________________
શિક્ષણ જયાં અપાતું હોય, ત્યાં વિશ્વદૃષ્ટિની અપેક્ષા પણ કેવી રીતે રાખી શકાય ?
આ પરથી એ સ્પષ્ટ થાય છે કે, આપણા આંતરકલહે કે આંતરિક અથડામણની જડ છે, આપણામાં દઢ થયેલી ભેદબુદ્ધિના પરિણામે જન્મેલી ખંડદષ્ટિ, અને તેને માટે જવાબદાર છે વર્તમાન શિક્ષણ પદ્ધતિને એકાંગી અભિગમ. આથી જયાં સુધી શિક્ષણનો એકાંગી અભિગમ ચાલુ રહે, ત્યાં સુધી ખંડ દૃષ્ટિવાળું આપણું માનસ પણ નહીં બદલાય, અને જ્યાં સુધી આ પ્રકારનું માનસ ચાલુ રહે, ત્યાં સુધી જુદાં જુદાં કારણેને લઈને (જેવાં કે ભાષા, ધર્મ, સંપ્રદાય વગેરે) પેદા થતી અથડામણે પણ નાબૂદ થવી મુશ્કેલ છે.
વળી આપણી બુદ્ધિકેન્દ્રિત વર્તમાન શિક્ષણને અભિગમ પણ પ્રધાનત: વિશ્લેષણલક્ષી જ રહ્યો છે. સંશ્લેષણના સમન્વયથી સંતુલિત થયા વિના કેવળ વિશ્લેષણલક્ષી અભિગમ સ્વઘાતક નીવડે છે.
શિક્ષણ પ્રત્યેના આપણા એકાંગી અભિગમનું ત્રીજું દુષ્પરિણામ છે તે છડાઈ ભર્યા અવિવેકથી છલકતું, અજ્ઞેયવાદી, સંશયવાદી અને ભૌતિકવાદી આપણું આધુનિક, શિક્ષિત યુવકનું માનસ.
પ્રતિભાવ : આ સંદર્ભમાં રાધાકૃષ્ણન્ એવા શિક્ષણની હિમાયત કરે છે, કે જે શિક્ષણ
અખંડ દષ્ટિ અપાદિત કરતું હોય. આથી આપણું શિક્ષણનો અભિગમ સંપૂર્ણ માનવીના સર્વાગીણ વિકાસને અનુલક્ષીને હો ઘટે. આ સંદર્ભમાં રાધાકૃષ્ણનું સંપૂર્ણ માનવી એટલે શું, તેની સ્પષ્ટતા કરતાં કહે છે : "What we need today is the education of tlie whole man-physical, vital, mental, intellectual and spiritual."1?
આ સંદર્ભમાં બીજું રચનાત્મક સૂચન તેઓ એ કરે છે કે, આપણું માહિતીલક્ષી શિક્ષણ મૂલ્યલક્ષી શિક્ષણથી સંપુટિત થયેલું હોવું જોઈએ. તેમના શબ્દોમાં : “Facts and values should go together.”૧૨
પ્રાકૃતિક વિજ્ઞાન આપણને માહિતી આપે છે જ્યારે સાહિત્યદર્શન, સાંસ્કૃતિક ઇતિહાસ, લલિત કલાઓ વગેરે મૂલ્યની દૃષ્ટિ આપે છે. કોઈ પણ સમાજના સ્વસ્થ વિકાસ માટે માહિતી અને મૂલ્યદૃષ્ટિનું આપાદન—એચની સમાન આવશ્યકતા છે. વધુમાં તેઓ જણાવે છે : “Social Sciences give us knowledge of man's behaviour in society-as to how he acts."93 "All empirical sciences (statistics, economics, politics, psychology ctc.) give us facts. Tbey give us principles. They tell us how man will bchave when confronted with certain