SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્લેષણ કરીને તેના સમાધાન અંગે રાધાકૃષ્ણન પિતાને True Knowledge નામક ગ્રંથમાં કેટલાંક અત્યંત મહત્ત્વપૂર્ણ, વિધાયક અને નકકર સૂચને આપે છે. પ્રવર્તમાન શિક્ષણની કેટલીક મર્યાદાઓ : (૧) આજના શિક્ષિત યુવકના અંતરમાં પ્રવર્તતી દિશાશૂન્યતા (૨) વામણાં માહિતી કેન્દ્રો બની ચૂકેલાં આપણાં વિશ્વવિદ્યાલય (૩) પ્રસાર માટેના યાંત્રિક ઉપકરણોના ઉપયોગ સાથે મનુષ્યને યાંત્રિક બની જવાને ભય (૪) યુવા પેઢીનો મૂળહીનતાને અનુભવ (૫) પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિને એકાંગી અભિગમ (૬) શિક્ષણ ક્ષેત્રે દેખાતી ગેરશિસ્ત તથા આતંક્વાદી વૃત્તિ (૭) સુગ્રથિત વ્યક્તિત્વની સાથેસાથ ઊંચી ગુણવત્તા ધરાવતા દૃષ્ટિસંપન શિક્ષકોની વિરતાતી અછત (૩) સમસ્યાઓનું નિરૂપણ અને રાધાકૃષ્ણનના પ્રતિભાવની પ્રસ્તુતતા : સમસ્યા : ૧ આજના શિક્ષિત યુવકના અંતરમાં પ્રવર્તતી દિશાશૂન્યતા: નિરૂપણ આપણાં વિશ્વવિદ્યાલયોમાંથી ઉત્તીર્ણ થઈને બહાર પડત આજને નવયુવક અંતરમાં ઉઘાડ લઈને આવવાને બદલે એક શૂન્યતા લઈને આવતે જણાય છે. નથી દેખાતું તેનામાં જીવનના ઉદ્દેશ્ય અંગેનું કોઈ ચિંતન કે નથી તેના વર્તનમાં પ્રગટ થતી વિવેકપૂર્ણ દૃષ્ટિ. નથી તેને સાંપડી છવનનાં ગંતવ્ય વિષેની સભાનતા કે નથી તેને સાંપડયું ગંતવ્યપ્રાપ્તિની દિશા અંગેનું કઈ માર્ગદર્શન. પ્રતિભાવ આ સંદર્ભમાં રાધાકૃષ્ણન વિદ્યાથીઓને નહીં પણ આપણી શિક્ષણ પદ્ધતિને જવાબદાર ગણતાં લખે છે : “There is nothing wrong with our students. What is wrong, is the system.” ? આપણી શિક્ષણ પદ્ધતિ કેવળ માહિતીલક્ષી છે, જીવનલક્ષી નથી. પરિણામે વિદ્યાર્થીઓને તે વિષય નિષ્ણાત બનાવી શકે છે, જીવનનિષ્ણાત નહીં. અર્થાત્ જીવન કેવી રીતે જીવવું જોઈએ તે અંગેની કઈ જ દષ્ટિ કે તેને આનુષગિક જીવનમૂલ્ય કેળવવા અંગેના કેઈ જ માર્ગદર્શનની તેમાં ઔપચારિક જોગવાઈ નથી. રાધાકૃષ્ણનના શબ્દોમાં : If you look at our country today, if you have a fair look and a full look at the critical and political scence, you will discover that there is a moral crisis through which we are passing." આ સંદર્ભમાં રાધાકૃષ્ણનું આપણી તમામ વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓ માટે મહાકાવ્યોનાં શિક્ષણની હિમાયત કરે છે. તેઓ કહે છે કે, મહાકાવ્યોમાંથી જીવનને જેવાને એક ન જ દૃષ્ટિકોણ, તેને સમજવાની એક નવી જ દિશા સાંપડે છે, કારણ કે મહાકાવ્યોની એ ખૂબી છે, કે તે કઈ પણ
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy