્રી અગરચંદ નાહટાએ નોંધ્યું છે. જુઓ, પ્રાચીન કાવ્યોની રૂપ પરંપરા, બીકાનેર ૧૯૬૨, પૃ. ૨-૧૮.
SR No.520768
Book TitleSambodhi 1993 Vol 18
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages172
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy