SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વિધાયક અને ગ્રાહ્ય અંશોથી તેમજ નબળા, ત્યાજ્ય અંશથી પણ તેમને માહિતગાર કરવા. શિક્ષણને આ બેવડા કાર્યની સ્પષ્ટતા કરતાં રાધાકૃષ્ણનું 40 :"Education is the process by which we conserve valuable elements in our culture and discard the wasteful. It is both a stabilising influence and an agent for change". 10 આ સાથે તેમનામાં એ વિવેક પણ જાગ્રત કરવો કે જેને લઈને તેઓ પિતાની મેળે ગ્રાહ્ય અને ત્યાજય અંશને ભેદ તારવી શકે, અને પ્રાણવાન, વિધાયક અંશેને પિતાના જીવનમાં આચરણ દ્વારા અપનાવીને આત્મસાત કરી શકે. કારણ કે કોઈ પણ સંસ્કૃતિના પ્રાણવાન અંશોનું રક્ષણ અને સંવર્ધન સ્વ-આચરણ દ્વારા તેનું અનુષ્ઠાન કરવાથી જ થઈ શકે અને તે જ તે સંસ્કૃતિ પણ ટકી શકે. અન્યથા ગમે તેટલી પ્રાણવાન સંસ્કૃતિ પણ કાળક્રમે તહસ-નહસ થતાં વાર લાગતી નથી. ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં ભારતીય સંસ્કૃતિનું જે અવલોકન કરવામાં આવે તે એ સ્પષ્ટ થાય છે કે, ભારતની ચેતના ભૂતકાળમાં અનેકવાર આકમિત થઈ હોવા છતાં આજે પણ હજાર વર્ષથી તે જીવંતપણે ટકી રહી છે, નાશ નથી પામી. આ હકીકત આપણી સંસ્કૃતિનું વીર્ય, તેની આંતરિક શક્તિ સૂચવે છે. આ શક્તિએ જ અનેક પરદેશી આક્રમણ સામે આપણી સંસ્કૃતિને નામશેષ નહીં થવા દેતાં અદ્યાવધિપર્યત ટકાવી રાખી છે. આવી પ્રાણવાન સંસ્કૃતિમાં એ સામર્થ્ય છે, કે તેની ચેતના સાથે જે આપણી ચેતનાને સાંકળીએ, તે તે જરૂર આપણને નષ્ટ થવા ના દે. આ દષ્ટિએ આપણા યુવકે એ આપણી સંસ્કૃતિક ચેતના સાથે ભાવાત્મક એકતાના સંબંધથી જોડાવું પડશે. જેટલે અંશે આપણે આ ભાવાત્મક સંબંધ કેળવીને આપણી સાંસ્કૃતિક ચેતના સાથે ઓતપ્રોત રહીશું, તેટલા જ પ્રમાણમાં રાષ્ટ્ર તરીકે આપણે શક્તિશાળી અને વીર્યવાન બની શકીશું, એ રાધાકૃષ્ણનની દઢ શ્રદ્ધા છે. સમસ્યા : ૫ વર્તમાન શિક્ષણ પદ્ધતિને એકાંગી અભિગમઃ નિરૂપણું : વર્તમાન શિક્ષણની તાસીર જોતાં એમ કહી શકાય કે, આપણું વર્તમાન શિક્ષણ એટલે ખંડિત માનવીને ખંડિત દૃષ્ટિથી અપાતું શિક્ષણ. મનુષ્યના માત્ર બૌદ્ધિક પાસાને જ તે સ્પર્શતું હોવાથી સંપૂર્ણ માનવીના સર્વાંગી વિકાસને તેને અભિગમ હોય, એવું જણાતું નથી. પરિણામે વ્યક્તિત્વનાં અન્ય પાસાંઓ તેમાં ઉપેક્ષિત જ રહી જતાં જણાય છે. આથી પ્રશ્ન એ થાય છે કે જે શિક્ષણ વ્યક્તિને પિતાના સમગ્ર વ્યક્તિત્વ સાથે જે જોડી શકતું ન હોય, તો તે વ્યક્તિને પિતાના પર્યાવરણ સાથે કે સમાજ સાથે, રાષ્ટ્ર સાથે કે વિશ્વ સાથે કેવી રીતે સાંકળી શકે છે. અને આવું એકાંગી
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy